7th Pay Commission: નવા વર્ષની ભેટ, આ રાજ્યના 17 લાખ કર્મચારીઓનો વધશે પગાર
લાંબા સમયથી સાતમા પગાર પંચની ભલામણોની રાહ જોઇ રહેલા મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. રાજ્ય સરકારે પોતાની કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગ પર મોહર લગાવી દીધી છે અને નવા વર્ષ પહેલાં સાતમા પગાર પંચની ભલામણોને લાગૂ કરવાની મંજૂરી આપી દીધી છે. પગાર પંચની ભલામણોને દેવેંદ્વ ફડણવીસ કેબિનેટે ગુરૂવારે મંજૂરી આપી છે. આ નિર્ણયનો રાજ્ય સરકારના 17 લાખ કર્મચારીઓને મળશે.
અહસાન અબ્બાસ/ નવી દિલ્હી: લાંબા સમયથી સાતમા પગાર પંચની ભલામણોની રાહ જોઇ રહેલા મહારાષ્ટ્રના સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર છે. રાજ્ય સરકારે પોતાની કર્મચારીઓની લાંબા સમયથી ચાલી રહેલી માંગ પર મોહર લગાવી દીધી છે અને નવા વર્ષ પહેલાં સાતમા પગાર પંચની ભલામણોને લાગૂ કરવાની મંજૂરી આપી દીધી છે. પગાર પંચની ભલામણોને દેવેંદ્વ ફડણવીસ કેબિનેટે ગુરૂવારે મંજૂરી આપી છે. આ નિર્ણયનો રાજ્ય સરકારના 17 લાખ કર્મચારીઓને મળશે.
ફાયદાના સમાચાર: મોદી સરકારનો મોટો ફેંસલો, ઓછું થશે વિજબિલ, લાગશે સ્માર્ટ પ્રિપેડ મીટર
20 હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડશે
એક અનુમાન અનુસાર સાતમું પગાર પંચ લાગૂ થયા બાદ મહારાષ્ટ્ર સરકારના ખજાના પર 20 હજાર કરોડ રૂપિયાનો વધારાનો બોજો વધી જશે. તમને જણાવી દઇએ કે મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારી લાંબા સમયથી સાતમા પગાર પંચની ભલામણો અનુસાર પગાર આપવાની માંગ કરી રહ્યા હતા. જોકે હજુ સુધી એ સ્પષ્ટ થઇ શક્યું નથી કે પગાર વધારો ક્યારથી લાગૂ થશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં પગારમાં થયેલો વધારો જાન્યુઆરી 2019થી લાગૂ થવાની વાત કહેવામાં આવી રહી છે. તો બીજી તરફ કેટલાક રિપોર્ટ્સમાં કર્મચારીઓને ગત ત્રણ વર્ષનું એરિયર આપવાની વાત કહેવામાં આવી રહી છે.
બેંક કર્મચારીઓની હડતાળ બાદ નવા વર્ષે ભારત બંધની તૈયારી, 8-9 જાન્યુઆરીએ થશે 'મહા હડતાળ'
આ પહેલાં ઓક્ટોબરમાં બિહાર સરકારે રાજ્ય કર્મચારીઓ, પેંશનધારકો અને પારિવારિક પેંશનધારકોના મોંઘવારી ભથ્થું/રાહત દર 7 થી વધારીને 9 ટકા કરી દીધું. બિઝારમાં નવી દરોને 1 જુલાઇ 2018થી લાગૂ કરી દેવામાં આવ્યું છે. આ નિર્ણય બાદ બિહાર સરકારના ખજાના પર 419 કરોડ રૂપિયાનો વધારાનો બોજો પડ્યો છે. થોડો દિવસો પહેલાં સમાચાર આવ્યા હતા કે કેંદ્વ સરકાર પણ પોતાના કર્મચારીઓને જલદી ભેટ આપી શકે છે. 1 એપ્રિલ 2019થી કર્મચારીઓના પ્રમોશનની રીત સરળ બનાવવામાં આવી શકે છે.