Alphabet Layoffs: હવે ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ કરી શકે છે 10,000 કર્મચારીઓની છટણી!
Google Layoff Plan: અમેરિકામાં એક બાદ એક ટેક કંપનીઓ ગ્લોબલ આર્થિક સંકટને ધ્યાનમાં રાખી કર્મચારીઓની છટણી કરી રહી છે. આ લાઇનમાં હવે આલ્ફાબેટ પણ સામેલ થઈ ગઈ છે.
Trending Photos
નવી દિલ્હીઃ Alphabet Layoffs: ગૂગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટ (Alphabet) પોતાના 10,000 કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. મેટા (Meta), એમેઝોન (Amazon), ટ્વિટર (Twiiter), અને સેલ્સફોર્સ બાદ આલ્ફાબેટ છટણી કરશે. માનવામાં આવી રહ્યું છે કે કંપની પોતાના કુલ વર્કફોર્સના 6 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી શકે છે.
એક રિપોર્ટ પ્રમાણે ગૂગલ ખરાબ પરફોર્મંસ કરનાર કર્મચારીઓને ન્યૂ રેન્કિંગ અને પરફોર્મંસ ઇમ્પ્રૂવમેન્ટ પ્લાન ( New Ranking And Improvement Plan) હેઠળ 10 હજાર જેટલા કર્મચારીઓને બહાર કરી શકે છે. નવી પરફોર્મંસ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા આગામી વર્ષની શરૂઆતમાં એવા કર્મચારીઓને બહાર કરવામાં આવશે જેનું પ્રદર્શન સારૂ રહ્યું નથી. મેનેજર આ કર્મચારીઓ માટે રેટિંગ્સનો ઉપયોગ કરી શકે છે, જેથી તેને બોનસ અને સ્ટોક ગ્રાન્ટ ન આપવી પડે.
આ નવી સિસ્ટમ દ્વારા એવા 6 ટકા એટલે કે 10,000 કર્મચારીઓને અલગ કેટેગરીમાં રાખવાનું કહેવામાં આવ્યું છે, જેનું પ્રદર્શન સારૂ રહ્યું નથી. આલ્ફાબેટમાં આશરે 1,87,000 કર્મચારી કામ કરે છે. અમેરિકી સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમીશન (SEC) ફાઇલિંગ પ્રમાણે આલ્ફાબેટમાં કામ કરનાર કર્મચારીઓનો એવરેજ પગાર 2,95,884 છે.
અમેરિકી અર્થવ્યવસ્થા ( United States Economy) પર સંકટ અને મંદીની આશંકાને કારણે 2022ના ત્રીજા ક્વાર્ટરમાં આલ્ફાબેટનો નફો 27 ટકા ઘટી 13.9 અબજ ડોલર રહ્યો છે. જ્યારે રેવેન્યૂ 6 ટકા વધીને 69.1 અબજ ડોલર રહ્યું છે. હાલમાં આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યુ હતુ કે તે આલ્ફાબેટને 20 ટકા વધુ સક્ષણ બનાવશે. પોતાના આ નિવેદન દ્વારા તેમણે છટણીનો સંકેત આપ્યો હતો. રિપોર્ટ પ્રમાણે જે લોકોને કાઢવાના છે તેમાંથી કેટલાક લોકોને આલ્ફાબેટે નવી ભૂમિકામાં અરજી કરવા માટે 60 દિવસનો સમય આપ્યો છે. ગૂગલે નવી ભરતી બંધ કરી દીધી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે