7th pay commission da hike: કેન્દ્રીય કર્મચારીઓને મોટી ખુશખબરી મળવા જઈ રહી છે. તેમના મોંઘવારી ભથ્થામાં જોરદાર ઉછાળો આવવાનો છે. અત્યાર સુધી મોંઘવારી ઈન્ડેક્સમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. જો કે આ વધારો હાલ ગણતરીમાં લેવાશે નહીં.  આ માટે જુલાઈ 2024 સુધી રાહ જોવી પડશે. કારણ કે જાન્યુઆરીથી જૂનના મોંઘવારી ઈન્ડેક્સના આંકડા નક્કી કરશે કે આવનારા સમયમાં DA માં કેટલો વધારો થશે. અત્રે જણાવવાનું કે હવેથી લગભગ ત્રણ દિવસ બાદ જૂન 2024ના AICPI ઈન્ડેક્સ આંકડા બહાર પડવાના છે. તેમાં સારો ઉછાળો આવે તેવી શક્યતા છે. આવામાં આવનારા સમયમાં મોંઘવારી ભથ્થામાં સારો ઉછાળો જોવા મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે આ AICPI ઈન્ડેક્સના આંકડા?
લેબર બ્યુરોએ AICPI ઈન્ડેક્સના 4 મહિનાના આંકડા જાહેર કર્યા છે. જેમાં 0.6 અંકની તેજી જોવા મળી છે. જો કે આ એવરેજ છે. ડિસેમ્બર 2023માં ઈન્ડેક્સનો નંબર 138.8 અંકની સરખામણીએ એપ્રિલ 2024 સુધી 139.4 અંક પર પહોંચી ગયો છે. હવે 30 જૂનના રોજ મેના નંબર બહાર પડશે. આ સાથે જ જુલાઈમાં જૂનના આંકડા પણ જાહેર થશે. અત્યાર સુધીના આંકડામાં મોંઘવારી ભથ્થાનો સ્કોર વધીને 52.43 ટકા સુધી પહોંચી ગયો છે. આ અગાઉ મહિનામાં તે 51.95 ટકા પર હતો. જો કે તેનો ફાઈનલ આંકડો 31 જુલાઈ 2024 સુધીમાં આવશે. આંકડા બાદ ગણતરી થશે કે મોંઘવારી ઈન્ડેક્સની વધતી ગતિથી મોંઘવારી ભથ્થામાં કેટલો ઉછાળો આવશે. 


3 ટકા વધી શકે છે મોંઘવારી ભથ્થું
સાતમા પગાર પંચ હેઠળ પગાર લેનારા કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા ખુશખબર છે કારણ કે જાન્યુઆરી 2024થી જૂન 2024 સુધીના સમય માટે તેમના મોંઘવારી ભથ્થાની જાહેરાત સપ્ટેમ્બર સુધીમાં થઈ જશે. તેમાં 3 ટકાનો વધારો થઈ શકે છે. હાલ દર 50 ટકા છે. જે જાન્યુઆરી 2024થી લાગૂ છે. તેમાં 4 ટકાનો વધારો જાન્યુઆરી 2024થી લાગૂ છે. ત્યારબાદ આગામી રિવિઝન જુલાઈ 2024 માટે થશે જેની જાહેરાત પણ ત્યારબાદ જ થશે. પરંતુ નંબર્સના ટ્રેન્ડથી અંદાજો લગાવવામાં આવ્યો છે કે આ વખતે 3 ટકા મોંઘવારી  ભથ્થું વધશે. કુલ 53 ટકાના દરથી નવું મોંઘવારી ભથ્થું લાગૂ થશે. 


53 ટકા થશે ડીએ તો શું થાય?
ચર્ચા હતી કે સાતમા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું જેવું 50 ટકાનો માર્ક ક્રોસ કરશે કે મોંઘવારી ભથ્થાને શૂન્ય કરી દેવાશે. તેનો અર્થ એ થયો કે મોંઘવારી ભથ્થાની ગણતરી 0થી શરૂ  થશે અને 50 ટકા પ્રમાણે જેના જેટલા પૈસા થશે તેને બેઝિક સેલેરીમાં મર્જ કરી દેવામાં આવશે. જો કે સરકારે પહેલા સ્પષ્ટ કરી દીધુ હતું કે એવો કોઈ પ્રસ્તાવ તેમની પાસે નથી અને ન તો એવો કોઈ નિયમ બનાવવામાં આવ્યો છે. વર્ષ 2016માં સાતમું પગાર પંચ લાગૂ  કરતી વખતે તેને શૂન્ય કરવામાં આવ્યું હતું. કારણ કે તે વખતે મોંઘવારી ભથ્થાને માંપનારા ઈન્ડેક્સના બેઝ યરને બદલીને 2016 કરવામાં આવ્યું હતું. 


મોંઘવારી ભથ્થું શૂન્યા કરવાનો કોઈ નિયમ ખરો?
જ્યારે પણ નવું પગાર પંચ લાગૂ કરવામાં આવે છે ત્યારે કર્મચારીઓને મળનારા ડીએને મૂળ પગારમાં જોડી દેવાય છે. જાણકારોનું કહેવું છે કે આમ તો નિયમ કર્મચારીઓને મળનારા પૂરા ડીએને મૂળ વેતનમાં જોડવો જોઈએ પરંતુ એવું થઈ શકતું નથી. નાણાકીય પરિસ્થિતિ આડે આવે છે. જો કે વર્ષ 2016માં એવું કરાયું હતું. પરંતુ તે વર્ષે તેનું બેઝ યર બદલવામાં આવ્યું હતું. હવે બેઝ યર બદલવાની કોઈ જરૂર નથી. તે પહેલા વર્ષ 2006માં જ્યારે છઠ્ઠું પગાર પંચ આવ્યું તો તે સમયે પાંચમા પગાર પંચમાં ડિસેમ્બર સુધી 187 ટકા ડીએ મળતું હતું. સમગ્ર ડીએ મૂળ પગારમાં મર્જ કરાયું હતું. આથી છઠ્ઠા પગાર પંચનો ગુણાંક 1.87 હતો. ત્યારે નવું વેતન  બેન્ડ અને નવો ગ્રેડ વેતન પણ બનાવવામાં આવ્યા. પરંતુ તેને આપવામાં ત્રણ વર્ષ લાગ્યા હતા. 


(અહેવાલ સાભાર- સહયોગી વેબસાઈટ ઝી બિઝનેસ હિન્દી)