નવી દિલ્હી : બે અરબ ડોલરથી વધુના પીએનબી કૌભાંડ મામલે ભાગેડુ હિરા વેપારી નિરવ મોદી લંડનમાં છે અને હવે તે અહીં રાજનીતિક શરણ માંગી રહ્યો છે. કરોડોનું ઉઠમણું કરનાર નિરવ મોદી અંગે આ ચોંકાવનારો ખુલાસો ભારતીય અને બ્રિટિશ અધિકારીઓ વચ્ચેની વાત બાદ એક રિપોર્ટમાં કરાયો છે. ભારતીય પ્રવર્તન નિર્દેશાલય નિરવ મોદી અને એના મામા મેહૂલ ચોકસી વિરૂધ્ધ તપાસમાં લાગ્યું છે. જોકે આ બંને પોતાની પર લાગેલા આરોપોને નકારી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PNBની નીરવ મોદીવાળી બ્રાંચમાં જ ફરી 10 કરોડનો ગોટાળો


અંદાજે 13000 કરોડનું આ ચકચારી કૌભાંડ ત્યારે બહાર આવ્યું કે પીએનબી દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી. જે બાદ કેન્દ્રિય તપાસ એજન્સીઓ આ બંનેની શોધમાં લાગ્યું છે. આ મામલે નિરવ મોદી અને મેહૂલ ચોકસીનું કહેવું છે કે, બંનેએ કેસ થયા પહેલાં જ દેશ છોડી દીધો છે. કહેવાય છે કે ત્યારથી બંને લંડનમાં છે. જોકે નિરવ મોદી હોંગકોંગમાં પણ દેખાયો હતો. તો બીજી તરફ બ્રિટનના ગૃહ વિભાગનું કહેવું છે કે, તે કોઇ પણ વ્યક્તિગત મામલે જાણકારી નથી આપી શકતા. 


નીરવ મોદીએ 11400 કરોડના લગાવ્યો ચુનો, ઈડીએ જપ્ત કરી 5100 કરોડની જ્વેલરી


દેશની બીજી સૌથી મોટી બેંક પંજાબ નેશનલ બેંકે આ અગાઉ એવો દાવો કર્યો હતો કે બે હિરા વેપારી ગ્રુપના માલિક નિરવ મોદી અને એના મામા મેહૂલ ચોકસીએ છેલ્લા ઘણા વર્ષો દરમિયાન પીએનબી સહિત અન્ય ભારતીય બેંકો વિદેશ સ્થિત શાખાઓમાંથી 2.2 બિલિયન ડોલરનું કૌભાંડ આચર્યું છે. ફાયનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ અનુસાર ભારતીય અને બ્રિટિશ અધિકારીઓના અનુસાર નિરવ મોદી લંડનમાં છે. અહીં એની કંપનીનો એક સ્ટોર છે. હવે તે બ્રિટનમાં રાજનીતિક શરણું શોધી રહ્યો છે. રિપોર્ટ અનુસાર બ્રિટનના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, ઘણીવાર એવા કેસ આવે છે જે ભારત અને બ્રિટનના સંબંધો પર વિપરીત અસર પાડી શકે છે. પરંતુ અમે દેશના કાયદા અનુસાર જ વર્તીશું. 


કૌભાંડી નિરવ મોદીનું પાલનપુર કનેક્શન; દાદી વેચતી હતી પાપડ, જાણો અનેક અજાણી વાતો


ભારતીય વિદેશ મંત્રાલયનું કહેવું છે  કે, ભારત પહેલા જ દારૂ વેપારી વિજય માલ્યાના પ્રત્યાપર્ણની માંગ કરી ચૂક્યું છે જે કિંગ ફિશર એરલાઇન્સના દેવાળીયા થયા બાદ છેલ્લે લંડન ભાગી ગયો હતો. સીબીઆઇએ મેમાં નિરવ મોદ, મેહૂલ ચોકસી અને પીએનબીના ચીફ ઉષા અનંત સુબ્રમણ્યમ, બેંકના અન્ય બે ડિરેક્ટર અને નિરવ મોદી સાથે જોડાયેલ ત્રણ કંપનીઓ સહિત 25થી વધુ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.