Adani group: આજથી એક મહિના પહેલાં એટલે કે 23 જાન્યુઆરીએ ગૌતમ અદાણીએ વિચાર્યુ નહીં હોય કે માત્ર 1 રિપોર્ટ અને 1 મહિનામાં તેમની કંપનીઓની આ સ્થિતિ કરી દેશે. છેલ્લા એક મહિનામાં અદાણી ગ્રૂપ અને અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી ચર્ચામાં રહ્યા. પરંતુ બર્બાદીનું કારણ બન્યો હિંડનબર્ગ રિસર્ચનો એક રિપોર્ટ. 24 જાન્યુઆરીએ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો અને અદાણી ગ્રૂપના બૂરે દિન શરૂ થઈ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પૈસા ગુમાવવામાં નંબર-1:
બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સ અનુસાર માત્ર આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીની વાત કરીએ તો ગૌતમ અદાણીએ સૌથી વધારે પૈસા ગુમાવ્યા છે. આ દરમિયાન અદાણીએ 77 અરબ ડોલર એટલે કે 63,72,05,80,00,000 રૂપિયા ગુમાવી દીધા છે. એક જમાનો હતો જ્યારે તે પૈસા કમાવવામાં નંબર વન હતા. પરંતુ હવે તે પૈસા ગુમાવવામાં નંબર વન છે.

આ પણ વાંચો:  અદાણી નડ્યા : ચાર દિવસમાં 7,00,000 કરોડ રૂપિયા સ્વાહા! ભારતને પછાડીને બ્રિટન આગળ
આ પણ વાંચો:  દેશની આ 2 ખાનગી બેંકના ગ્રાહકો સુપર હેપ્પી : પહેલાં કરતાં મળશે વધુ વ્યાજ
આ પણ વાંચો:  LICની સૌથી શ્રેષ્ઠ પોલિસી! માત્ર 1358 રૂપિયાની બચત પર તમને મળશે 25 લાખ રૂપિયા


11 લાખ કરોડનો ચૂનો:
અદાણીની આવકમાં ભયંકર ઘટાડો થઈ રહ્યો છે. સાથે જ ગ્રૂપને પણ 11 લાખ કરોડનો ચૂનો લાગી ગયો છે. અમેરિકી રિસર્ચ હાઉસ હિંડનબર્ગ રિસર્ચનો રિપોર્ટ અદાણી ગ્રૂપ પર ભારે પડ્યો છે. રિપોર્ટ 24 જાન્યુઆરીએ જાહેર થયો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી અદાણી જૂથની કુલ માર્કેટ કેપ 11 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ છે.


3 દિવસમાં ઝડપથી ઘટી સંપત્તિ:
ગૌતમ અદાણીની સંપત્તિની વાત કરીએ તો સોમવારે અદાણીની કુલ સંપત્તિ અનેક વર્ષોમાં પહેલીવાર 50 બિલિયન ડોલરથી ઓછી થઈ ગઈ. ફોર્બ્સ અને બ્લૂમબર્ગ બંનેની વાસ્તવિક સમયની અરબપતિઓની યાદીમાં તે દુનિયાના 25મા સૌથી ધનિક વ્યક્તિના રૂપમાં પહોંચ્યા હતા. પરંતુ તે તેનાથી પણ નીચે ગગડીને 29મા નંબરે પહોંચ્યા છે.


આ પણ વાંચો: દૂધની મલાઈ ફેંકવાની ભૂલ ભૂલથી પણ ન કરતા, જાણો ફાયદા અને ઉપયોગ
આ પણ વાંચો: તમે કાચી ડુંગળી ખાવ છો કે શેકેલી? આ રીતે ખાશો તો જોવા મળશે ચમત્કારિક ફાયદો
આ પણ વાંચો: Home Remedy:દાંતનો દુખાવો હોય કે પછી સ્કીનનો પ્રોબ્લમ, ફટાફટ ભગાડી દેશે ફટકડી


હવે આગળ શું:
ગૌતમ અદાણી અને અદાણી જૂથની જે સ્થિતિ થઈ છે તેને જોઈને દરેક રોકાણકાર આઘાતમાં સરી પડ્યો છે જેણે અદાણી જૂથમાં પૈસા રોક્યા હતા. બજારના જાણકારોનું કહેવું છે કે માર્કેટ ઓવરવેલ્યુડ થઈ ચૂક્યું હતું જે હવે હરેક્શન મોડમાં આવી ગયું છે. 24 જાન્યુઆરીથી અત્યાર સુધી અદાણી ગ્રૂપ માટે એક પોઝિટીવ વાત એ રહી છે કે કોઈપણ ભારતીય રેટિંગ એજન્સીએ રેટિંગ્સ કે આઉટલુકમાં કોઈ ફેરફાર કર્યો નથી. જ્યારે  25 જાન્યુઆરીથી 21 ફેબ્રુઆરીની વચ્ચે અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં 21.7 ટકાથી ઘટીને 80 ટકા સુધી આવી ચૂકયા છે. એવામાં રોકાણકારોને ખાસ કરીને શોર્ટ ટર્મમાં સમજી-વિચારીને પગલું ઉઠાવવાની જરૂરિયાત છે.


આ પણ વાંચો: પુરૂષોના ડાબા હાથમાંથી મળે છે પૂર્વ જન્મની જાણકારી, શું કહે છે હસ્તરેખા જ્યોતિષ?
આ પણ વાંચો:  ગ્રાહકો કહે છે એકસ્ટ્રા સર્વિસનો કેટલો ચાર્જ લેશો મેડમ : મસાજ કરતાં ડર રહે છે કે...
આ પણ વાંચો: સુહાગરાતે જ કહી દીધું મારી ગર્લફ્રેન્ડને સ્વિકારવી પડશે અને પછી તો શું કહેવું...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube