નવી દિલ્હી: દેશભરમાં ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વિસ્ફોટ બાદ ગત વર્ષ કરતાં પણ વધુ ખતરનાક માહોલ બનવા લાગ્યો છે. લોકડાઉન, જનતા કર્ફ્યું, પાબંધીઓ, દર્દીઓ અને સ્વાસ્થ્ય ઉપકરણોની અછત સર્જાવવાનું શરૂ થઇ ગયું છે. ગત વર્ષે અનલોક બાદ પાટા પર પરત ફરેલી રેલવેએ નિર્દેશ જાહેર કરતાં જણાવ્યું છે કે કોવિડની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને મુસાફરોની માંગમાં ઘટાડો થવાને કારણે, આગામી સૂચના સુધી અમદાવાદની 8 જોડી સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરવામાં આવેલ વિશેષ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Home Loan: SBI પર કોરોના મહામારીની અસર, બેસિક વ્યાજ દર ઘટાડીને 6.70 ટકા કર્યો


●  ટ્રેન નંબર 02009/02010 મુંબઇ-અમદાવાદ-મુંબઇ શતાબ્દી સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.


●  ટ્રેન નંબર 02931/02932 મુંબઇ-અમદાવાદ-મુંબઈ ડબલ ડેકર સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.


●  ટ્રેન નંબર 09071/09072 સુરત-મહુવા-સુરત સુપરફાસ્ટ સ્પેશિયલ 5 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.


●  ટ્રેન નંબર 09260 ભાવનગર-કોચુવેલી સ્પેશિયલ 4 મે 2021 થી અને ટ્રેન નંબર 09259 કોચુવેલી-ભાવનગર સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.


●  ટ્રેન નંબર 09293 બાંદ્રા ટર્મિનસ-મહુઆ સ્પેશિયલ 5 મે 2021 થી અને ટ્રેન નંબર 09294 મહુઆ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.


●  ટ્રેન નંબર 09310 ઇન્દોર-ગાંધીનગર કેપિટલ સ્પેશિયલ 3 મે 2021 થી અને ટ્રેન નંબર 09309 ગાંધીનગર કેપિટલ-ઇન્દોર સ્પેશિયલ 4 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.


●  ટ્રેન નંબર 09575 ઓખા-નાથદ્વારા સ્પેશિયલ 5 મે 2021 થી અને ટ્રેન નંબર 09576 નાથદ્વારા-ઓખા સ્પેશિયલ 6 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.


●  ટ્રેન નંબર 09579 રાજકોટ-દિલ્હી સરાય રોહિલા સ્પેશિયલ 6 મે 2021 થી અને ટ્રેન નંબર 09580 દિલ્હી સરાય રોહિલા-રાજકોટ સ્પેશિયલ 7 મે 2021 થી આગળની સૂચના સુધી રદ રહેશે.


●    ટ્રેન નંબર 09029/09030 બાન્દ્રા ટર્મિનસ - અમદાવાદ - બાન્દ્રા ટર્મિનસ સુપરફાસ્ટ વિશેષ 1 મે 2021 થી આગળની સૂચના સુધી


●    ટ્રેન નંબર 09249/09248 અમદાવાદ - કેવડિયા - અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ 1 મે 2021 થી આગળની સૂચના સુધી


●    ટ્રેન નંબર 09336 ઇન્દોર - ગાંધીધામ સ્પેશિયલ 2 મે 2021 થી આગળની સૂચના સુધી અને ટ્રેન નંબર 09335 ગાંધીધામ - ઈન્દોર સ્પેશિયલ 3 મે 2021 થી આગળની સૂચના સુધી રદ કરવામાં આવશે.


તેજસ એક્સપ્રેસ 31 મે સુધી રદ રહેશે
વર્તમાનમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કોરોના મહામારીની પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને IRCTC ના અનુરોધ પર અમદાવાદ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ચાલવા વાળી 82901/82902 અમદાવાદ - મુંબઈ તેજસ એક્સપ્રેસને 31 મે 2021 સુધી રદ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube