પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહનો આજે જન્મ દિવસ છે. તેઓ ખેડૂતોના ઉદ્ધારક અને ખેડૂત નેતા તરીકે દેશમાં જાણીતા હતા. તેમની યાદમાં તેમનો જન્મદિવસ ખેડૂત દિવસ તરીકે ઉજવાય છે. ખેડૂતોનો ઉદ્ધાર કરવા માટે તેમણે અનેક કાર્યો હાથ ધર્યા હતા. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ જેવા અનેક રાજ્યો છે કે જ્યાં ખેતી એક મુખ્ય વ્યવસાય તરીકે લોકોને રોજગારી પૂરી પાડે છે.  આઝાદી મળ્યા બાદ વર્ષો વીતી ગયા. આ વર્ષોમાં ભારત સરકારે ખેડૂતોના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરેલી છે. દેશના ખેડૂતોને આ સરકારી યોજનાઓની માહિતી હોવી ખુબ જરૂરી છે. જેથી કરીને તેઓનો વિકાસ થઈ શકે. અહીં તમને ખેડૂતો માટે કેટલીક સરકારી યોજનાઓ વિશે માહિતી આપીશું. ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1. Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN)
આ યોજના નાના અને સીમાંત ખેડૂતોને નાણાકીય મદદ પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ યોગ્યતા ધરાવતા ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની રકમ ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. આ રકમ સીધી ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાય છે. જેનો હેતુ ખેડૂતોના કૃષિ ખર્ચને ઓછો કરવાનો અને તેમને આર્થિક રીતે સશક્ત કરવાનો છે. 


2. Pradhan Mantri Fasal Bima Yojana (PMFBY)
આ યોજના ખેડૂતોને પાક ખરાબ જવાની સ્થિતિમાં વીમા કવરેજ આપે છે. કુદરતી આફતો, કીટકો કે બીમારીઓના કારણે પાકને થયેલા નુકસાનને ભરપાઈ કરવા માટે આ યોજના ખુબ લાભકારી છે. ખેડૂતોને મામૂલી પ્રીમિયમ પર વીમા સુવિધા મળે છે. જેનાથી તેમના પાક સંબંધિત જોખમો ઘટી જાય છે. 


3. Pradhan Mantri Kisan Maandhan Yojana (PM-KMY)
પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના એક એવી યોજના છે જે ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં પેન્શન અપાવે છે. આ યોજના દેશના તમામ જમીનધારક લઘુ અને સીમાંત ખેડૂતો (એસએમએફ) માટે છે. 18થી 40 વર્ષની ઉંમરવાળા માટે સ્વૈચ્છિક અને અંશદાયી પેન્શન યોજના છે. આ યોજના 9 ઓગસ્ટ 2019થી પ્રભાવી છે. યોગ્યતા ધરાવતા ખેડૂતો આ યોજનાનો ફાયદો ઉઠાવી શકે છે. જેમાં તમામ જમીન ધરાવતા નાના અને સીમાંત ખેડૂતો (એસએમએફ) મહિલા હોય કે પુરુષ, 60 વર્ષની ઉંમર થાય એટલે 3000 રૂપિયા માસિક પેન્શન મેળવે શકે તેવી જોગવાઈ છે. નાના અને સીમાંત ખેડૂતોનો અર્થ એવા ખેડૂતો જેમના સ્વામિત્વમાં સંબંધિત રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશના ભૂ અભિલેખ મુજબ 2 હેક્ટર સુધી કૃષિ યોગ્ય જમીન હોય. માસિક ભરવા યોગ્ય ફાળાની રકમ ખેડૂતોની યોજનામાં પ્રવેશની આયુના આધારે 55 રૂપિયાથી 200 રૂપિયા પ્રતિ માસ વચ્ચે હશે. 


ખેડૂતોની કેટેગરી સમજો


કેટેગરી     જમીનનો આકાર
સીમાંત      1.00 હેક્ટરથી ઓછી જમીન
નાના        1.00 - 2.00 હેક્ટર જમીન
અર્ધ મધ્યમ 2.00 – 4.00 હેક્ટર
મધ્યમ       4.00 – 10.00 હેક્ટર 
મોટા        10.00 હેક્ટર કે તેનાથી વધુ


4. Agriculture Infrastructure Fund (AIF)
આ યોજના કૃષિ ક્ષેત્રમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નાણાકીય મદદ પૂરી પાડે છે. જે હેઠળ ગોદામ, કોલ્ડ સ્ટોરેજ, પેકેજિંગ યુનિટ્સ અને અન્ય કૃષિ ઉપકરણોની સ્થાપના માટે સસ્તા દરે કરજ આપવામાં આવે છે. આ યોજના કૃષિ ઉત્પાદનોના ભંડારણ અને વિતરણને સારા બનાવવામાં મદદ કરે છે. 


5. Soil Health Card Scheme
આ યોજનાનો હેતુ ખેડૂતોને તેમની જમીનની ઉપજાઉ સ્થિતિ અને પોષક તત્વોની સ્થિતિ વિશે જાણકારી આપવાનો છે. આ યોજનામાં માટીની ગુણવત્તા તેની જરૂરિયાતો અને યોગ્ય પાકની જાણકારી આપવામાં આવે છે. તેનાથી ખેડૂતોને યોગ્ય પાકની પસંદગી કરવાની અને ખાતરોનો સંતુલિત ઉપયોગ કરવા અંગે માહિતી મળી શકે છે. 


6. કિસાન ક્રેડિટ કાર્ડ (KCC)
આ યોજના ખેડૂતોને તેમની ખેતી સંબધિત જરૂરિયાતો માટે ઓછા વ્યાજ દરે કરજ ઉપલબ્ધ કરાવે છે. કિસાન ક્રેડિટ કાર્ડના માધ્યમથી ખેડૂતો બીજ, ખાતર, કીટનાશક અને અન્ય કૃષિ સાધનોની ખરીદી માટે ધન મેળવી શકે છે. આ યોજના ઈમરજન્સીમાં ઊભી થતી નાણાકીય જરૂરિયાતોને પૂરી કરવામાં મદદરૂપ છે. આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ સંબધિત સરકારી પોર્ટલ કે સ્થાનિક કૃષિ વિભાગનો સંપર્ક કરવો જોઈએ. સરકારની આ પહેલ ખેડૂતોની આવક વધારવા માટે અને કૃષિ ક્ષેત્રમાં સુધારો લાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.