નવી દિલ્હી: આજે 2019નો પ્રથમ દિવસ છે. દરેક જણ નવા વર્ષને લઇને ઉત્સાહિત છે. આજથી દિવસ, મહિનો અને વર્ષ બધુ જ બદલાઇ જશે. એવામાં કેટલાક નિયમ છે, તે પણ નવા વર્ષે બદલાઇ જશે, જેની સીધી અસર તમારા પર પડશે. એટલા માટે નવા વર્ષથી બદલાયેલા નિયમોને જાણવા જરૂરી છે. નિયમો વિશે જાણકારી હશે તો તમે ઘણા પ્રકારની સમસ્યાઓથી બચી જશો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

1.GST લાગૂ થતાં પહેલાવાળી વસ્તુઓ વેચવાની અંતિમ તારીખ 31 ડિસેમ્બર છે. એટલા માટે જે દુકાનદારો પાસે જૂનો સ્ટોક છે, તેમને સ્ટોક ક્લિયર કરવાનો 31 ડિસેમ્બર છેલ્લો દિવસ હતો, એટલા માટે વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરશે. ખરીદદારો માટે આ સારી તક છે. 


2. નવા વર્ષમાં ટાટા, મારૂતિ, ફોક્સવેગન સહિત બધી કારોની કિંમતમાં વધારો થવાનો છે. નવા વર્ષમાં બધી ગાડીઓની કિંમત 40 હજાર રૂપિયા સુધી વધી જશે. 

PM મોદી કાલથી શરૂ કરાશે મોટી યોજના, બેરોજગારોને ચપટી વગાડતાં મળી જશે નોકરી!


3. 1 જાન્યુઆરીથી વ્હીકલ એક્સીડેન્ટ કેસમાં વીમાની રકમ 1 લાખથી વધીને 15 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલા માટે IRDAI એ બધી વીમા કંપનીઓને સર્કુલર જાહેર કર્યું છે. સર્કુલર અનુસાર, એક્સીડેન્ટના કેસમાં મોટર ઇંશ્યોરન્સને વધીને 15 લાખ સુધી કરી દેવામાં આવ્યો છે. આ પ્રીમિયમ 750 રૂપિયા સુધી નક્કી કરવામાં આવ્યો છે. 31 ડિસેમ્બર સુધે દ્રિચક્રી વાહનના મામલે 1 લાખ અને કોમર્શિયલ અથવા પ્રાઇવેટ કારોના મામલે 2 લાખ રૂપિયા મળે છે. 

જો તમારી પાસે પણ છે આ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ તો આજે જ બદલી દો, આવતીકાલથી થઇ જશે બંધ


4. RBI અનુસાર, 1 જાન્યુઆરીથી જૂના મેગ્નેટિક કાર્ડ કામ કરવાનું બંધ કરી દેશે. એટલા માટે તમારી પાસે પણ મેગ્નેટિક કાર્ડ છે તો બેંક જઇને તેને બદલી લો અને ચિપવાળું કાર્ડ ઇશ્યૂ કરાવો. 


5. જો તમે ફાઇનાશિયલ ઇયર 2017-18 માટે અત્યાર સુધી ઇનકમ ટેક્સ રિટર્ન કર્યું નથી તો આજે આ કામ પુરૂ કરી લો. આમ નહી કરો તો 5000 ની જગ્યાએ 10000 પેનલ્ટી ભરવી પડશે.

YEAR ENDER 2018 : બિઝનેસ ક્લાસના આ ચર્ચિત ચહેરા બની ગયા 'ઠગ', ડુબાડી કંપની


6. શું તમે પણ જૂની ચેકબુકનો ઉપયોગ કરી રહ્યા છો? જો હા તો બેંક જઇને તમારા માટે CTS ચેકબુક ઇશ્યૂ કરાવો. નવીવઍળી ચેકબુકની ઓળખ છે કે તેની ડાબી તરફ CTS-2010 લખ્યું હોય છે. 


7. 31 ડિસેમ્બર બાદ સ્ટેટ બેંક હોમ લોનના નિયમો પણ ફેરફાર કર્યા છે. 31 ડિસેમ્બર સુધી હોમ લોન માટે એપ્લાઇ કરવા પર કોઇ પ્રોસેસિંગ ફી ભરવી નહી પડે. 1 જાન્યુઆરીથી પ્રોસેસિંગ ફી ભરવી પડશે.