PM- KUSUM Scheme: ત્રણ વર્ષ માટે વધારવામાં આવી સરકારની યોજના, ફ્રી વિજળી અને સબસિડીનો મળે છે લાભ
PM- KUSUM Scheme અંતર્ગત સોલર પ્લાન્ટ લગાવવાના ટારગેટને પૂરો કરવા માટે આ યોજનાને ત્રણ વર્ષ માટે વધારી દેવામાં આવી છે. તે અંતર્ગત ફ્રી વિજળી અને પૈસા કમાવવાની તક આપવામાં આવે છે.
Trending Photos
નવી દિલ્લી: કેન્દ્ર સરકારની પોતાની એક યોજનાની ડેડલાઈન 3 વર્ષ માટે વધારી દેવામાં આવી છે. આ યોજના અંતર્ગત ગામડાના વિસ્તારમાં સોલાર પ્લાન્ટ લગાવવામાં આવે છે. સોલાર પ્લાન્ટની મદદથી કિસાન ફ્રી વિજળીનો લાભ ઉઠાવી શકો છો. અને પૈસા પણ કમાઈ શકો છો. આ યોજના પ્રધાનમંત્રી કિસાન ઉર્જા સુરક્ષા અને ઉત્તમ મહાભિયાન યોજના છે.
2019માં શરૂ કરવામાં આવી હતી યોજના:
એક સત્તાવાર નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે કે પીએમ કુસુમ યોજનાને હવે માર્ચ 2026 સુધી વધારી દેવામાં આવી છે. કોવિડ-19 મહામારીના કારણે આ યોજના પ્રભાવિત થઈ હતી. જેના કારણે તેને 3 વર્ષ વધારી દેવામાં આવી છે. કેન્દ્ર સરકાર તરફથી આ યોજનાને 2019માં શરૂ કરવામાં આવી હતી. સરકારે આ યોજના અંતર્ગત 2022 સુધી 30,800 મેગાવોટ સોલાર એનર્જી પેદા કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. જ્યારે સરકારે આ યોજનામાં 34,422 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની યોજના બનાવી હતી.
3 વર્ષ માટે યોજના રિન્યૂ કરાઈ:
ન્યૂ અને રિન્યુએબલ એનર્જી મંત્રી આરકે સિંહે કહ્યું કે મંત્રાલયે યોજનાનુ મૂલ્યાંકન કર્યુ હતું. જેમાં માહિતી સામે આવી છે કે આ કોવિડ અનિશ્વિતતાના કારણે અત્યાર સુધી પ્રભાવિત થઈ છે. એવામાં આ યોજનાને 3 વર્ષ માટે વધારવામાં આવી છે. હાલમાં અનેક રાજ્યો તરફથી તેને વધારવાની માગણી કરવામાં આવી હતી.
શું છે પીએમ કુસુમ યોજના:
સોલાર એનર્જીને બુસ્ટ કરવા માટે 2019માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને આ યોજના ખેડૂતો માટે શરૂ કરવામાં આવી છે. જેથી તે સોલારની મદદથી વિજળી ઉત્પન્ન કરી શકે. પોતાના અને આજુબાજુના ખેતરોાં સિંચાઈ પણ કરી શકે.
પીએમ કુસુમ યોજના પૈસા મળશે:
આ એક એવી યોજના છે જે અંતર્ગત વિજળી ઉત્પન્ન કરીને સરકારને વિજળી પર યુનિટના હિસાબથી વેચીને પૈસા કમાઈ શકો છો. આ યોજનાથી સોલાર પ્લાન્ટ લગાવવા પર કેન્દ્ર સરકાર ખેડૂતોને 90 ટકા સુધી સબસિડી પણ આપે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે