લોકસભા ચૂંટણી 2019નું મતદાન પુરૂ થતાં જ મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, આ રહ્યો આજનો ભાવ

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થયા બાદ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેજી જોવા મળી. રવિવારે જૂના સ્તર પર યથાવત પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે તેજી આવી. પેટ્રોલ 9 પૈસાથી વધીને 10 પૈસા સુધી મોંઘુ થયું. તો બીજી તરફ ડીઝલ 15 પૈસાથી વધીને 16 પૈસા મોંઘુ થઇ ગયું. 

લોકસભા ચૂંટણી 2019નું મતદાન પુરૂ થતાં જ મોંઘુ થયું પેટ્રોલ-ડીઝલ, આ રહ્યો આજનો ભાવ

નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન પુરૂ થયા બાદ સોમવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તેજી જોવા મળી. રવિવારે જૂના સ્તર પર યથાવત પેટ્રોલ-ડીઝલના ભાવમાં સોમવારે તેજી આવી. પેટ્રોલ 9 પૈસાથી વધીને 10 પૈસા સુધી મોંઘુ થયું. તો બીજી તરફ ડીઝલ 15 પૈસાથી વધીને 16 પૈસા મોંઘુ થઇ ગયું. રાજધાની દિલ્હીમાં સોમવારે પેટ્રોલને રેટ 9 પૈસા વધીને 71.12 રૂપિયાના સ્તર પર જોવા મળ્યા. તો બીજી તરફ ડીઝલ 15 પૈસા વધીને 66.11 રૂપિયાના સ્તર પર જોવા મળ્યો. ગત આઠ દિવસોમાં પેટ્રોલમાં લગભગ 2 રૂપિયાનો ઘટાડો થયો હતો. 

આજના પેટ્રોલ-ડીઝલના ભાવ
દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં પેટ્રોલના ભાવ ક્રમશ: 71.12 રૂપિયા, 76.71 રૂપિયા, 73.17 રૂપિયા અને 73.79 રૂપિયાના સ્તર આવી ગયા. બીજી તરફ ડીઝલના ભાવમાં 15 થી 16 પૈસાની તેજી જોવા મળી. આ તેજી બાદ દિલ્હી, મુંબઇ, કલકત્તા અને ચેન્નઇમાં ભાવ ક્રમશ: 66.11 રૂપિયા, 69.24 રૂપિયા, 67.84 રૂપિયા અને 69.85ના સ્તર પર જોવા મળ્યા. 

સ્થાનિક ઓઇલ કંપની દરરોજ પેટ્રોલ-ડીઝલના ભાવની સમીક્ષા કરે છે અને નવા ભાવ સવારે 6 વાગ્યાથી પેટ્રોલ પંપો પર લાગૂ થાય છે. ઓઇલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ઓઇલના ભાવના આધારે ઘરેલૂ કિંમતો નક્કી કરે છે. તેના માટે 15 દિવસની સરેરાશ કિંમતને આધાર બનાવવામાં આવે છે. આ ઉપરાંત રૂપિયો અને ડોલરના વિનિમય દરથી ઓઇલના ભાવ પ્રભાવિત થાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news