કોરોના વાયરસનો સામનો કરવા રતન ટાટાએ કર્યું મહાદાન, 500 કરોડ રૂપિયાની કરશે મદદ

કોર્પોરેટ દિલેરીનું સૌથી મોટું ઉદાહરણ રજૂ કરનાર ટાટા ટ્રસ્ટે શનિવારે કોવિડ-19 (CoronaVirus) વિરૂદ્ધ લડાઇ લડવા માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી. ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન એન ટાટાએ કહ્યું કે ભારત અને દુનિયામાં હાલ સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે  અને તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. 
કોરોના વાયરસનો સામનો કરવા રતન ટાટાએ કર્યું મહાદાન, 500 કરોડ રૂપિયાની કરશે મદદ

મુંબઇ: કોર્પોરેટ દિલેરીનું સૌથી મોટું ઉદાહરણ રજૂ કરનાર ટાટા ટ્રસ્ટે શનિવારે કોવિડ-19 (CoronaVirus) વિરૂદ્ધ લડાઇ લડવા માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત કરી. ટાટા ટ્રસ્ટના ચેરમેન રતન એન ટાટાએ કહ્યું કે ભારત અને દુનિયામાં હાલ સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે  અને તાત્કાલિક કાર્યવાહીની જરૂર છે. 

ટાટાએ કહ્યું કે ''આ અત્યંત કઠિન સમયમાં હું માનું છું કે માનવ જાતિ સામે ઉભેલી એક મોટો કઠિન પડકાર કોવિડ-19 સંકટ સામે લડવાની જરૂરિયાતોને પુરી કરવા માટે તાત્કાલિક ઇમરજન્સી સંસાધનો લગાવવાની જરૂર છે. 

તેમણે આ વાયરસ વિરૂદ્દ લડાઇ માટે 500 કરોડ રૂપિયાની જાહેરાત સાથે તમામ પ્રભાવિત સમુદાયોને બચવા અને સશક્ત કરવાનો સંકલ્પ લીધો. 

આ રકમનો ઉપયોગ અગ્રિમ મોરચા પર ઉભેલા ડોક્ટરોની રક્ષા માટે ખાનગી ઉપકરણ, સારવાર માટે રેસ્પારેટરી સિસ્ટમ, કેપિટા તપાસની સંખ્યા વધારવા માટે ટેસ્ટિંગ કિટ્સ, સંક્રમિત દર્દીઓની સારવાર માટે મોડ્યુલર ટ્રીટમેન્ટ ફેસિલિટી સ્થાપિત કરવા, સ્વાસ્થ્યકર્મીઓ તથા સામાન્ય નાગરિકોના જ્ઞાન પ્રબંધન તથા ટ્રેનિંગ માટે કરવામાં આવશે. 

તેમણે કહ્યું કે ટાટા ટ્રસ્ટ, ટાટા સન્સ અને ટાટા ગ્રુપ ઓફ કંપનીઝે આ સંકટનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ સ્થાનિક અને વૈશ્વિક ભાગીદારી તથા સરકાર સાથે મળીને સંયુકત સાર્વજનિક સ્વાસ્થ્ય સહકારિતા મંચ બનાવ્યું છે, જે વંચિત અને નબળા વર્ગના લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. 

ટાટાએ એક નિવેદનમાં કહ્યું કે ''અમે સભ્ય સંગઠનોના તે દરેક વ્યક્તિના પ્રત્યે અત્યંત આભારી છીએ અને તેમના પ્રત્યે અપાર આદર રાખીએ છીએ, જેમણે આ મહામારી સાથે લડવાની માટે પોતાની જીંદગી અને સુરક્ષાને જોખમમાં મુકી છે.
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news