નવી દિલ્હીઃ સરકારી કર્મચારીઓ હંમેશા જુલાઈ મહિનાની રાહ જોતા હોય છે. આ મહિને સરકાર કર્મચારીઓને ડબલ ફાયદો આપે છે. જુલાઈ મહિનામાં મોંઘવારી ભથ્થામાં વધારો (DA Hike) થાય છે, સાથે કર્મચારીઓના પગારમાં પણ વધારો થાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેનો ફાયદો નિચલા સ્તરના કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓને મળે છે. તમને જણાવી દઈએ કે સરકાર વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થું (Salary Increment) વધારે છે અને એકવાર પગારમાં વધારો કરે છે. આ વર્ષે પણ જુલાઈમાં સરકારી કર્મચારીઓના પગારમાં ઈન્ક્રીમેન્ટ અને ડીએમાં વધારો થશે. આમ તો જાન્યુઆરીમાં સરકારે મોંઘવારી ભથ્થું વધાર્યું હતું, હવે જુલાઈમાં ફરી તેમાં વધારો થશે.


આવો ઉદાહરણથી સમજીએ કે ડીએ અને પગાર વધારા બાદ કર્મચારીઓને કેટલો ફાયદો થશે?


કેટલું વધશે ડીએ
સરકારે જાન્યુઆરીમાં મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કર્યો હતો. તેવામાં આ વખતે પણ આશા છે કે જુલાઈમાં ફરી 4 ટકાનો વધારો થશે. તેવામાં જો કોઈ કર્મચારીનો બેસિક પગાર 50,000 રૂપિયા છે તો 4 ટકા પ્રમાણે 2000 રૂપિયા થશે.


તેનો મતલબ છે કે કર્મચારીનું ડીએ 2000 રૂપિયા વધશે એટલે કે જુલાઈના પગારમાં કર્મચારીઓને 2000 રૂપિયાનો ફાયદો થશે. 


આ પણ વાંચોઃ 4 જૂને ચૂંટણી પરિણામ બાદ રોકેટ બનશે આ 50 શેર, એક્સપર્ટે કહ્યું- ખરીદી લો


કેટલું થશે ઈન્ક્રીમેન્ટ
દર વર્ષે જુલાઈમાં કર્મચારીઓના પગારમાં લગભગ 3 ટકાનો વધારો થાય છે. તેનો મતલબ છે કે જો કોઈ કર્મચારીનો બેસિક પગાર 50000 રૂપિયા છે તો તેના 3 ટકા 1500 રૂપિયા થાય છે. એટલે કે કર્મચારીઓના પગારમાં 1500 રૂપિયાનો વધારો થાય છે.


આ રીતે જુલાઈમાં કર્મચારીઓને ડીએ અને પગારમાં વધારો થવાથી ફાયદો થશે. જો આપણે ટોટલ રૂપિયાની વાત કરીએ તો 50 હજારના બેસિક પગાર પર 2000 રૂપિયાનું ડીએ અને 1500 રૂપિયાના ઈન્ક્રીમેન્ટનો ફાયદો થશે. 


એટલે કે 50000 રૂપિયાની બેસિક સેલેરી પર 3500 રૂપિયાનો પગાર વધારો જુલાઈમાં સરકારી કર્મચારીઓને મળી શકે છે.