7th Pay Commission DA Hike Calculation: કેન્દ્રીય કર્મચારીઓ તરફથી મોંઘવારી  ભથ્થામાં વધારાના નિર્ણયની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. કેબિનેટની 1 માર્ચે  થનારી બેઠકમાં આ અંગે નિર્ણય લેવાય તેવી શક્યતા છે. આ વખતે મોંઘવારી ભથ્થું (Dearness allowance) અને મોંઘવારી રાહત 4 ટકા વધે તેવી આશા સેવાઈ રહી છે. જો  આ નિર્ણય લેવાય તો આ સાથે જ તે વધીને 42 ટકા થઈ જશે. માર્ચના પગારમાં કર્મચારીઓને વધેલા ડીએ અને એરિયર એમ બંનેનો ફાયદો મળશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો!
કેન્દ્રીય કર્મચારીઓને પગાર સાથે જાન્યુઆરી અને ફેબ્રુઆરી બંનેમાં ડીએ મળશે. AICPI ના આંકડા સ્પષ્ટ છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે. સૂત્રોનું માનીએ તો જાન્યુઆરી 2023થી ડીએ વધીને 42 ટકા થઈ જશે. જેનો ફાયદો 52 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 60 લાખ પેન્શનર્સને થશે. નેશનલ કાઉન્સિલ ઓફ જેસીએમ (JCM) ના સેક્રેટરી શિવ ગોપાલ મિશ્રા કહે છે કે સાતમા પગાર પંચ (7th Pay Commission DA Hike) હેઠળ મળનારું મોંઘવારી ભથ્થું (DA) હાલ 38 ટકા છે. જે આ વખતે વધીને 42 ટકા થશે. 


કેટલો વધશે પગાર
7માં પગાર પંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થા અને પેન્શનર્સના મોંઘવારી રાહત ભથ્થાની ગણતરી બેઝિક સેલેરીની આધારે થાય છે. દાખલા તરીકે જો કોઈનો બેઝિક પગાર 25000 રૂપિયા હોય તો તેને 25 હજાર પર 42 ટકા DA મળશે. એટલે કે 25,000નું 42 ટકા ડીએ 10,500 રૂપિયા થાય. આ આધાર પર અન્ય કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં પણ વધારો થશે. તમે પણ તમારી બેઝિક સેલરી અંગે જાણકારી મેળવીને તેની ગણતરી કરી શકો છો. 


આ છે ગણતરી....


Level 1 Basic pay : 18000 રૂપિયા
42 ટકા DA એટલે કે 7560 રૂપિયા પ્રતિ મહિને


Level 1 Basic pay : 25,000 રૂપિયા
42 ટકા DA એટલે 10500 રૂપિયા મહિને


6.5 કરોડ નોકરિયાતો માટે છે મોટા સમાચાર, જાણી લેજો કેટલો ફાયનલ થઈ રહ્યો છે વ્યાજદર


Layoff: વૈશ્વિક સ્તરે લોકોની નોકરીઓ પર તોળાઈ રહ્યું છે જોખમ, હવે આ કંપનીમાં છટણી


7th pay commission: સરકારી કર્મચારીઓને જલસા! બાબુઓને મળશે 2 લાખ રૂપિયા


પગારમાં આવશે આટલું અંતર
સાતમા પગાર પંચ હેઠળ જો તમારો બેઝિક પે 18,000 રૂપિયા  હશે તો તમને 38 ટકા પ્રમાણે 6840 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે. પરંતુ મોંઘવારી  ભથ્થું 42 ટકા થાય તો 7560 રૂપિયા DA થઈ જશે. એ જ રીતે જો તમારો બેઝિક પગાર 25,000 રૂપિયા છે તો તમને હાલ 9500 રૂપિયા મોંઘવારી  ભથ્થું મળતું હશે. ડીએ 42 ટકા થતા 10,500 રૂપિયા મોંઘવારી ભથ્થું થઈ જશે. 


(ખાસ નોંધ- અહીં વધેલા ડીએની ગણતરી ઉદાહરણ સ્વરૂપે લેવામાં આવી છે. ડીએ વધવાથી અન્ય ભથ્થા ઉપર પણ અસર થતી હોય છે. આવામાં ફાઈનલ કેલ્ક્યુલેશનમાં અંતર આવી શકે છે. )