Agriculture News : કપાસ ન માત્ર આખા દેશનો, પરંતુ ગુજરાતનો પણ મહત્વનો પાક છે. દર વર્ષે ગુજરાતના હજારો ખેડૂતો કપાસની ખેતી કરે છે. ઉદ્યોગ જગતમાં તે વ્હાઈટ ગોલ્ડ તરીકે પ્રખ્યાત છે. કપાસની ખેતી કરીને ખેડૂતો સારો નફો રળી શકે છે. પરંતુ તેના માટે જરૂરી છે કે યોગ્ય પાક મળી રહે. સારો પાક ઉતરે તો ઉંચા ભાવ મળી રહે. આ માટે ખેડૂતોએ કેટલીક બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે. હકીકતમાં, કપાસના પ્લાન્ટને પોષણ આપતા મુખ્ય સ્ત્રોત મેગ્નેશિયમ છે. તે કપાસની વૃદ્ધિ અને તેની ઉપજમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પરંતુ હવે આ મહત્વનું ખનિજ પ્લાન્ટમાંથી ગાયબ થઈ રહ્યું છે. જેને કારણે છોડની હાઈટ ઓછી થઈ રહી છે અને તેના પાંદડા કપ જેવા બની જાય છે. પરંતુ કપાસની ખેતી કરનારા ખેડૂતોએ ડરવાની જરૂર નથી. આજે અમે તમને મેગ્નેશિયમની અછતથી થતા નુકસાનથી કેવી રીતે બચવું તે જણાવીશું. 
 
પાકમાં આ રીતે દેખાય છે મેગ્નેશિયમની અછતના લક્ષણ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાનનો આકાર કપ જેવો - મેગ્નેશિયમની અછતને કારણે કપાસના પાંદડાની કિનારીઓ ઉપરની તરફ ફરી જાય છે, જેનાથી તે કપના આકારની દેખાય છે. આવુ થવાથી પાંદડાનો વિકાસ અટકી જાય છે. 


અંતરશિરા હરિત રોગ - પાંદડામાં શિરાઓની વચ્ચે પીળા દાઘ લાગી જાય છે, જ્યારે શિરાઓ લીલી રહે છે. આ હંમેશા સૌથી પહેલા પાન પર જોવા મળે છે. 


પ્લાન્ટનો ગ્રોથ અટકવો - મેગ્નેશિયમની અછતથી પ્રકાશ સંશ્લેશણમાં બાધા આવે છે. જેનાથી સમગ્ર પ્લાન્ટની વૃદ્ધિ પર અસર થાય છે. અને પાક મોડો ઉતરે છે. 


ઉપજ અને ક્વોલિટીમાં અસર - મેગ્નેશિયમ ફાઈબરના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેથી તેની અછતથી પાકની ઉપજમાં તંગી આવે અને ફાઈબર નબળું અને ઓછું આવી શકે છે.  


ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 16 ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશે


મેગ્નેશિયમની ઉણપ શા માટે થાય છે?


રેતાળ જમીન: આ જમીનમાં મેગ્નેશિયમ જાળવી રાખવાની ક્ષમતા ઓછી હોય છે.
ભારે વરસાદ: ભારે વરસાદને કારણે જમીનમાંથી વધુ મેગ્નેશિયમ નીકળી શકે છે.
ખાતરોનો વધુ પડતો ઉપયોગ: કેટલાક ખાતરોનો વધુ પડતો ઉપયોગ છોડને મેગ્નેશિયમ શોષવામાં અવરોધ લાવી શકે છે.


મેગ્નેશિયમની ઉણપ નિવારણ


  • મેગ્નેશિયમના સ્તરને જાણવા અને તેને સુધારવા માટે ખાતરનો ઉપયોગ કરતા પહેલા તમારે તમારી માટીનું પરીક્ષણ કરાવવું જોઈએ.  

  • જમીનનો pH વધારવા માટે ચૂનો ઉમેરો, જે છોડ માટે મેગ્નેશિયમની ઉપલબ્ધતામાં સુધારો કરે છે.

  • એપ્સમ ક્ષાર (મેગ્નેશિયમ સલ્ફેટ) અથવા કિસેરાઇટ (મેગ્નેશિયમ સલ્ફેટ) જેવા યોગ્ય મેગ્નેશિયમ સામગ્રી સાથે ખાતર પસંદ કરો. જમીન પરીક્ષણ પરિણામો અને પાકની જરૂરિયાતોને આધારે આ ખાતરોનો ઉપયોગ કરો.

  • છોડની તાત્કાલિક સુધારણા માટે, પાંદડા પર મેગ્નેશિયમ દ્રાવણનો છંટકાવ કરો.

  • ખેતીમાં ખાતર જેવા ખાતરોનો સમાવેશ છોડમાં મેગ્નેશિયમ સુધારી શકે છે.


ગુરુ પૂર્ણિમાએ ગુજરાત સરકારની શિક્ષકોને મોટી ભેટ : જાહેર કર્યા બદલીના નિયમો