Good News: કેન્દ્રીય કર્મચારીઓનું DA થશે 31 ટકા, વધુ 3% નો થશે વધારો, થઈ ગયું CONFIRM
7th Pay Commission Latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બરમાં માત્ર (Dearness Allowance) જ નહીં વધે. પરંતુ એલાઉન્સમાં પણ વધારો થશે.
નવી દિલ્હીઃ 7th Pay Commission Latest news: કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ છે. આવનારા દિવસોમાં હવે મોંઘવારી ભથ્થામાં વધુ 3 ટકાનો વધારો થશે. આ CONFIRM થઈ ગયું છે. મતલબ સ્પષ્ટ છે કે આ વર્ષના અંત સુધી મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થશે અને કુલ મોંઘવારી ભથ્થુ (DA) વધીને 31 ટકા થઈ જશે. જુલાઈથી મોંઘવારી ભથથા (DA Hike) ને વધારી 28 ટકા કરી દેવામાં આવ્યું છે. તેમાં 11 ટકા પાછલા ત્રણ વધારાને જોડવામાં આવ્યા છે, જેને મે 2020માં ફ્રીઝ કરી દેવામાં આવ્યા હતા.
ડીએમાં થશે વધુ 3 ટકાનો વધારો
જુલાઈથી 28 ટકા ડીએ મળવાનું છે. સપ્ટેમ્બરના પગારની સાથે તેની ચુકવણી થવાની છે. પરંતુ આ વચ્ચે સારા સમાચાર છે કે જૂન 2021 માટે વધનારા મોંઘવારી ભથ્થાનો રસ્તો સાફ થઈ ગયો છે અને તેમાં 3 ટકાનો વધારો નક્કી છે. 3 ટકા વધ્યા બાદ કુલ ડીએ 31 ટકા થઈ જશે. તેનો ફાયદો 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને થશે.
આ પણ વાંચોઃ ડબલ IPO સાથે ઓગસ્ટની શરૂઆત, રોકાણકારોને મળશે રૂપિયા કમાવાની શાનદાર તક
AICPI ના આંકડાથી થયું સ્પષ્ટ
લેબર મિનિસ્ટ્રીના જૂન 2021ના AICPI ના આંકડાને જુઓ તો ઇન્ડેક્સમાં 1.1 પોઈન્ટનો વધારો થયો છે, જેથી તે 121.7 પર પહોંચી ગયું છે. તેવામાં જૂનમાં 4 ટકા ડીએ વધવાની સંભાવના ઓછી છે. પરંતુ 3 ટકાનો વધારો નક્કી છે. મોંઘવારી ભથ્થુ (Dearness Allowance news) માં 4 ટકાના વધારા માટે AICPI IW નો આંકડો 130 પોઈન્ટ હોવો જોઈએ. પરંતુ હાલ આ વધીને 121.7 પર પહોંચી ગયો છે. હવે જૂન 2021માં મોંઘવારી ભથ્થુ ત્રણ ટકા વધી શકે છે.
નિષ્માંતો પ્રમાણે આંકડાથી સ્પષ્ટ છે કે મોંઘવારી ભથ્થુ 31.18 ટકા થશે. પરંતુ DA નું કેલકુલેશન રાઉન્ડ ફિગરમાં થાય છે. તેવામાં ડીએ 31 ટકા થશે. સપ્ટેમ્બરથી મળનાર 28 ટકા અને જૂન 2021માં થનાર ડીએના વધારાને ભગો કરો તો તે 31 ટકા થશે. પરંતુ તેની જાહેરાત ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે.
આ પણ વાંચોઃ Jio ના 5 શાનદાર પ્લાન, એક દિવસમાં યૂઝ કરી શકો અનલિમિડેટ ડેટા, સાથે મળશે ખાસ સુવિધા
કેટલો થશે પગાર?
- 28% મોંઘવારી ભથ્થા પર ગણતરી
બેસિક સેલેરી - 18,000 રૂપિયા
મોંઘવારી ભથ્થુ (28%) - 5,040 રૂપિયા પ્રતિ મહિના
મોંઘવારી ભથ્થુ (17%) - 3,060 રૂપિયા પ્રતિ મહિના
કુલ મોંઘવારી ભથ્થુ વધ્યુ - 1980 રૂપિયા પ્રતિ મહિના
વાર્ષિક પગાર- 1980*12 = 23760 રૂપિયા
- મોંઘવારી ભથ્થા પર ગણતરી
બેસિક સેલેરી- 18,000 રૂપિયા
મોંઘવારી ભથ્થુ (31%) - 5,580 રૂપિયા પ્રતિ મહિના
મોંઘવારી ભથ્થુ (17%) - 3,060 રૂપિયા પ્રતિ મહિના
કુલ મોંઘવારી ભથ્થુ વધ્યુ - 2520 રૂપિયા પ્રતિ મહિના
વાર્ષિક પગાર- 2520*12 = 30240 રૂપિયા
નોટઃ આ અનુમાનના આધાર સેલેરી પર છે, તેમાં HRA જેવા એલાઉન્સ જોડાયા બાદ ફાઇનલ સેલેરી બની જશે.
બીજા એલાઉન્ટમાં પણ મળશે ફાયદો
કેન્દ્રીય કર્મચારીઓ માટે સપ્ટેમ્બરમાં માત્ર મોંઘવારી ભથ્થુ નહીં વધે. પરંતુ બીજા એલાઉન્સ પણ વધશે. જેમાં ટ્રાવેલ એલાઉન્સ, સિટી એલાઉન્ટ, પ્રોવિડન ફંડ અને ગ્રેચ્યુઇટીમાં પણ મોટો વધારો થવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube