ગુજરાત સરકારના મંત્રીની તબિયત લથડી, નાસ્તો કરતા સમયે વધી ગયું બીપી

Minister Bhikhu Singh Parmar's Health Deteriorated : મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી, ગાંધીનગરમાં ઘરે ચા-નાસ્તો કરતી વખતે એકાએક બ્લડ પ્રેશર વધી ગયું, યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરાયા
 

ગુજરાત સરકારના મંત્રીની તબિયત લથડી, નાસ્તો કરતા સમયે વધી ગયું બીપી

Gandhinagar News : રાજ્ય સરકારના મંત્રી ભીખુજી પરમારની તબિયત આજે વહેલી સવારે એકાએક લથડી જતા તેમને યુએન મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સવારે તેઓ પોતાના ઘરમાં ચા-નાસ્તો કરી રહ્યા હતા ત્યારે અચાનક તેમનું બ્લડ પ્રેશર વધી ગયું હતું. તેમજ માથામાં દુખાવો ઉપડ્યો હતો. તેથી તેઓને યુએન મહેતામાં ચેકઅપ માટે લઈ જવાયા હતા. 

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે સવારે ગુજરાત રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત લથડી લથડી હતી. છાતીમાં ગભરામણ થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. મંત્રી ભીખુસિંહ પરમાર હાલ સારવાર હેઠળ છે. અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મંત્રી ભીખુસિંહ પરમારની તબિયત સ્થિર હોવાની માહિતી મળી છે. ભીખુસિંહ પરમાર રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી છે. 

તો બીજી તરફ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક ગાંધીનગરમાં શરૂ થઈ છે. લાંબા સમય બાદ કેબિનેટ બેઠક માં રાજ્ય સરકારના રાજ્ય મંત્રી પરુષોત્તમ સોલંકી બેઠકમાં હાજર રહ્યા છે. મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકી પણ લાંબી માંદગી બાદ હાલમાં જ ગાંધીનગર પહોચ્યા હતા. નાદુરસ્ત તબિયત અને અંગત કારણોસર તેઓ ગેરહાજર રહેતા હતા. 

અગાઉ રામ મોકરિયાની તબિયત લથડી હતી

થોડા સમય પહેલા ગુજરાતના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની મતદાન બાદ તબિયત લથડી હતી. રામ મોકરિયા રાજકોટથી અમરેલી જવા નીકળ્યા હતા, તેઓ પરસોત્તમ રૂપાલાને મળવા જવા નીકળ્યા હતા. પરંતું તે પહેલા જ રામ મોકરિયાની રસ્તામાં તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં ખસેડાયા હતા. રામ મોકરિયાને આટકોટ કે.ડી પરવાડિયા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news