ગુજરાતના દરેક ખેડૂતે જાણવા જેવા સમાચાર, સરકારે આ પાક માટે જાહેર કર્યા ટેકાના ભાવ
Teka Na Bhave Kharidi : રાજ્યમાં 15 માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે,, બાજરી, જુવાર ઘઉં અને મકાઈની ટેકાના ભાવે કરાશે ખરીદી,,, આવતી કાલથી નોંધણી કરાશે શરૂઆત,,, એક મહિના સુધી ચાલશે નોંધણીની પ્રક્રિયા
Gujarat Farmers : રાજ્યના ખેડૂતો માટે ગાંધીનગર મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતમાં ફરીથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું કે, બાજરી, જુવારની ટેકાના ભાવે ખરીદી કરાશે. તો ઘઉં, મકાઈની પણ ટેકાના ભાવે ખરીદી કરાશે. આ માટે આવતીકાલથી નોંધણીની પ્રોસેસ શરૂ કરી દેવામાં આવશે. નોંધણી એક મહિના સુધી ચાલશે. તેના બાદ 15 માર્ચથી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે.
ખેડુતોને તેઓના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રવી માર્કેટિંગ સીઝન (RMS) ૨૦૨૪-૨૫ માં રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવે ઘઉં, ઉનાળુ બાજરી, મકાઈ અને જુવારની ખરીદી ગુજરાત રાજય નાગરીક પુરવઠા નિગમ લી. ગાંધીનગર મારફતે કરવામા આવશે.રાજ્યમાં ખેડુતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે બાજરી, જુવાર, ઘઉં, મકાઈની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. 27 એટલે કે આવતીકાલથી નોંધણી કરવામાં આવશે. આ નોંધણી એક માસ સુધી ચાલશે. 15 માર્ચથી ખરીદી કરવામાં આવશે. રવી માર્કેટિંગ સીઝન RMS ૨૦૨૪-૨૫ અંતર્ગત રાજય સરકાર દ્વારા લઘુત્તમ ટેકાના ભાવથી ખેડુતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવશે.
Petrol-Diesel Price : ગુજરાતમાં સસ્તુ થયું ક્રુડ ઓઈલ, આ છે પેટ્રોલ-ડીઝલના નવા ભાવ
કયા ભાવે કયો પાક ખરીદાશે
1. ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ – રૂ. ૨૨૭૫,
2. બાજરી માટે પ્રતિ ક્વિન્ટલ – રૂ.૨૫૦૦,
3. જુવાર (હાઈબ્રીડ) માટે પ્રતિ ક્વિન્ટલ - રૂ.૩૧૮૦,
4. જુવાર (માલદંડી) માટે પ્રતિ ક્વિન્ટલ – રૂ.૩૨૨૫
5. મકાઈ માટે પ્રતિ ક્વિન્ટલ – રૂ.૨૦૯૦
બાપડા બિચારા યુવાઓને નોકરીના ફાંફા, ને ધારાસભ્યોની સરભરા માટે 94 પટાવાળાની આખી ફૌજ
ખેડૂતો માટે જરૂરી સૂચના
• ખેડૂતોને પ્રોત્સાહન મળી તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉનાળુ બાજરી તથા જુવાર ની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ.૩૦૦/- બોનસ જાહેર કરવામાં આવેલ છે.
• ભારત સરકાર દ્વારા નક્કી કરેલ લઘુત્તમ ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છા ધરાવતા ખેડુતોએ રાજ્ય સરકારના FPP પોર્ટલ (Farmers Procurement Portal) પર ફરજીયાત ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે.
• ખેડૂતો દ્વારા તા.૨૭/૦૨/૨૦૨૪ થી ૩૧/૦૩/૨૦૨૪ ગ્રામ્ય કક્ષાએ VCE મારફતે તેમજ તાલુકા કક્ષાએ નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનો ખાતે ઓનલાઈન નોંધણી કરાવી શકશે.
• ખરીદીનો સમયગાળો તા.૧૫/૦૩/૨૦૨૪ થી ભારત સરકાર દ્વારા નિયત કરવામાં આવે તે સમયગાળા સુધીનો રહેશે.
• રાજ્યના કુલ ૧૯૬ ખરીદકેન્દ્રો/ગોડાઉનો પરથી ખરીદી કરવામાં આવશે.
• ખેડુતોએ નોંધણી માટે નીચે મુજબના જરૂરી આધાર પુરાવા રજુ કરવાના રહેશે.
ગુજરાતમાં અહીંથી નીકળશે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા, કોંગ્રેસ કરી રહી છે પ્લાનિંગ
ડોક્ટરની ગંભીર ભૂલ! પ્રસૂતિના ઓપરેશન બાદ મહિલાના પેટમાં રહી ગયો કોટનનો ટુકડો