અમદાવાદમાં ગ્રાહકને થયો ઓનલાઈન ફૂડનો કડવો અનુભવ! મંગાવ્યું વેજ ફૂડ અને આવ્યું નોનવેજ

અમદાવાદના એક વ્યક્તિને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવામાં કડવો અનુભવ થયો છે. જી હા.. ઝોમેટોમાંથી વેજ પાલક પનીર મંગાવવામાં આવ્યું હતું, તેના બદલામાં નોનવેજ પાલક પનીર આવ્યું હતું.

અમદાવાદમાં ગ્રાહકને થયો ઓનલાઈન ફૂડનો કડવો અનુભવ! મંગાવ્યું વેજ ફૂડ અને આવ્યું નોનવેજ

ઝી બ્યુરો/અમદાવાદ: આજકાલ ઘેર બેઠાં બેઠાં મનપસંદ વિવિધ વાનગીઓ આરોગવા ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવાનો એક નવો જ ટ્રેન્ડ શરૂ થયો છે, પરંતુ અમદાવાદના એક વ્યક્તિને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવામાં કડવો અનુભવ થયો છે. જી હા.. ઝોમેટોમાંથી વેજ પાલક પનીર મંગાવવામાં આવ્યું હતું, તેના બદલામાં નોનવેજ પાલક પનીર આવ્યું હતું.

No description available.

આજકાલ ખોરાકમાં જે ભેળસેળ થઈ રહી છે, તે જોતા હવે બહાર શું ખાવું, શું મંગાવવું તે હવે મોટો પ્રશ્ન બન્યો છે. હવે તો વેજ થાળીમાં નોન-વેજ ફૂડ ઓર્ડર કરવામાં આવી રહ્યું છે. ફૂડ ડિલિવરી કંપની zomato ફરીથી વિવાદમાં આવી છે. અમદાવાદમાં રહેતા મનોજ ત્રિવેદી નામના વ્યક્તિ કે જેઓ થલતેજ વિસ્તારમાં આવેલા Sapphire green માં રહે છે. તેમણે Zomato નામની કંપની સામે આક્ષેપ કર્યા હતા. તેઓએ કહ્યું હતું કે વેજ પાલક પનીરનો ઓર્ડર કરવામાં આવ્યો હતો, પરંતુ તેના બદલામાં અમારા ઘરે નોન વેજ ફૂડ ડિલિવર કરાયું છે.

No description available.

આ ઘટનાની જાણ થયા બાદ પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે સોસિયલ મીડિયા પર અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જેમાં કેવી રીતે હોટેલોમાં વસ્તુઓ બને છે, લોકો શું મંગાવે છે અને શું મોકલવામાં આવે છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે રેસ્ટોરન્ટમાં તમને પીરસાવામાં આવતું ભોજન કેટલું ગુણવત્તાવાળું હશે? તેની કોઈને ખબર નથી.

No description available.

હાલ તો અમદાવાદના મનોજભાઈ ત્રિવેદીએ પોતાના અનુભવને સોશિયલ મીડિયામાં શેર કર્યો છે અને Zomato જવાબદાર કંપની તરીકે આ બાબતે તપાસ કરીને પગલાં લે તેવી તેમણે માગ કરી છે.

No description available.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news