નવી દિલ્હીઃ દેશના 1 કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચની પ્રતીક્ષા કરી રહ્યાં છે. કેન્દ્રમાં નવી સરકારની રચના બાદ ફરી તેની આશા જાગી છે. અત્યાર સુધીની પેટર્ન પ્રમાણે કેન્દ્ર સરકારે દર 10 વર્ષમાં એક નવા પગાર પંચની ભલામણોને લાગૂ કરી છે. નોંધનીય છે કે ભારતમાં પ્રથમ પગાર પંચ જાન્યુઆરી 1946માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. છેલ્લે સાતમું પગાર પંચ જાન્યુઆરી 2016માં લાગૂ થયું હતું. તો આઠમું પગાર પંચ જાન્યુઆરી 2026માં લાગૂ થવાની યોજના છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે નથી કરી જાહેરાત
આઠમાં પગાર પંચની રચનાના સંબંધમાં કેન્દ્ર સરકારે હજુ કોઈ જાહેરાત કરી નથી. પાછલા વર્ષે ડિસેમ્બરમાં સરકારે કહ્યું હતું કે અત્યાર સુધી આઠમાં પગાર પંચની રચના કરવાની કોઈ યોજના નથી. હવે જ્યારે ચૂંટણી સમાપ્ત થઈ ગઈ છે તો તેની પ્રબળ સંભાવના છે કે સરકાર પંચની રચનાની દિશામાં કોઈ નિર્ણાયક પગલું ભરી શકે છે. એકવારપગાર પંચની રચના થયા બાદ પંચને પોતાની ભલામણો રજૂ કરવામાં સામાન્ય રીતે 12-18 મહિનાનો સમય લાગી શકે છે. એકવાર લાગૂ થયા બાદ આઠમાં પગાર પંચથી લગભગ 49 લાખ સરકારી કર્મચારીઓ, 68 લાખ પેન્શનરોને લાભ થવાની સંભાવના છે. 


આ પણ વાંચોઃ બે મહિનામાં આવશે કુલ 30 હજાર કરોડના બે ડઝનથી વધુ IPO, કમાણીનો મજબૂત મોકો


આશા છે કે આઠમાં પગાર પંચ હેઠળ ફિટમેન્ટ ફેક્ટરમાં વધારા સાથે પગારને સંશોધિત કરવામાં આવશે. ફિટમેન્ટ ફેક્ટર 3.68 ગણા પર સેટ થવાની સંભાવના છે. સરકારી કર્મચારીઓનો મિનિમમ બેસિક પગાર 18000 રૂપિયાની સાથે, ફિટમેન્ટ ફેક્ટરમાં વધારાથી તેનું મૂળ વેતન વધી 26000 રૂપિયા થઈ જશે. નોંધનીય છે કે ફિટમેન્ટ ફેક્ટર એક મુખ્ય ફોર્મ્યુલા છે, જે આઠમાં પગાર પંચ હેઠળ કર્મચારીઓના પગાર અને પે મેટ્રિક્સને કાઢવામાં મદદ કરે છે. 


આઠમાં પગાર પંચના સંશોધિત વેતન અને નિવૃત્તિના લાભ સહિત ઘણા અન્ય લાભ મળશે. આઠમાં પગાર પંચના લાભ અને પ્રભાવ સરકારી કર્મચારીઓથી અલગ સૈન્ય કર્મીઓ અને પેન્શનરો સુધી સમાન રૂપથી લાગૂ થાય છે.