લેવી હોય તો જલ્દી લઈ લો... 1 એપ્રિલથી આ 17 કાર થાય છે બંધ
દેશમાં 1 એપ્રિલ, 2023થી વાહનો માટે નવા ઉત્સર્જન નિયમ લાગુ થવા જઈ રહ્યા છે જેના કારણે- હાલની 17 લોકપ્રિય કાર બંધ થશે. આ યાદીમાં નાની કારથી લઈને SUV સુધીની દરેક કાર સામેલ છે. આપને જણાવી દઈએ કે નવો નિયમ RDE તરીકે ઓળખાય છે જેને રિયલ ટાઈમ ડ્રાઈવિંગ એમિશન કહેવાય છે. તેને BS6 ઉત્સર્જન નિયમના તબક્કા 2 તરીકે પણ માનવામાં આવે છે.
દેશમાં 1 એપ્રિલ, 2023થી વાહનો માટે નવા ઉત્સર્જન નિયમ લાગુ થવા જઈ રહ્યા છે જેના કારણે- હાલની 17 લોકપ્રિય કાર બંધ થશે. આ યાદીમાં નાની કારથી લઈને SUV સુધીની દરેક કાર સામેલ છે. આપને જણાવી દઈએ કે નવો નિયમ RDE તરીકે ઓળખાય છે જેને રિયલ ટાઈમ ડ્રાઈવિંગ એમિશન કહેવાય છે. તેને BS6 ઉત્સર્જન નિયમના તબક્કા 2 તરીકે પણ માનવામાં આવે છે.
આ નિયમના કારણે હવે વાહન ઉત્પાદકોએ ડીઝલ વાહનો બંધ કરવા પડશે. માત્ર ડીઝલ જ નહીં પેટ્રોલ કાર પણ બંધ થશે, તેમાં પણ કેટલાક ફેરફાર થશે. અહીં અમે 17 કારની સંપૂર્ણ યાદી શેર કરી રહ્યા છીએ જે એપ્રિલ 2023થી બંધ થઈ જશે.
રિયલ ટાઈમ ડ્રાઈવિંગ એમિશન શું છે?
અત્યાર સુધી ભારતમાં વાહનોના ઉત્સર્જન લેવલનું લેબમાં પરીક્ષણ થતું હતું. પરંતુ જ્યારે કાર રસ્તા પર ચલાવવામાં આવે છે, ત્યારે તેનું ઉત્સર્જન લેવલ વધી જાય છે. હવે, સરકારે ફોર-વ્હીલર પેસેન્જર અને કોમર્શિયલ વાહનોના ઉત્સર્જન લેવલને સતત ચેક કરવાનો નિયમ બનાવ્યો છે. આ માટે વાહનોમાં વિવિધ ડિવાઈસ લગાવવામાં આવશે.
મોંઘી પડે છે હોમ લોન? આ રીતે વ્યાજના પૈસા બચાવો, મેળવી શકશો ડબલ ફાયદો
ત્રણ વર્ષ માટે વધારવામાં આવી સરકારની યોજના, ફ્રી વિજળી અને સબસિડીનો મળે છે લાભ
નિર્મલાએ આપ્યો ઝટકો! લઘુમતીઓનું બજેટ ઘટતાં ભાજપ નેતા ભરાયા, 2000 કરોડનો ઘટાડો કરાયો
એડવાંસ એમિશન નોર્મ્સ પર ખરા ઉતરવા માટે વાહનોમાં એક ડિવાઈસ લગાવવામાં આવશે જે ચાલતી ગાડીઓમાં એમિશન લેવલનું ધ્યાન રાખશે. હવે જો કાર કંપનીઓ આવું કરશે તો તેની પ્રોડક્શન કોસ્ટ પર અસર પડશે અને કારની કિંમતો વધી જશે. આવામાં ઘણી કંપનીઓ તેમની કારને બંધ કરવાનું વિચારી રહી છે.
17 કાર થઈ જશે બંધ
Maruti Suzuki Alto 800
Hyundai i20 Diesel
Hyundai Verna Diesel
Tata Altroz Diesel
Honda City 4th Gen
Honda City 5th Gen Diesel
Honda Amaze Diesel
Honda Jazz
Honda WR-V
Marazzo
Mahinda Alturas G4
Mahindra KUV100
Skoda Octavia
Skoda Superb
Renault Kwid 800
Nissan Kicks
Toyota Innova Crysta Petrol
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube