નવી દિલ્હીઃ કોરોના  (Coronavirus) સંકટ અને લૉકડાઉન (Lockdown)ની વચ્ચે દેશની બેન્કિંગ વ્યવસ્તામાં સુધાર માટે સરકાર 1 એપ્રિલે બેન્કોનો વિલય  (Banks Merger)  કરી દેશે. સરકારના આ પગલાથી દેશની બેન્કિંગ વ્યવસ્થાને વધુ મજબૂતી મળશે. એપ્રિલ મહિનાની શરૂઆતમાં 10 બેન્કોનો વિલય કરીને 4 નવી બેન્ક બનાવવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયા  (United Bank of India) અને ઓરિયન્ટલ બેન્ક ઓફ કોમર્સ  (Oriental Bank of Commerce) નો વિલય પંજાબ નેશનલ બેન્કમાં કરવામાં આવ્યો છે. આ વિલય બાદ તે જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેન્ક બની ગઈ છે. જ્યારે સિન્ડિકેટ બેન્કનું કેનરા બેન્ક સાથે મર્જર થયું છે. આ સાથે અલ્હાબાદ બેન્ક  (Allahabad Bank) નું મર્જર ઇન્ડિયન બેન્ક (Indian Bank)માં થયું છે. આંધ્ર બેન્ક અને કોર્પોરેશન બેન્કનું મર્જર યૂનાઇટેડ બેન્ક ઓફ ઈન્ડિયામાં કરી દેવામાં આવ્યું છે. 


આ વિલય બાદ દેશમાં સાત મોટા આકારની બેન્ક હશે જેનો કારોબાર 8 લાખ કરોડ રૂપિયાથી વધુનો હશે. વિલય બાદ દેશમાં સાત મોટી બેન્ક, પાંચ નાની બેન્ક રહેશે. મહત્વનું છે કે વર્ષ 2017માં જાહેર ક્ષેત્રોની બેન્કોની સંખ્યા દેશમાં 27 હતી. આ સિવાય સરકારે બેન્ક ઓફ બરોડા, દેના બેન્ક અને વિજયા બેન્કનો વિલય કર્યો છે. આ ત્રણના વિલય બાદ બનનારી બેન્ક દેશની ત્રીજી સૌથી મોટી બેન્ક બની ગઈ છે. 


કોરોના વાયરસનો સામનો કરવા રતન ટાટાએ કર્યું મહાદાન, 500 કરોડ રૂપિયાની કરશે મદદ


ઉલ્લેખનીય છે કે એપ્રિલ 2017માં ભારતીય સ્ટેટ બેન્કમાં 5 સહાયક બેન્કો- સ્ટેટ બેન્ક ઓફ પટિયાલા, સ્ટેટ બેન્ક ઓફ બીકાનેર એન્ડ જયપુર, સ્ટેટ બેન્ક ઓફ મૈસૂર, સ્ટેટ બેન્ક ઓફ ત્રાવણકોર અને સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ તથા ભારતીય મહિલા બેન્કનો વિલય થયો હતો. દેશમાં કોરોનાને કારણે આ વિલયને કેટલાક સમય માટે સ્થગિત કરવાની અફવા સાંભળવામાં આવી રહી હતી. પરંતુ સરકારે સ્પ્ષ્ટ કર્યું કે, કોરોના વાયરસ કે લૉકડાઉનની વિલય પર કોઈ અસર પડશે નહીં. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર