UPI Payments: છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન યૂપીઆઈ વડે પેમેન્ટ કરવાનું ચલણ ખૂબ જ વધ્યું છે. સ્થિતિ એવી છે કે વર્ષ 2026-27 સુધીમાં દેશમાં રોજ એક અરબ યૂપીઆઈ પેમેન્ટ થઈ શકે છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે યૂપીઆઈ પેમેન્ટમાં વૃદ્ધિ થવાની સાથે આ સમય દરમિયાન ડિજિટલ લેનદેનમાં તેની ભાગીદારી 90 ટકા પહોંચી છે. 2022-23માં આ પ્રમાણ 75 ટકા હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


SBIની લોકરને લઈ મહત્વની જાહેરાત, 30 તારીખથી બદલી જશે આ નિયમ, યાદ રાખજો તારીખ


રીસેલમાં ઘર ખરીદતા પહેલા ચેક કરો વીજળીનું બિલ, ઘર લેનાર માટે SCનો મહત્વનો નિર્ણય


આ વનસ્પતિની ખેતી કરી બનો કરોડપતિ, 20,000 રૂપિયા પ્રતિ કિલો વેંચાય છે આ વસ્તુ


ડિજિટલ પેમેન્ટમાં ક્રાંતિ લાવનાર યૂપીઆઈની મદદથી નાણાકીય લેનદેન વર્ષ 2027 સુધીમાં 379 અરબના સ્તર સુધી પહોંચી જશે. વર્ષ 2022-23માં આ આંકડો 83.71 અરબ હતો. ભારતીય ડિજિટલ પેમેન્ટ વર્ષે 50 ટકાના દરે આગળ વધી રહ્યું છે. 2027 સુધીમાં ડિજિટલ પેમેન્ટની સંખ્યા 411 અરબના સ્તર પર પહોંચી જશે. 


ક્રેડિટ કાર્ડથી પેમેન્ટમાં ઉછાળો


ક્રેડિટ કાર્ડથી પેમેન્ટમાં પણ વધારો જોવા મળે છે. આવનારા વર્ષોમાં ક્રેડિટ કાર્ડથી લેનદેનની સંખ્યા ડેબિટ કાર્ડની સરખામણીએ વધી જશે. ક્રેડિટ કાર્ડની ફાળવણી પણ વર્ષે 21 ટકા પહોંચી છે. આગામી પાંચ વર્ષમાં તેમાં વધારો થશે. 


આ રીપોર્ટ અનુસાર યૂપીઆઈ પેમેન્ટની બાબતમાં ગ્રામ્ય વિસ્તારોએ શહેરી વિસ્તારોને પાછળ છોડી દીધા છે. 2022-23 માં મૂલ્યની દ્રષ્ટિએ યૂપીઆઈ પેમેન્ટમાં ગ્રામ્ય વિસ્તારોની ભાગીદારી 25 ટકા વધી છે. જ્યારે શહેરોની ભાગીદારી 20 ટકા રહી છે.