Home Loan: SBI પર કોરોના મહામારીની અસર, બેસિક વ્યાજ દર ઘટાડીને 6.70 ટકા કર્યો
બેંકના મેનેજર નિર્દેશક (રિટેલ અને ડિજિટલ બેકિંગ) CS Setty એ કહ્યું કે 'હોમ લોન (Home Loan) ની વ્યાજ દરમાં ઘટાડાથી ગ્રાહકોને માટે લાભની સંભાવના વધી જાય છે. તેથી દર મહિને કપાનાર મંથલી હપ્તો (EMI) થઇ જાય છે.
Trending Photos
નવી દિલ્હી: કોરોના સંકટમાં જો તમે તમારુ મકાન ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છો તો તમારા માટે રાહતના સમાચર છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા (SBI) એ પોતાના હોમ લોન (Home Loan) ના વ્યાજ દર (Rate of interest) માં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.
બેસિક વ્યાજ દર 6.70 ટકા રહેશે
બેંકે શનિવારે કહ્યું કે 30 લાખ રૂપિયા સુધીની હોમ લોન (Home Loan) પર હવે લોકોને 6.70 ટકાના દરે વ્યાજ ચૂકવવું પડશે. તો બીજી તરફ 30 લાખથી 75 લાખ રૂપિયા સુધી હોમ લોન પર 6.95 ટકા અને 75 લાખ રૂપિયાથી ઉપરના હોમ લોન પર 7.05 ટકાના દરે ચૂકવવું વ્યાજ (Rate of interest) આપવું પડશે.
બેંકના મેનેજર નિર્દેશક (રિટેલ અને ડિજિટલ બેકિંગ) CS Setty એ કહ્યું કે 'હોમ લોન (Home Loan) ની વ્યાજ દરમાં ઘટાડાથી ગ્રાહકોને માટે લાભની સંભાવના વધી જાય છે. તેથી દર મહિને કપાનાર મંથલી હપ્તો (EMI) થઇ જાય છે.
મહિલાઓને હોમ લોનમાં ખાસ છૂટ
CS Setty એ કહ્યું કે મહિલાઓ માટે બેંકએ હોમ લોનમાં ખાસ છૂટ આપી છે. તેના માટે બેંક હોમ લોનની વ્યાજ દર પર વિશેષ પાંચ પોઇન્ટ (bps) રાહત આપી રહ્યા છે. તેમણે કહ્યું કે ગ્રાહક YONO app દ્વારા હોમ લોન માટે એપ્લાય કરીને વિશેષ પાંચ આધાર પોઇન્ટ (bps) ઉપરાંત પણ વ્યાજ (Rate of interest) માં રાહત પ્રાપ્ત કરી શકે છે.
હોમ લોનમાં 34 ટકા ભાગીદારી
તેમણે જણાવ્યું કે 31 માર્ચ 2021 સુધી બેંક પોતાના બેસિક હોમ લોન (Home Loan) પર 6.70 ટકાના દરથી વ્યાજ લેવામાં આવતું હતું. તેણે 1 એપ્રિલ 2021થી મૂળ વ્યાજદરને 6.95 ટકાથી શરૂ કરી દેવામાં આવ્યો હતો પરંતુ સ્થિતિને જોતાં તેને ફરીથી ઘટાડી દેવામાં આવ્યો છે. CS Setty એ કહ્યું હોમ લોન માર્કેટમાં (SBI) ની 34 ટકાની ભાગીદાર છે. બેંક અત્યાર સુધી 5 લાખ કરોડ રૂપિયાથી વધુની હોમ લોન વહેંચી ચૂકી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે