મુંબઇ: લોકસભાની ચૂંટણીને લઇને રવિવારે આવેલા એક્ઝિટ પોલના પરિણામો બાદ ફરીથી મજબૂત સરકાર બનવાની સંભાવનાથી ખુશ શેરબજારમાં જોરદારો ઉછાળો જોવા મળ્યો છે. બીએસઇના 30 શેરોવાળા મુખ્ય ઇંડેક્સ સેન્સેક્સ બપોરે 12.29 વાગે 1,112.64 પોઇન્ટના ઉછાળા સાથે 39,043.41 ના સ્તર પર પહોંચી ગયો છે. તો બીજી તરફ બીએસઇના 50 શેરોવાળા મુખ્ય ઇંડેક્સ નિફ્ટી 324.95 પોઇન્ટ (2.88%)ની તેજી સાથે 11,732.10 પર બિઝનેસ કરી રહ્યો હતો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Exit Polls ના આંકડાથી રૂપિયો પણ થયો મજબૂત, ડોલરના મુકાબલે આ હાઇ રેટ સુધી પહોંચ્યો


એક્સપર્ટનું કહેવું છે કે નિફ્ટીમાં આ માર્ચ 2016 પછી સૌથી મોટી તેજી છે. નિફ્ટી ઇંટ્રા-ડે (દિવસભરના કારોબારમાં)લગભગ 3 વર્ષની તેજી જોવા મળી રહી છે. આગામી થોડા દિવસોમાં શેરબજારમાં 2 થી 3 ટકાની તેજી આવવાની આશા છે. રોકાણકારો શેરબજારમાં પોતાના પૈસા વધારી શકે છે. 


કેમ આવી શેરબજારમાં તેજી
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે એક્ઝિટ પોલના આંકડા મોદી સરકાર ફરીથી સત્તામાં પરત ફરવાની આશા સાથે બજારમાં તેજી જોવા મળી રહી છે. ચૂંટણીના પરિણામો જો એક્ઝિટ પોલની માફ આવશે તો નિફ્ટીમાં 12000 સુધીના સ્તર પર જશે. 

લોકસભા ચૂંટણી 2019નું મતદાન પુરૂ થતાં જ મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, આ રહ્યો આજનો ભાવ


રોકાણકારોને થયો 3.82 લાખ કરોડ રૂપિયાનો ફાયદો
મોટાભાગના એક્ઝિટ પોલમાં એનડીએની જીતનું અનુમાન લગાવવામાં આવ્યું છે. બજાર ખુલવાની થોડી મિનિટોમાં જ BSE લિસ્ટેડ કંપનીઓના શેરની વેલ્યૂએશન 1,46,58,709.68 કરોડ રૂપિયાથી વધીને 1,50,41,099.85 કરોડ રૂપિયા થઇ ગઇ છે. આ મુજબ રોકાણકારોને થોડી મિનિટોમાં જ 3.82 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. 


દિગ્ગજ શેરો સાથે આજે મિડ અને સ્મોલકેપ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બીએસઇના મિડકેપ ઇંડેક્સ 2.33 ટકાની બઢત સાથે 14,641.31 ના સ્તર પર જોવા મળી રહ્યો છે. તો બીજી તર સ્મોલકેપ ઇંડેક્સ 2.01 ટકાની બઢત સાથે 14,165.86 ના સ્તર પર બિઝનેસ કરી રહ્યો છે. ઓઇલ અને ગેસ શેરોમાં પણ બઢત જોવા મળી રહી છે. બીએસઇના ઓઇલ એન્ડ ગેસ ઇંડેક્સ 2.92 ટકાના વધારા સાથે બિઝનેસ કરી રહ્યો છે. 

Exit Poll 2019 ના પરિણામોથી બજાર ખુશ, Sensex માં 900 અને Nifty માં 300 પોઇન્ટની તેજી


મિડકેપ શેરોમાં અદાણી એન્ટરપ્રાઈઝ. અદાણી પાવર, એમએન્ડએમ ફાઈનાન્શિયલ, ટાટા પાવર અને એચપીસીએલ 13.41-6.20 ટકા સુધી વધ્યા છે. જો કે મિડકેપ શેરોમાં ટાટા કૉમ્યુનિકેશન અને ઓરેકલ ફાઈનાન્સ સર્વિસ 1.22-0.06 ટકા સુધી લપસ્યા છે.


સ્મૉલકેપ શેરોમાં ટીઆરએફ, શેમારૂ એન્ટરપ્રાઇઝ, જેબીએમ ઑટો, કિર્લોસ્કર ઑયલ અને ગ્રેફાઈટ ઈન્ડિયા 19.98-9.98 ટકા સુધી મજબૂત થયા છે. જો કે સ્મૉલકેપ શેરોમાં ઓનમોબાઇલ ગ્લોબલ, જુબિલન્ટ લાઇફ, પ્રિમિયર એક્પ્લોર, એનડીટીવી અને થાયરોકેર ટેકનોલોજી 11.21-3.4 ટકા સુધી તૂટ્યા છે.