વિશ્વના સૌથી ઉંચા શિવ મંદિર પર મંડરાયો ખતરો! દિવાલો પર તિરાડો પડી, એક બાજુ ઝૂક્યું...

Shiv Temple Tungnath: વિશ્વ પ્રસિદ્ધ તુંગનાથ મંદિર તાજેતરમાં ખતરામાં હોય એવું લાગી રહ્યું છે. મંદિરની દેખરેખના અભાવમાં એક તરફ ઝૂકવા લાગ્યું છે. તુંગનાથ વિશ્વનું સૌથી ઊંચું શિવ મંદિર છે. તે દરિયાની સપાટીથી આશરે 3,680 મીટર (12,073 ફીટ)ની ઊંચાઈએ આવેલું છે. તુંગનાથ મંદિર ચોપટાથી લગભગ 3.5 કિમીના ટ્રેકિંગ અંતરે છે. તે ત્રિયુગીનારાયણ મંદિર અને કેદારનાથ જેવા ધાર્મિક સ્થળો સાથે પણ જોડાયેલું છે.

વિશ્વના સૌથી ઉંચા શિવ મંદિર પર મંડરાયો ખતરો! દિવાલો પર તિરાડો પડી, એક બાજુ ઝૂક્યું...

Worlds highest Shiva temple Tungnath: વિશ્વના સૌથી ઊંચા શિવ મંદિર 'તુંગનાથ' પર હાલમાં મોટો ખતરો તોળાઈ રહ્યો છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં આવેલ તુંગનાથ મંદિર જાળવણીના અભાવે એક તરફ ઝૂકી રહ્યું છે. આ ઉપરાંત મંદિરની દિવાલોમાં તિરાડો પડી ગઈ છે. જો મંદિર પ્રત્યે ઉદાસીનતા આવી જ ચાલતી રહેશે તો મંદિરનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાશે.

મંદિરના તીર્થ પુરોહિત કૃષ્ણ બલ્લભ મૈથાનીએ ન્યૂઝ એજન્સી IANSને જણાવ્યું કે મંદિર એક તરફ ઝૂકી રહ્યું છે. ફોરેસ્ટ એક્ટ આડે આવતા હોવાથી તેનું નવીનીકરણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. તુંગનાથની દીવાલો પર મોટી તિરાડો પડી ગઈ છે અને સભા મંડપની છત પરથી પાણી ટપકી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્થાનિક તીર્થયાત્રી પુજારીઓ લાંબા સમયથી મંદિરના જીર્ણોદ્ધારની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમનું કહેવું છે કે ફોરેસ્ટ એક્ટના કારણે નિર્માણ કાર્યમાં અડચણ આવી રહી છે, જેના કારણે જીર્ણોદ્ધાર પ્રક્રિયા પર અસર પડી છે.

તીર્થ પુરોહિત કૃષ્ણ બલ્લભ મૈથાનીએ જણાવ્યું કે આ મંદિરના જીર્ણોદ્ધારમાં ફોરેસ્ટ એક્ટ આડે આવી રહ્યું છે. કોઈપણ વસ્તુ ઉપર લઈ જવામાં મુશ્કેલી પડી રહી છે. તેના માટે પેપર વર્ક કરવું પડશે. મંદિર સતત ડાબી તરફ ઝૂકી રહ્યું છે. આ પાંડવ કાળનું મંદિર છે, જેનું નિર્માણ આદિ ગુરુ શંકરાચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું. સરકારી નિયમો મુજબ અહીં કોઈ બાંધકામ થઈ શકતું નથી. સરકારી મંજુરી મેળવવા માટે એટલું બધુ કરવું પડે છે કે કામ થઈ શકતું નથી. મંદિરના નિર્માણ માટે વન વિભાગ પણ આડે આવી રહ્યું છે.

જોકે, મંદિર સમિતિએ તુંગનાથ મંદિરના જીર્ણોદ્ધાર માટે પ્રયાસો તેજ કર્યા છે. શ્રી બદ્રીનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું છે કે તેમની પાસે તુંગનાથ મંદિરમાં જમીન ધસી જવાથી થયેલા નુકસાનની માહિતી છે. તેમણે કહ્યું કે ગયા વર્ષે જિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા અને આરકે લોજિકલ સર્વે ઑફ ઈન્ડિયા દ્વારા મંદિરનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. મંદિર સમિતિને આ અહેવાલો મળ્યા છે.

તેના સિવાય સીબીઆરઆઈ રૂડકીની ટીમે તુંગનાથ મંદિરનો પણ અભ્યાસ કર્યો છે. આ ટીમોના રિપોર્ટના આધારે ટૂંક સમયમાં રિનોવેશનની કામગીરી શરૂ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે તુંગનાથ મંદિર કરોડો સનાતની અને હિન્દુ ધાર્મિક અનુયાયીઓનું આસ્થાનું કેન્દ્ર છે. મંદિરના અસ્તિત્વ પર વધી રહેલા સંકટથી ભક્તો પણ ચિંતિત છે. જોકે, મંદિર સમિતિએ ખાતરી આપી છે કે તુંગનાથ મંદિરનો જીર્ણોદ્ધાર ટૂંક સમયમાં કરવામાં આવશે.

તુંગનાથ મંદિરમાં દર વર્ષે દેશ- વિદેશમાંથી મોટી સંખ્યામાં ભક્તો મુલાકાતે આવે છે. સાવન દરમિયાન ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. દર વર્ષે વૈશાખીના તહેવાર પર મંદિરના દ્વાર ખોલવાની તારીખ જાહેર કરવામાં આવે છે. દિવાળી પછી 6 મહિના દરવાજા બંધ રહે છે. આગામી 6 મહિના સુધી પૂજા મક્કુ મઠમાં થાય છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news