Most Expensive Vegetable: આ છે દુનિયાના સૌથી મોંઘા શાકભાજી, જેની સોના-ચાંદી સાથે થાય છે તુલના

World's Most Expensive Vegetables: દેશમાં જ્યારે શાકના ભાવ બજેટથી બહાર થઈ જાય ત્યારે કહેવામાં આવે છે કે શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. શાકના ભાવમાં આગ લાગી છે. ઘણીવાર તો ડુંગળીના વધેલા ભાવને કારણે સરકાર પણ મુશ્કેલીમાં આવી જાય છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં કેટલાક શાકભાજી એવા મોંઘા છે કે તમે આટલી કિંમતમાં તમારી પત્ની કે ગર્લફ્રેન્ડને ગોલ્ડ જ્વેલરી પણ અપાવી શકો. જાણો એવા ક્યા શાકભાજી છે જેની તુલના સોના-ચાંદી સાથે થઈ રહી છે. 
 

જાપાની પાલક

1/6
image

આ ખાસ અને પૌષ્ટિક Yamashita Spinach નું ઉત્પાદન જાપાનની રાજધાની ટોક્યોમાં થાય છે. આ પાંદળાવાળી ભાજીનું ઉત્પાદન કરવા માટે વર્ષોના ધૈર્યની જરૂર હોય છે. તેની કિંમત 13 ડોલર પ્રતિ પાઉન્ડ છે, એટલે કે ભારતીય મુદ્રામાં 1 કિલો પાલક ખરીદવા માટે તમારે એક હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. 

સૌથી મોંઘા બટેટા

2/6
image

શું તમે 500 ગ્રામ એટલે કે અડધો કિલો બટાટા ખરીદવા માટે 24,000 રૂપિયા ખર્ચ કરવાનું વિચારી શકો છો? નહીં પરંતુ આટલા મોંઘા બટેટાનું ઉત્પાદન ફ્રાન્સમાં થાય છે. પશ્ચિમી ફ્રાન્સમાં આ ખાસ બટેટા ઉગે છે, જેની કિંમત આશરે 24000 રૂપિયા પ્રતિ કિલો છે. આટલા મોંઘા હોવાને કારણે તે ઓછા મળે છે. ઈડિવાના એક રિપોર્ટ પ્રમાણે આ મોંઘા બટેટાનું ઉત્પાદન એક વર્ષમાં લગભગ 100 ટન થાય છે. તેનો સ્વાદ અદ્ભુત હોય છે. 

મશરૂમ

3/6
image

દુનિયામાં સૌથી મોંઘા મશરૂમને લઈને થનારી ચર્ચા ક્યારેય પૂરી થવાની નથી. હકીકતમાં કેટલાક વિદેશી ખેડૂત તાઇવાની યાર્ત્સા ગુનબુને સૌથી મોંઘુ મશરૂમ માને છે, તો ઘણા વેજિટેબલ ફાર્મર જાપાની માત્સુટેકને મોંઘુ માને છે. આ તસવીરમાં જોવા મળતા ખાસ મશરૂમની કિંમત ભારતીય મુદ્દામાં આશરે અઢી લાખ રૂપિયા પ્રતિ કિલો છે. આ શ્રેણીના અન્ય મોંઘા મશરૂમમાં યુરોપિયન વ્હાઇટ ટ્રફલ, મોરેલ અને ચેન્ટરેલ સામેલ છે. 

પિંક લેટ્યૂસ

4/6
image

આ શાકનું નામ Pink Lettuce છે. તેને pink radicchio નામથી પણ ઓળખવામાં આવે છે. તેનો સ્વાદ થોડો કડવો હોય છે. આ 10 ડોલર પ્રતિ પાઉન્ડ પ્રમાણે વેચાઈ છે. ભારતીય મુદ્રામાં તેની કિંમત લગભગ 1600 રૂપિયા છે. 

વસાબી રૂટ

5/6
image

તેની ખેતી માત્ર ઉત્તરી જાપાન, ચીન, કોરિયા, તાઇવાન અને ન્યૂઝીલેન્ડમાં થાય છે. આ કોઈ સામાન્ય વસાબી રૂટ નથી. તેનો સ્વાદ અનોખ અને શાનદાર છે. આ પ્રકારની 1/2 કિલો વસાબી ખરીદવા માટે તમારે 5 હજાર રૂપિયાનો ખર્ચ કરવો પડશે. 

દુનિયાનું સૌથી મોંઘુ શાક- હોપ શૂટ

6/6
image

આ તસવીરને ધ્યાનથી જુઓ કારણ કે આ દુનિયાનું સૌથી મોંઘુ શાક છે. આકરે આ શાકમાં એવું શું ખાસ છે? તો આવો તમને જણાવીએ કે દુનિયાના આ મોંઘા શાક વિશે, જેનું નામ `Hop Shoots` છે. આ શાક આકારમાં નાનું હોય છે. તેનું કટિંગ કરવું ખુબ મુશ્કેલ છે. વિશ્વના ઘણા માર્કેટમાં તેનો ભાવ 80 હજારથી 85 હજાર રૂપિયા પ્રતિ કિલો હોય છે.