દિલ્હીથી અમદાવાદ સહિત આ 15 શહેરો માટે દોડશે ટ્રેનો, અહીંથી કરી શકશો ટિકીટ બુકિંગ, જાણો કેટલું હશે ભાડું
ભારતીય રેલવે (Indian Railways)એ રવિવારે આંશિક રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ કહ્યું કે તેની યોજના 12મેથી તબક્કાવાર રીતે યાત્રી ટ્રેન સેવાઓ શરૂ કરવાની છે અને શરૂઆતમાં સિલેક્ટેડ માર્ગો પર 15 જોડી ટ્રેન (અપ-એન્ડ-ડાઉન મળીને 30 ટ્રેન) દોડાવવામાં આવશે.
નવી દિલ્હી: ભારતીય રેલવે (Indian Railways)એ રવિવારે આંશિક રેલ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ કહ્યું કે તેની યોજના 12મેથી તબક્કાવાર રીતે યાત્રી ટ્રેન સેવાઓ શરૂ કરવાની છે અને શરૂઆતમાં સિલેક્ટેડ માર્ગો પર 15 જોડી ટ્રેન (અપ-એન્ડ-ડાઉન મળીને 30 ટ્રેન) દોડાવવામાં આવશે. ભારતીય રેલવેએ કહ્યું કે શરૂઆતમાં તમામ 15 રાજધાની ટ્રેનોના માર્ગો પર એસી સેવાઓ શરૂ થશે અને તેનું ભાડું સુપર-ફાસ્ટ ટ્રેનોની સમાન હશે. રેલવેએ કહ્યું કે આ ટ્રેનોમાં સીટો બુકિંગ કરાવનાર મુસાફરોને ટ્રેન ઉપડવાના એક કલાક પહેલાં સ્ટેશન પર પહોંચવું પડશે.
ફસાયેલા શ્રમીકોને ઘરે પહોંચાડવા મોટો પડકાર, રેલમંત્રી પીયૂષ ગોયલે રાજ્યોને કરી અપીલ
IRCTC પર આજથી બુકિંગ શરૂ
રેલવેએ કહ્યું કે સ્ટેશનો પર ટિકીટ બુકિંગ બારી બંધ રહેશે. પ્લેટફોર્મ ટિકીટ સહિત કોઇ કાઉન્ટર ટિકીટ આપવામાં નહી આવે. ઓનલાઇન ફક્ત આઇઆરસીટીસી પર સોમવારેને (11મે) સાંજે 4 વાગ્યાથી શરૂ થઇ જશે. કાઉન્ટર પર કોઇ ટિકીટ નહી મળે. સ્વાસ્થ્ય તપાસ સાથે સંકળાયેલી પ્રક્રિયાઓ રેલવે સ્ટેશન પર જ પુરી કરવામાં આવશે. મુસાફરોએ માસ્ક પહેરવું અનિવાર્ય રહેશે. તમામ મુસાફરોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. સ્ક્રીનિંગ બાદ ફક્ત તે લોકોને ટ્રેનમાં ચઢવાની અનુમતિ હશે જેમને વાયરસથી સંક્રમણના કોઇ લક્ષણ જોવા નહી મળે. રેલવેના અનુસાર કેટરિંગની સુવિધા નહી મળે.
ટ્રેન સેવા બાદ હવે ફ્લાઇટ પણ થશે શરૂ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે બુકિંગ
આ 15 રૂટ પર દોડશે ટ્રેન
આ ટ્રેન નવી દિલ્હી સ્ટેશનથી ડિબ્રૂગઢ, અગરતલા, હાવડા, પટના, બિલાસપુર, રાંચી, ભુવનેશ્વર, સિકંદરાબાદ, બેંગલુરૂ, ચેન્નઇ, તિરૂઅનંતપુરમ, મડગાંવ, મુંબઇ સેટ્રલ, અમદાવાદ અને જમ્મૂ માટે રવાના થશે. કોવિડ-19 રાષ્ટ્રવ્યાપી લોકડાઉન (Lockdown) 25 માર્ચથી જ તમામ સેવાઓ બંધ છે.
અધિકારીએ જણાવ્યું હતું કે શ્રમિક ટ્રેનોથી વિરૂદ્ધ આ ટ્રેનોના ડબ્બામાં તમામ 72 સીટો પર બુકિંગ થશે અને તેના ભાડમાં કોઇપણ પ્રકારની છૂટની સંભાવના પણ નથી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રમિક સ્પેશિયલ ટ્રેનોમાં એક ડબ્બામાં વધુમાં વધુ 54 મુસાફરોને મુસાફરી કરવાની પરવાનગી છે. બુકિંગ ફક્ત આઇઆરસીટીસીની વેબસાઇટ દ્વારા કરવામાં આવશે.
બુકિંગ દરમિયાન પ્રાપ્ત ટિકિટો પર 'શું કરો અને શું ન કરો' સ્પષ્ટપણે લખવામાં આવ્યું હશે. તેમાં દિશા-નિર્દેશ પણ સામેલ હશે. જેમ કે ઓછામાં ઓછા એક કલાક પહેલાં રેલવે સ્ટેશન પર પહોંચવું, સ્ટેશન પર મેડિકલ તપાસ થશે, કોરોના વાયરસના સંક્રમણ સાથે જોડાયેલા અન્ય પ્રોટોકોલ, માસ્કનો ફરજિયાત ઉપયોગ તથા આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી વગેરે. ફક્ત માન્ય બુકિંગ ટિકિટધારકોને રેલવે સ્ટેશનમાં પ્રવેશની અનુમતિ હશે. યાત્રા દરમિયાન ટ્રેન ખૂબ ઓછા સ્ટેશનો પર ઉભી રહેશે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube