નવી દિલ્હીઃ મોંઘવારી ભથ્થાની આતૂરતાપૂર્વક રાહ જોઈ રહેલાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને દશેરા પહેલાં મોટી ભેટ મળી શકે છે. બુધવારે યોજાનારી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેરાત થઈ શકે છે. બુધવારે સવારે 10.30 કલાકે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાશે. ત્યારબાદ સરકાર સત્તાવાર મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી શકે છે. સરકાર કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3થી 4 ટકાનો વધારો કરી શકે છે. અત્યારે કેન્દ્રીય કર્ચારીઓને 50 ટકાના દરે મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. સરકાર ડીએ વધારવાની જાહેરાત ઓક્ટોબરમાં કરશે પરંતુ તેને 1 જુલાઈથી લાગૂ કરવામાં આવશે. ઓક્ટોબરના મહિનામાં 3 મહિનાનું એરિયર આવશે. સાથે દિવાળી બોનસ પણ આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય કર્મચારીઓનું ડીએ 54 ટકા થઈ જશે
સરકાર ડીએને 50 ટકાથી વધારી 54 ટકા કરી શકે છે. આ વર્ષે માર્ચ 2024માં પણ સરકારે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. દર છ મહિને ડીએની સમીક્ષા થાય છે. જાહેરાત જ્યારે પણ થાય તેને લાગૂ 1 જાન્યુઆરી અને 1 જુલાઈથી કરવામાં આવે છે.


આ પણ વાંચોઃ Stocks to BUY: લાલચોળ બજારમાં તમારા મારા માટે રૂપિયાની હરિયાળી બની શકે છે આ 5 શેર!


કેન્દ્રીય કર્મચારીનો પગાર વધશે
કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એક જરૂરી ભાગ છે, જે ઓલ ઈન્ડિયા કંઝ્યુમર પ્રાઇઝ ઈન્ડેક્સ (AICPI) ની એવરેજ પર આધારિત હોય છે. જો આ વખતે 3 ટકા ડીએ વધે છે, તો જેનો બેસિક પગાર 18000 રૂપિયા છે. તેનું મહિને ડીએ 9000 રૂપિયાથી વધી 9540 રૂપિયા થઈ જશે. જો 4 ટકાનો વધારો થાય તો તે 9720 સુધી પહોંચી શકે છે. 


તહેવારોની સીઝનમાં રાહતની આશા
ઓક્ટોબરમાં થનાર ડીએ વધારાની જાહેરાતથી કર્મચારીઓ અને પેન્શનરોને તહેવારોની સીઝનમાં રાહત મળવાની આશા છે. મોંઘવારીથી પરેશાન કર્મચારીઓને તેનો સીધો ફાયદો મળશે. સરકારનું ધ્યાન અત્યારે મોંઘવારી ભથ્થું વધારવા અને મોંઘવારીને નિયંત્રિત કરવા પર છે, પરંતુ સાથે આઠમાં પગાર પંચને લઈને પણ ચર્ચા ચાલી રહી છે.