ગુજરાતમાં આવશે કાતિલ ઠંડીનો રાઉન્ડ! માવઠાની પણ આગાહી, જાન્યુઆરીમાં વાતાવરણમાં આવશે પલટો

ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળ્યો હતો. મોટા ભાગના વિસ્તારમાં તાપમાનમાં થોડો વધારો થવાને કારણે ઠંડીમાં ઘટાડો થયો હતો. આ વચ્ચે રાજ્યમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ કરી છે.
 

શું છે હવામાન વિભાગની આગાહી

1/5
image

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી મળેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં હવામાન સૂકુ રહેશે. પવનની દિશા પૂર્વથી પૂર્વ તરફની રહેશે. હવામાન વિભાગે કહ્યું કે આગામી બે-ત્રણ દિવસમાં હવામાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યારબાદ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે, એટલે કે ઠંડી વધશે.  

પરેશ ગોસ્વામીની આગાહી

2/5
image

ગુજરાતના હવામાનની માહિતી આપતા પરેશ ગોસ્વામીએ કહ્યુ કે જાન્યુઆરી મહિનામાં ઠંડીનું પ્રમાણ વધશે. તેમણે કહ્યું કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ રહી છે જેથી ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે. જાન્યુઆરી મહિનામાં કોલ્ડવેવ જોવા મળી શકે છે.

માવઠાની આગાહી

3/5
image

છેલ્લાં કેટલાક દિવસથી વાદળછાયું વાતાવરણ રહ્યાં બાદ રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થયો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, આગામી 4થી 7 તારીખ દરમિયાન ગુજરાતમાં ફરી ઠંડીનું જોર વધી શકે છે. આ ઉપરાંત 12થી 18 તારીખ દરમિયાન કમોસમી વરસાદ થવાથી ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ નિરાશ થઈ શકે છે. અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવવાનો છે. ભારે પવન ફૂંકાવા અને બરફ વરસાદ થશે. જેની ઉત્તર ભારતમાં ભારે અસર જોવા મળશે. આગામી તારીખ 4 થી 7 દરમિયાન ગુજરાતમાં ભારે ઠંડી રહેશે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન આઠ ડિગ્રી થી ઓછુ થવાની પ્રબળ શક્યતાઓ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં આઠ ડિગ્રી તાપમાન થઈ શકે છે. 

4/5
image

તેમણે વધુમાં જણાવ્યું કે, આગામી તારીખ 12 થી 18 જાન્યુઆરી સુધી રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં માવઠા થવાની પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ અને ગાંધીનગરના કેટલાક વિસ્તારોમાં પણ હવામાનમાં પલટો આવશે. આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ક્યાંક છાંટા પણ પડી શકે છે.

5/5
image

સમગ્ર ઉત્તર ભારત ઠંડીની ઝપેટમાં છે. પહાડી વિસ્તારો પર બર્ફીલો પવન ફૂંકાઈ રહ્યો છે જ્યારે મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. હમણા પડેલા વરસાદ બાદ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. નવા વર્ષમાં ફરીથી એકવાર કોલ્ડવેવ અને ધુમ્મસ વચ્ચે વરસાદની ચેતવણી પણ ઉચ્ચારાઈ છે. દિલ્હી એનસીઆરમાં ગાઢ ધૂમ્મસનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જાણો આઈએમડી લેટેસ્ટ અપડેટ અને ગુજરાતના હવામાન સમાચાર.