ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 16 ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશે

Gujarat Dams Overflow : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં ૫૫% જ્યારે રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩૭%થી વધુ જળસંગ્રહ

ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ 16 ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે છલકાઈ જશે

Gujarat Rains : રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં જળસંગ્રહ ૫૫ ટકાને પાર કરી ગયો છે. સરદાર સરોવરમાં હાલમાં ૧,૮૩,૬૬૦ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૫ ટકા જેટલો જળસંગ્રહ જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૧૨,૧૫૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૩૭.૮૭ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ,જળ સંપતિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

  • ગુજરાતના ૧૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ 
  • સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૨.૦૯ ટકા જળ સંગ્રહ 

આજે સવારે ૮.૦૦ કલાકના અહેવાલ મુજબ રાજ્યમાં વરસી રહેલા વરસાદના પરિણામે ૧૬ જળાશયો સંપૂર્ણ છલકાયા છે. જેમાં જામનગર જિલ્લાનો વાગડીયા, સસોઈ-૨, ફુલઝર-૧, રૂપારેલ, ઉંડ-૩, ફુલઝર-૨, ડાય-મિનસર, વોડીસંગ ડેમ, પોરબંદરના અડવાણા, કાલીન્દ્રીં, સોરઠી અને ફોદારનેશ ડેમ, દેવભૂમિ દ્વારકાના સિંધાણી, સુરેન્દ્રનગરના વાંસલ, કચ્છના કાલાધોધા તથા રોજકોટ જિલ્લાના ફોફળ-૧ ડેમ ૧૦૦ ટકા ભરાતા હાઈ એલર્ટ અપાયું છે. આ સિવાય રાજ્યના ૩૬ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૫ ડેમ ૫૦થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૫૨ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે. 

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૪૨.૦૯ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩માં ૩૯.૮૬ ટકા,મધ્ય ગુજરાતના ૧૭માં  ૩૬.૩૭, કચ્છના ૨૦માં ૨૮.૩૬ તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૬૦ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ, જળ સંપતિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.

જામનગરના જળાશયો છલકાયા
જામનગરમાં સારા વરસાદના પગલે 14 જેટલા જળાશયો છલકાયા છે. જિલ્લાના કુલ 25 માંથી 14 જેટલા જળાશયો પાણીથી છલોછલ થયા છે. ફુલઝર 1 અને 2, સપડા, ડાઈ મીણસાર, ઉન્ડ 3, રંગમતી, ફુલઝર (કો.બા ), રૂપાવટી, સસોઈ 2, રૂપારેલ, બાલંભડી, ઉમિયાસાગર, વાગડીયા અને ઉન્ડ 4 સહિતના જળાશયો પાણીથી છલોછલ થયા છે. 

વેરાવળની નદીઓ ગાંડીતૂર બની 
ગીર સોમનાથ જિલ્લાની જીવાદોરી સમાન હિરણ-૨ ૭૬% ભરાયો છે. વેરાવળ-તાલાલાના નીચાંણવાળા વિસ્તારોમાં એલર્ટ પર મૂકાયા છે. તાલાળા તાલુકાના ઉમરેઠી, માલજીંજવા, સેમરવાવ તેમજ વેરાવળ તાલુકાના ભેરાળા,મંડોર,ઇશ્વરીયા, ઇન્દ્રોઇ, નાવદ્રા, સોનારીયા, સવની, બાદલપરા, મીઠાપુર, કાજલી અને પ્રભાસ પાટણના નીચાંણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચિત કરવામાં આવ્યા છે. નદીના પટમાં અવર-જવર ન કરવાં તેમજ ઢોર ઢાંખર ન લઇ જવા કડક સુચના અપાઈ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news