Jio ના 5 શાનદાર પ્લાન, એક દિવસમાં યૂઝ કરી શકો અનલિમિડેટ ડેટા, સાથે મળશે ખાસ સુવિધા

કંપની પાછલા દિવસોમાં Jio Freedom પ્લાન લઈને આવી હતી. કંપનીનું કહેવું છે કે આ પ્લાન્સ યૂઝર્સને દરરોજની ડેટા લિમિટથી આઝાદી અપાવે છે. એટલે કે યૂઝર્સને આ પ્લાનમાં મળનાર કુલ ડેટામાંથી દરરોજ ગમે એટલો ડેટા યુઝ કરી શકે છે. 

Updated By: Aug 1, 2021, 11:16 AM IST
Jio ના 5 શાનદાર પ્લાન, એક દિવસમાં યૂઝ કરી શકો અનલિમિડેટ ડેટા, સાથે મળશે ખાસ સુવિધા

નવી દિલ્હીઃ રિલાયન્સ જીયો (Reliance Jio) પોતાના યૂઝર્સની અનુકુળતા માટે સતત નવા-નવા રિચાર્જ પ્લાન લાવી રહી છે. કંપની પાછલા દિવસોમાં Jio Freedom પ્લાન લઈને આવી હતી. કંપનીનું કહેવું છે કે આ પ્લાન્સ યૂઝર્સને દરરોજની ડેટા લિમિટથી આઝાદી અપાવે છે. એટલે કે યૂઝર્સને આ પ્લાનમાં મળનાર કુલ ડેટામાંથી દરરોજ ગમે એટલો ડેટા યુઝ કરી શકે છે. આ પ્લાનમાં દરરોજ ઉપયોગ થનારા ડેટાની કોઈ લિમિટ નથી. તો આવો જાણીએ ક્યા છે જીયોના 5 દમદાર પ્લાન...

127 રૂપિયાવાળો પ્લાન ફ્રી કોલિંગ અને 12GB ડેટા
રિલાયન્સ જીયોના 127 રૂપિયાવાળા આ પ્લાનની વેલિડિટી 15 દિવસની છે. પ્લાનમાં યૂઝર્સને ટોટલ 12GB ડેટા મળે છે. પ્લાનમાં કોઈપણ નેટવર્ક પર ફ્રી કોલિંગનો ફાયદો મળે છે. જીયોના આ નો ડેલી ડેટા લિમિટવાળા પ્લાનમાં દરરોજ 100 એસએમએસનો ફાયદો મળે છે. પ્લાનમાં જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

આ પણ વાંચોઃ આ છે Reliance Jio નો સૌથી સસ્તો પ્લાન, માત્ર 3.19 રૂપિયામાં મળશે 1GB ડેટા

247 રૂપિયાવાળો પ્લાન ફ્રી કોલિંગ અને 25GB ડેટા
રિલાયન્સ જીયોના 247 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને 30 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં ટોટલ 25GB ડેટા મળે છે. યૂઝર્સ પ્લાનમાં દરરોજ મળનાર ડેટાનો ઉપયોગ કરી શકે છે. આ પ્લાનમાં અનલિમિડેટ ફ્રી કોલિંગની સુવિધા પણ મળે છે. સાથે દરરોજ 100 એસએમએસ મોકલવાની સુવિધા મળે છે. આ પ્લાનમાં પણ જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

447 રૂપિયાવાળો પ્લાન, 60 દિવસની વેલિડિટી અને 50GB ડેટા
Reliance Jio ના ફ્રીડમ પ્લાન્સમાં 447 રૂપિયાવાળો પ્લાન પણ છે. આ પ્લાનમાં યૂઝર્સને 60 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં કુલ  50GB ડેટા મળે છે. તમે એક દિવસમાં અનલિમિડેટ ડેટાનો ઉપયોગ કરી શકો છો. રિલાયન્સ જીયોના આ પ્લાનમાં ફ્રી કોલિંગ અને 100  SMS નો ફાયદો મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

આ પણ વાંચોઃ Airtel નો 79 રૂપિયાવાળો પ્લાન vs Jio નો 75 રૂપિયાવાળો પ્લાન, જાણો ક્યા પ્લાનમાં મળશે વધુ ફાયદો

597 રૂપિયાનો પ્લાન 90 દિવસની વેલિડિટી
રિલાયન્સ જીયોના 597 રૂપિયાવાળા રિચાર્જ પ્લાનમાં યૂઝર્સને 90 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં ટોટલ 75GB ડેટા મળે છે. આ ડેટામાંથી દરરોજ યૂઝર્સ ગમે એટલા ડેટાનો ઉપયોગ કરી શકે છે, તેની કોઈ લિમિટ નથી. પ્લાનમાં ફ્રી કોલિંગની સુવિધા મળે છે. સાથે 100  SMS નો ફાયદો મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે.

365 દિવસની વેલિડિટી અને 365 જીબી ડેટા
રિલાયન્સ જીયોના 2397 રૂપિયાવાળા પ્લાનમાં યૂઝર્સને 365 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં કુલ 365GB ડેટા આપવામાં આવે છે. પ્લાનમાં અનલિમિડેટ કોલિંગ અને દરરોજ 100 એસએમએસનો ફાયદો પણ મળે છે. સાથે જીયો એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube