7th Pay Commission DA Hike Update: કેન્દ્ર સરકારના 65 લાખથી વધુ કર્મચારીઓે મોંઘવારી ભથ્થાની જુલાઈથી રાહ જોઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટમાં દાવો થઈ રહ્યો છે કે 28 સપ્ટેમ્બર એટલે કે ત્રીજા નોરતે સરકાર તેમાં 4 ટકાના વધારાની જાહેરાત કરી શકે છે. પરંતુ આ અગાઉ સરકારી કર્મચારીઓને એક મોટો ઝટકો લાગ્યો છે. સરકારે સાતમા પગાર પંચ મુજબ પ્રમોશન માટે ન્યૂનતમ સેવા શરતોમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂનતમ સેવા શરતોમાં ફેરફારનો નિર્ણય
20 સપ્ટેમ્બરના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) તરફથી જારી ઓફિસ મેમોરેન્ડમમાં કહેવાયું છે કે પ્રમોશન માટ ન્યૂનતમ સેવા શરતોમાં ફેરફારનો નિર્ણય લેવાયો છે. આ ફેરફાર સાતમા પગાર પંચની ભલામણોના આધારે કરાશે. DoPT તરફથી આશા જતાવવામાં આવી છે કે પ્રમોશન માટે જરૂરી ફેરફારને યોગ્ય સંશોધન કરીને ભરતી નિયમો/ સેવા નિયમોમાં સામેલ કરવામાં આવી શકે છે. 


હવે આટલા વર્ષ નોકરી કરશો તો થશે પ્રમોશન!
આ માટે તમામ મંત્રાલયો/વિભાગોમાંથી યોગ્ય પ્રક્રિયાનું પાલન કરતા ભરતી નિયમોમાં જરૂરી ફેરફારની પણ ભલામણ કરવામાં આવી. સંશોધિત નિયમો હેઠળ લેવલ 1 અને લેવલ 2 માટે ત્રણ વર્ષની સેવા હોવી જરૂરી છે. જ્યારે લેવલ 6 થી લેવલ 11 માટે 12 વર્ષની સેવા જરૂરી છે. જો કે લેવલ 7 અને લેવલ 8 માટે માત્ર બે વર્ષની સેવા હોવી જરૂરી છે. ફેરફાર બાદ નવી સેવા શરતો વિશે જાણો જાણકારી....


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube