નવી દિલ્હી: રાજસ્થાનમાં હવે ટેકનિકલ ઇન્સ્ટીટ્યુટમાં પણ પગાર 7th Pay Commission અનુસાર આપવામાં આવશે. જેમાં બે સ્ટેટ યૂનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલેતે 21 સપ્ટેમ્બરે આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે. સુધારેલ પગાર 1 જાન્યુઆરી 2017થી લાગુ થશે. આ સિવાય સીએમ ગહલોતે અલગ-અલગ વિભાગોમાં કોન્ટ્રક્ટ પર કામ કરી રહેલા પૂર્વ કર્મચારીઓના વેતનમાં પણ 10 ટકાનો વાધારો કરવાની મંજૂરી આપી દીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ યુનિવર્સિટીઓને મળશે ફાયદો 
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયથી બીકાનેર ટેક્નિકલ યુનિવર્સિટી, કોટા ટેક્નિકલ યુનિવર્સિટી, ઝાલાવાડા, વારાં, ભરતપુર, અજમેર, બીકાનેરની સરકારી એન્જીનિયરિંગ કોલેજ, અજમેરની મહિલા એન્જીનિયર કોલેજ અને ભીલવાડમાં ટેક્સટાઇલ્સ અને એન્જીનિયરિંગ કોલેજોને ફાયદો થશે.


બેન્કના કામકાજ ફટાફટ પતાવજો, 4 લાખ કર્મચારીઓની 'આ' તારીખથી 2 દિવસની દેશવ્યાપી હડતાળ 


સરકરા તરફથી કહેવામાં આવ્યું છે, કે રાજસ્થાન એક્સ સર્વિસમેન કોર્પોરેશનના માધ્યમથી સુરક્ષા ગાર્ડ, ટેક્નિકલ અસિસ્ટેંટ, સુરવાઇઝર અને સુરક્ષા અધિકારીઓના રૂપમાં રાજ્યમાં લગભગ 4 હજાર લોકો કાર્યરત છે. પીટીઆઇ દ્વારા આપાવામાં આવેલી માહિતી અનુસારા સરકારના આ નિર્ણયથી 6.66 કરોડ રૂપિયાનું ભારણ સરકાર પર પડશે. સીએમ ગહેલોતે જોધરપુર, કરૌલી અને ઘૌલપુર જિલ્લામાં સિલિકોસિસ રોગીયોની સુરક્ષા માટે રાહત ફંડમાંથી 25 કરોડ રૂપિયા આપવાની મંજૂરી પણ આપી છે.