how to apply on i khedut portal : રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા તારીખ 18 મીના રોજ સવારે 10:30 કલાકે સ્માર્ટફોન સહિત વિવિધ સહાય યોજનાના લાભનું ખેડૂત પોર્ટલ ખોલવાની જાહેરાત કરાઈ હતી. આ જાહેરાત બાદ સવારથી સાંજના પાંચ સુધી ખેડૂત પોર્ટલ નહીં ખુલતા ખેડૂતો ઓનલાઇન અરજી કરવાથી વંચિત રહ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા સ્માર્ટફોન સહાય યોજનામાં 6,000 જેટલી સહાય ખેડૂતને આપવામાં આવે છે. એ પ્રમાણે પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના પાણીના ટાંકા બાંધકામ સહાય યોજનાનો સમાવેશ કરાયો છે. આ યોજનાનો લાભ લેવા માટે તારીખ 18 જુનના રોજ સવારે 10:30 કલાકથી ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા કરવા ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું. જેથી સવારથી ખેડૂતો આધારકાર્ડ જમીનની નકલ તેમજ અન્ય પુરાવાઓ સાથે ગ્રામ પંચાયત કચેરી ખાતે ઓનલાઇન અરજીઓ કરવા માટે પહોંચ્યા હતા. પરંતુ આખો દિવસ ખેડૂત પોર્ટલ નહીં ખુલતા ખેડૂતો અકળાયા હતા. લાભની આશાએ ખેતીના કામો છોડી ઓનલાઇન અરજી કરવા ખેડૂતોએ બેસી રહેવું પડ્યું હતું. સાથે સરકારી ખેતીવાડી વિભાગના ગ્રામ સેવકો અધિકારીઓ ખેડૂત પોર્ટલ ખુલે તેની રાહ જોતા રહ્યા હતા.


ગુજરાત સરકારના મંત્રીની તબિયત લથડી, નાસ્તો કરતા સમયે વધી ગયું બીપી


પોર્ટલ અગાઉ પણ આ રીતે દગો આપી ચૂક્યું છે
પોર્ટલમાં આવેલી ખામી અંગે કિસાન કોંગ્રેસ મોરચાના ચેરમેન પાલ આંબલીયાએ જણાવ્યું કે, સબસીડાઈઝ યોજનાનો લાભ ખેડૂતોના ના લઈ શક્યા. આઈ પોર્ટલ ખેડૂત યોજનામાં ખેડૂતોને સબસિડી માટે અરજી કરવાની હોય છે. ખેડૂતોને ખેત ઓજારો, પાણીના ટાંકા, ગોડાઉન, સ્માર્ટ મોબાઈલ માટે સબસિડી મળે તે માટે અરજીઓ કરવાની હતી. ગઈકાલે 10:30 થી iportal માં અરજી કરવા ખેડૂતોએ પ્રયાસ કર્યા, પંરતુ પોર્ટલ ખુલ્યું જ નહિ. જેના કારણે આઈ પોર્ટલમાં અરજી ખેડૂતોની ના થઈ શકી. આઈ પોર્ટલના સર્વર ઓપન ન થતા ખેડૂતોની અરજીના થઈ શકે. ઓનલાઈન આઈ પોર્ટલ અગાઉ પણ આ રીતે ખેડૂતોને દગો દઈ ચૂક્યું છે. અગાઉ ખેડૂતોને મેન્યુઅલ અરજી કરી શક્તા હતા તેવી રીતે ફરી શરૂ કરવું જોઈએ. 


સોસાયટી રિડેવલપમેન્ટના ઝગડામાં રેરાનો દરવાજો ખખડાવતા પહેલા આ જાણો, બદલાયો કાયદો


18 જુન શરૂ થયું ખેડૂત પોર્ટલ 
ખેડૂતોને વિવિધ યોજના અંતર્ગત સહાય કરવા માટેનું આઈ ખેડૂત પોર્ટલ 18 જુનથી શરૂ થઈ ગયી છે. ત્રણ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ પર ત્રણ યોજનાઓ માટે ઓપન કરાયું છે. જેમા સ્માર્ટ ફોન, પાક સંગ્રહ સ્ટ્રક્ચર તથા પાણીની ટાંકાની યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ઓપન કરાયુ છે. 18 જુનથી સાત દિવસ માટે પોર્ટલ ખુલ્લુ રહેશે. જેમાં વહેલા કે પહેલાના દરે ખેડૂતોની અરજીઓ સ્વીકારાશે. બાકી રહેતી અરજીઓ વેઈટિંગમાં મૂકાશે. તબક્કાવાર વિવિધ યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલશે. આઈ ખેડૂત પોર્ટલ પર વિવિધ 36 યોજનાઓ માટે સહાય અપાય છે.


તો બીજી તરફ, રાજ્યમાં વરસાદ ખેંચાતા કેબિનેટમાં ચર્ચા શરૂ થઈ છે. પીવાના પાણી તથા સિંચાઈના પાણી મામલે ચર્ચામાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણી પર પ્રાધાન્ય અપાયું. જેમાં પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય કરાયો છે. સૌરાષ્ટ્રમાં સૌની યોજનામાંથી પાણી અપાશે. પીવાના પાણીની સાથે સિંચાઈનું પાણી આપવામાં આવશે. તો ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજનામાં સિંચાઈ માટે પાણી અપાશે. મહત્વનું છે કે. આ વર્ષે રાજ્યમાં ચોમાસાનું આગમન વહેલું થયું પરંતુ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં સ્થિર થઈ ગયું છે. જેના કારણે સામાન્ય રીતે આ સમય દરમિયાન જેટલો વરસાદ પડે છે એટલો નથી પડ્યો. વરસાદ ખેંચાવાના કારણે સરકાર પણ સક્રિય થઈ છે અને પાણી પુરું પાડવા પર કામ હાથ ધરવામાં આવ્યું છે.


આકાશમાં આ દિવસે ચંદ્ર જોવાનું ચૂકતા નહિ, લાખો વર્ષમાં એકવાર આવે છે આવો મોકો