Open Secret Snake Success Story: તમને ભરોસો નહીં આવે એવું કામ એક છોકરીએ કરી દેખાડ્યું છે એ પણ માત્ર 30 વર્ષની ઉંમરમાં... આઈઆઈટીમાંથી ડિગ્રી, હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી અભ્યાસ અને લાખોના પેકેજ સાથે અમેરિકામાં નોકરી હતી. હાલમાં યુવાનો અમેરિકા જવા માટે કંઈ પણ જુગાડ કરે છે. અમેરિકામાં નોકરી મળી જાય તો ભયો ભયો .... આખી જિંદગી સુધરી જાય... આ દરેક યુવકનું સપનું હોય છે, પરંતુ 30 વર્ષની આહાના ગૌતમની ઈચ્છા કંઈક બીજી જ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજ્જુ મહિલાએ 25 લાખની લોન સહાયથી શરૂ કર્યો બિઝનેસ: આજે વાર્ષિક ટર્નઓવર રૂ. 3 કરોડ
Grapes Cultivation: માર્કેટમાં છે ડીમાન્ડ, દ્રાક્ષની ખેતી કરી બનો માલામાલ, ફોલો કરો આ રીત


આહાનાએ સારી નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનું નક્કી કર્યું. આ કામ અઘરું હોવાનું એ સારી રીતે જાણતી હતી. કારણ કે જે ક્ષેત્રમાં તેણે વિદેશી નોકરી છોડીને પોતાની કંપનીને મોટી બનાવવા માટે બિઝનેસ શરૂ કર્યો હતો, તે ક્ષેત્રમાં મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ પહેલેથી જ મોજૂદ હતી. હાર સ્વીકારવાને બદલે આહનાએ લડવાનું નક્કી કર્યું. જોખમ લીધું અને થોડી બચત કરીને નાસ્તો વેચવાનું શરૂ કર્યું. વર્ષ 2019 માં આહાના ગૌતમે ઓપન સિક્રેટ (Open Secret) નામની હલ્દી સ્નેક્સ  કંપની શરૂ કરી.


PM Surya Ghar Yojana: ગુજરાતના 20 લાખ ઘરોને મળશે મફત વીજળી, આ રીતે કરો રજીસ્ટ્રેશન
Signature Bridge ની સુંદર તસવીરો: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે પીએમ મોદી કરશે લોકાર્પણ


ભારતની ફ્લાઈટ પકડી અને ઘરે પરત આવી
તમે એની જગ્યાએ હો તો ભાગ્યે આ પ્રકારનું રિસ્ક લો પણ આહનાને વ્યવસાય કરવો હતો. રાજસ્થાનના ભરતપુરની રહેવાસી અહનાએ 2010માં IIT બોમ્બેમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં B.Tech કર્યું હતું. પછી હાવર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી મેળવી હતી. અમેરિકામાં એક બહુરાષ્ટ્રીય કંપનીમાં કામ કર્યું. પ્રોજેક્ટ એન્ડ ગેમ્બલ (P&G) કંપનીઓ સાથે પણ તેણે કામગીરી કરી હતી. અમેરિકામાં તેને હેલ્ધી સ્નેક્સ મેળવવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. અહીંથી જ તેને ઓપન સ્કેન કરવાનો વિચાર આવ્યો. તેણીએ તરત જ ભારતની ફ્લાઈટ પકડી અને ઘરે પરત આવી ગઈ હતી. 


17 કરોડની સાડી, 25 કરોડનો હાર અને 5 કરોડનું આમંત્રણ કાર્ડ,પાણીની માફક ખર્ચ્યા રૂપિયા
Senior Citizen થઇ જાવ ટેન્શન ફ્રી, SBI ની આ ધાંસૂ સ્કીમ ઘરેબેઠાં આપશે પૈસા


આ રીતે સ્ટાર્ટઅપ કંપનીની શરૂઆત કરી
અમેરિકામાં સારી નોકરી છોડીને આહાના ભારત પરત આવી હતી. તેણે પોતાની માતા સાથે કંપની શરૂ કરવાનો વિચાર શેર કર્યો હતો. માતાએ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો અને તેમને ફંડમાં મદદ પણ કરી હતી. તેની માતાની મદદથી આહાનાએ વર્ષ 2019માં ઓપન સિક્રેટ સ્ટાર્ટઅપ શરૂ કર્યું હતું. તેણે જંક ફ્રી સ્નેક્સ વેચવાનું શરૂ કર્યું.  આ કંપનીને તે નવી ઉંચાઈઓ પર લઈ ગઈ છે. 


કરોડો રેશનકાર્ડ ધારકો માટે મોટી ખુશખબરી, ઘઉં અને ચોખાને લઇને બદલાઇ જશે જૂના નિયમ
Signature Bridge ની સુંદર તસવીરો: હવે નહી ડરાવે સમુદ્ર લહેરો, રવિવારે પીએમ મોદી કરશે લોકાર્પણ
 


નાના આઈડિયાથી મોટો બિઝનેસ બનાવ્યો
2019માં આહાનાએ પોતાનું સ્ટાર્ટઅપ 'ઓપન સિક્રેટ' શરૂ કર્યું. ત્રણ વર્ષમાં તેણે પોતાની કંપનીનું વેલ્યુએશન 100 કરોડ રૂપિયા સુધી પહોંચાડી દીધું છે. તેણે નાના આઈડિયાથી મોટો બિઝનેસ બનાવ્યો. આજે તે ફોર્બ્સ ઈન્ડિયા 30 અંડર 30માં સામેલ છે. આહનાએ જે સફળતા મેળવી એ પ્રકારની સફળતા ભાગ્યે જ કોઈને મળે છે. તમારે સાહસ કરવાની જરૂર છે. સાહસ વિના સિદ્ધી નથી એ આહનાએ સાબિત કરી બતાવ્યું છે.


Onion Price: તૈયાર રહેજો!!! ફરી રડાવશે ડુંગળી, માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ વધશે
હત્યા કે સામૂહિક આત્મહત્યા? એક જ પરિવારના 16 લોકોના મોતથી ખળભળાટ