PF Interest: 6.5 કરોડ નોકરિયાતો માટે છે મોટા સમાચાર, જાણી લેજો કેટલો ફાયનલ થઈ રહ્યો છે વ્યાજદર

આ બાબતે ETના અહેવાલમાં જણાવાયું છે કે સરકાર નાણાકીય વર્ષ 2022-23 માટે PF થાપણો પર વ્યાજ દર લગભગ 8 ટકા રાખી શકે છે, જે પાછલા નાણાકીય વર્ષની લગભગ સમાન છે. 

PF Interest: 6.5 કરોડ નોકરિયાતો માટે છે મોટા સમાચાર, જાણી લેજો કેટલો ફાયનલ થઈ રહ્યો છે વ્યાજદર

નવી દિલ્હીઃ કરોડો નોકરીયાતોને ટૂંક સમયમાં આંચકો લાગી શકે છે. કર્મચારીઓને મળતા PF (PF ઈન્ટરેસ્ટ ક્રેડિટ) પરના વ્યાજ દરોમાં ઘટાડો થઈ શકે છે. સમાચાર અનુસાર, સરકાર નાણાકીય વર્ષ 2022-23 (FY23) માટે PF થાપણો પર વ્યાજ દર લગભગ 8 ટકા રાખી શકે છે. જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે 2021-22 માટે PF પર 8.1 ટકા વ્યાજ દરને મંજૂરી આપી હતી.

આ બાબતે ETના અહેવાલમાં જણાવાયું છે કે સરકાર નાણાકીય વર્ષ 2022-23 માટે PF થાપણો પર વ્યાજ દર લગભગ 8 ટકા રાખી શકે છે, જે પાછલા નાણાકીય વર્ષની લગભગ સમાન છે. એવું કહેવામાં આવ્યું છે કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO)ની કમાણી પર કામ કરવામાં આવી રહ્યું છે.

એક મહિનાની અંદર સીબીટીની બેઠક
અહેવાલો અનુસાર, EPFOના સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની વ્યાજ દર અંગે નિર્ણય લેવા માટે આ મહિનાના અંતમાં અથવા માર્ચની શરૂઆતમાં મળવાની અપેક્ષા છે. આ પછી 2022-23ની કમાણીના આધારે, ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ અને ઓડિટ સમિતિ દ્વારા તેની ભલામણ કરવામાં આવશે.

2021-22 માટે વ્યાજ દર 4 દાયકામાં સૌથી નીચા સ્તરે પહોંચી ગયો 
નાણાકીય વર્ષ 2021-22 માટે, સરકારે EPF થાપણો પર 4 દાયકાનો સૌથી ઓછો વ્યાજ દર 8.1 ટકા મંજૂર કર્યો હતો. EPF પર 8.1 ટકા વ્યાજ દર 1977-78 પછી સૌથી નીચો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા માર્ચ 2021માં નાણાકીય વર્ષ 2020-21 માટે EPF થાપણો પર 8.5 ટકાનો વ્યાજ દર નક્કી કરવામાં આવ્યો હતો.

CBT શું છે
CBT એ EPFOની ત્રિપક્ષીય સંસ્થા છે જેમાં સરકાર, કર્મચારીઓ અને એમ્પ્લોયરોના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે અને CBTનો નિર્ણય EPFO ​​માટે બંધનકર્તા છે. જેનું નેતૃત્વ શ્રમ મંત્રી કરે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news