7th pay commission: મળશે ગૂડ ન્યૂઝ, કેન્દ્રીય કર્મચારીઓની બેસિક સેલેરી વધશે, 18000ની જગ્યાએ થશે 27000 રૂપિયા!
7th Pay Commission latest news: કર્મચારીઓ માટે દર છ મહિનામાં મોંઘવારી ભથ્થાનું રિવિઝન થાય છે. પરંતુ 7માં પગાર પંચ (7th Pay Commission) હેઠળ તેમાં એક શરત જોડવામાં આવી છે. શરત છે કે જ્યારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 50 ટકા પાર કરશે તો તેને બેસિક સેલેરીમાં મર્જ કરી દેવામાં આવશે.
7th Pay Commission latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે આવનારો સમય ખુબ સારો રહી શકે છે. ઘણી ભેટ તેની રાહ જોઈ રહી છે. વર્ષ 2023માં તેના પગારમાં વધારાને લઈને તૈયારીઓ શરૂ થઈ જશે. પરંતુ વધુ એક મોટી ભેટ તેને કોઈ પ્લાનિંગ વગર મળશે, તે છે મોંઘવારી ભથ્થુ. તે દર વર્ષે મળે છે અને આગળ પણ મળતું રહેશે. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવશે જ્યારે વર્ષ 2024 આવશે. અહીંથી કર્મચારીઓના પગારમાં મોટો વધારો જોવા મળશે. તેની પાછળ એક કારણ છે. સરકારે વર્ષ 2016માં એક નોટિફિકેશન જાહેર કર્યું હતું, જેમાં કહેવામાં આવ્યું હતું કે મોંઘવારી ભથ્થુ 50 ટકા ક્રોસ થવા પર કર્મચારીઓ માટે તેને શૂન્ય કરી દેવામાં આવશે અને 50 ટકા ડીએના પૈસા બેસિક સેલેરીમાં એડ કરી દેવામાં આવશે. આવો આ નિયમ સમજીએ અને તેનાથી કર્મચારીઓના પગારમાં કેટલો વધારો થશે.
જાન્યુઆરીમાં વધશે 4 ટકા મોંઘવારી ભથ્થુ (DA Hike)
કેન્દ્રીય કર્મચારીઓને જુલાઈ 2022થી 38 ટકા મોંઘવારી ભથ્થુ મળી રહ્યું છે. હવે તેનું આગામી રિવિઝન જાન્યુઆરી 2023માં થવાનું છે. તેના આંકડા આવવાના શરૂ થઈ ગયા છે. જુલાઈથી સપ્ટેમ્બર સુધીના મોંઘવારી ભથ્થાના આંકડા આવી ગયા છે. નવેમ્બરના અંતમાં ઓક્ટોબરના આંકડા પણ આવી જશે. તેનાથી સ્પષ્ટ છે કે હવે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ શકે છે. નિષ્ણાંતો પ્રમાણે વિશ્વમાં મોંઘવારી સતત વધી રહી છે. પરંતુ ભારતમાં તેને કાબુ કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ ગ્લોબલ ઇન્ફ્લેશન હજુ પણ ખુબ ઉપર છે. આ વચ્ચે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારા બાદ કુલ મોંઘવારી ભથ્થુ 42 ટકા થઈ જશે.
આ પણ વાંચોઃ આ છે દુનિયાના સૌથી મોંઘા શાકભાજી, જેની સોના-ચાંદી સાથે થાય છે તુલના
50 ટકા ડીએ થવા પર થશે મર્જર
કર્મચારીઓ માટે દર છ મહિનામાં મોંઘવારી ભથ્થાનું રિવિઝન થાય છે. પરંતુ 7માં પગાર પંચ હેઠળ તેમાં એક શરત જોડવામાં આવી છે. શરત છે કે જ્યારે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 50 ટકાને પાર કરશે તો તેને બેસિક સેલેરીમાં મર્જ કરી દેવામાં આવશે અને મોંઘવારી ભથ્થા એટલે કે ડીએને શૂન્ય કરી દેવામાં આવશે. 50 ટકા મોંઘવારી થવા પર મોંઘવારી ભથ્થાના રૂપમાં કર્મચારીઓને જે પૈસા મળી રહ્યાં હશે, તેને બેસિક સેલેરીમાં જોડી દેવામાં આવશે. લેવલ-3ના કર્મચારીઓની ન્યૂનતમ બેસિક સેલેરી 18000 રૂપિયા છે, માની લો કે ડીએ વધીને 50 ટકા પહોંચી જાય તો કર્મચારીને ભથ્થાના રૂપમાં 9000 રૂપિયા મળશે. આ 9000 રૂપિયાની રકમ બેસિક સેલેરીમાં જોડી દેવામાં આવે તો કર્મચારીની બેસિક સેલેરી 27000 રૂપિયા થશે અને અહીં મોંઘવારી ભથ્થુ શૂન્ય થશે.
ક્યારે થાય છે મોંઘવારી ભથ્થુ શૂન્ય?
નવા પગારપંચ લાગૂ થવા પર કર્મચારીઓને મળનાર ડીએને મૂળ વેતનમાં જોડી દેવામાં આવે છે. નિષ્ણાંતો પ્રમાણે, કર્મચારીઓને મળનાર ડીએને 100 ટકા મૂળ વેતનમાં જોડવામાં આવશે. વર્ષ 2016માં સરકારે નિયમોમાં ફેરફાર કર્યો. વર્ષ 2016માં જ્યારે છઠ્ઠું પગાર પંચ આવ્યું તો તે સમયે પાંચમાં પગારપંગમાં ડિસેમ્બર સુધી 187 ટકા ડીએ મળી રહ્યું હતું. આ ડીએ મૂળ વેતનમાં મર્જ કરવામાં આવ્યું હતું. તેથી છઠ્ઠા પગારપંચનો ગુણાંક 1.87 હતો. ત્યારે નવા પગાર બેન્ડ અને નવો ગ્રેડ પે પણ બન્યો હતો. પરંતુ તેને આપવામાં ત્રણ વર્ષ લાગી ગયા હતા. 7માં પગાર પંચમાં પણ આમ કરવામાં આવ્યું. હવે 8માં પગાર પંચની ભલામણો 2024માં આવવાની છે, ત્યારે ફરી આ થવાની આશા છે.
આ પણ વાંચોઃ હવે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ કરી શકે છે 10,000 કર્મચારીઓની છટણી!
DA શૂન્ય થવા પર કેટલો વધશે પગાર?
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube