ટ્રેન સેવા બાદ હવે ફ્લાઇટ પણ થશે શરૂ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે બુકિંગ

લાંબા સમય બાદ આખરે કેન્દ્ર સરકારે ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન ઘણા લોકો આશા લગાવીને બેઠા છે કે કદાચ ફ્લાઇટોને પણ શરૂ કરવામાં આવે. ચિંતા ના કરો, હવે ફ્લાઇટો માટે પણ વધુ સમય રાહ નહી જોવી પડે.

ટ્રેન સેવા બાદ હવે ફ્લાઇટ પણ થશે શરૂ, જાણો ક્યારથી શરૂ થઇ શકે છે બુકિંગ

નવી દિલ્હી: લાંબા સમય બાદ આખરે કેન્દ્ર સરકારે ટ્રેન સેવા શરૂ કરવાની જાહેરાત કરી દીધી છે. આ દરમિયાન ઘણા લોકો આશા લગાવીને બેઠા છે કે કદાચ ફ્લાઇટોને પણ શરૂ કરવામાં આવે. ચિંતા ના કરો, હવે ફ્લાઇટો માટે પણ વધુ સમય રાહ નહી જોવી પડે. કેન્દ્ર સરકાર જલદી જ ફ્લાઇટ સેવા શરૂ કરી શકે છે.

18 મેથી ફ્લાઇટો શરૂ થવાની આશા
જી હા. કેન્દ્ર સરકાર આગામી 1-2 દિવસમાં ફ્લાઇટ્સ શરૂ કરવાની જાહેરાત કરી શકે છે. રવિવારે સિવિલ એવિએશન મિનિસ્ટ્રીના સચિવ પ્રદિપ સિંહ ખરોલાએ દિલ્હી એરપોર્ટમાં સુરક્ષા વ્યવસ્થાની તપાસ કરી છે. સૂત્રોનું કહેવું છે કે સરકાર 18મેથી એરપોર્ટ ખોલવાની જાહેરાત કરી શકે છે. 

આ સુરક્ષા ઉપાય હોઇ શકે છે અનિવાર્ય
કેસ સાથે જોડાયેલા એક અન્ય અધિકારીનું કહેવું છે કે એરપોર્ટ ખોલવામાં આવશે, પરંતુ કેટલાક સુરક્ષાના નવા નિયમ જોડાઇ શકે છે. જોકે એરપોર્ટમાં તમારા માસ્ક અને મોજા હરજિયાત પહેરવા પડી શકે છે. આ ઉપરાંત પ્રવેશ માટે આરોગ્ય સેતુ એપ (Aarogya Setu App) અને ડોક્ટર પાસે કોરોના (Coronavirus) હોવાનું સર્ટિફિકેટ બતાવવું પડી શકે છે. સાથે જ ચેક-ઇન કાઉન્ટરની લાઇનથી લઇને પ્લેનમાં બેઠક સુધી 4 મીટરનું અંતર ફરજિયાત હોઇ શકે છે. 

તમને જણાવી દઇએ કે ગત અઠવાડિયે જ સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ સંકેત આપ્યા હતા કે એરપોર્ટ પણ જલદી ખોલવામાં આવી શકે છે. જોકે તેમણે એ પણ કહ્યું હતું કે પહેલાં તબક્કામાં ગ્રીન ઝોનવાળા શહેરોમાં જ તેની સહરૂઆત થઇ શકે છે. હાલ સરકારે એરપોર્ટ ખોલવા સંબંધી કોઇ જાહેરાત કરી નથી પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે અથવા કાલે તેની જાહેરાત થઇ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news