Onion Price: તૈયાર રહેજો!!! ફરી રડાવશે ડુંગળી, માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ વધશે

Onion Price Hike: નિકાસકારોએ જણાવ્યું હતું કે માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ અને માંગમાં નોંધપાત્ર વધારો થશે. કારણ કે એક તરફ રમઝાનના તહેવારમાં માંગ વધશે તો બીજી તરફ ખરીફ પાકનું આગમન ઘટ્યું છે અને રવિના આગમનમાં થોડો ફરક છે. 

Onion Price: તૈયાર રહેજો!!! ફરી રડાવશે ડુંગળી, માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ વધશે

Onion Export Ban Lift: ખેડૂતોની ઓછા ભાવની બુમરાણ વચ્ચે સરકારે હવે નિકાસની છૂટછાટ અને ઓછી આવકને પગલે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં વધારો થાય તેવી સંભાવના છે. દેશમાં ડુંગળીના ભાવને મામલે તડાફડી મચી રહી છે. રવિ સિઝનમાં ડુંગળીની ઉપજ ઓછી થવાની આશંકાથી બજારમાં પુરવઠામાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડુંગળીના નિકાસકારો અને ઉદ્યોગના અગ્રણીઓએ રવિ ડુંગળીના ઉત્પાદનમાં 30 ટકાના ઘટાડાનો ભય દર્શાવતા પુરવઠામાં વિક્ષેપ આવવાની ચેતવણી આપી છે. જેને પગલે આગામી દિવસોમાં ખેડૂતોને ફાયદો તો ખાનારને વધુ ભાવ ચૂકવવાની તૈયારી રાખવી પડશે. 

રવિ સિઝનમાં ડુંગળીનું ઉત્પાદન ઓછું થવાની આશંકાથી બજારમાં પુરવઠામાં ઘટાડો થવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ડુંગળીના નિકાસકારો અને વેપારીઓએ ડુંગળીની અછત અંગે ચેતવણી આપી છે, રવિ ડુંગળીના પાકમાં 30 ટકાનો ઘટાડો થવાની આશંકા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે હવામાનમાં ફેરફાર પાકના વધુ ઉત્પાદનમાં અવરોધરૂપ બન્યા છે. ગત વર્ષે પણ અનિયમિત હવામાનને કારણે શેરડી, કઠોળ વગેરે પાકોની ઉપજમાં ઘટાડો નોંધાયો હતો.

માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ વધશે
નિકાસકારોએ જણાવ્યું હતું કે માર્ચની શરૂઆતથી ડુંગળીના ભાવ અને માંગમાં નોંધપાત્ર વધારો થશે. કારણ કે એક તરફ રમઝાનના તહેવારમાં માંગ વધશે તો બીજી તરફ ખરીફ પાકનું આગમન ઘટ્યું છે અને રવિના આગમનમાં થોડો ફરક છે. આ વર્ષે મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં રવિ પાક ઘણો ઓછો છે. ખરીફ પાક તેના છેલ્લા તબક્કામાં છે અને આગામી 15 દિવસમાં આવકમાં ઘટાડો થશે. રવિ પાક મધ્ય માર્ચ પછી બજારોમાં પહોંચવાની ધારણા છે, પરંતુ ઉપજ ગયા વર્ષ કરતાં ઓછી રહેવાની શક્યતા છે.

3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી
સરકારના આ નિર્ણયથી ગુજરાત સહિત દેશભરના ડુંગળી પકવતા ખેડૂતોને ફાયદો થશે. ગત 2023ના વર્ષમાં એકાએક ડુંગળીના ભાવ આસમાને જતા કેન્દ્ર સરકારે 31 માર્ચ, 2024 સુધી ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ગયા વર્ષે ડુંગળીના ભાવમાં અચાનક તેજી આવી હતી. ડુંગળીના ભાવ એટલી હદે વધ્યા હતા કે, લોકો માટે ડુંગળી ખરીદવી મોંઘી બની હતી. ડુંગળીના ભાવ આસમાને ગયા હતા. જેને પગલે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જેને કારણે ડુંગળીના ભાવ અંકુશમાં આવ્યા હતા. સરકારે નિકાસ પરથી પ્રતિબંધ ઉઠાવ્યાનું મુખ્ય કારણ ડુંગળી ઉત્પાદક વિસ્તારોમાં ડુંગળી અને અન્ય શાકભાજીના ભાવમાં ઘટાડો હોવાનું કહેવાય છે. હવે કેન્દ્રીય મંત્રીઓની સમિતિએ પ્રતિબંધ હટાવવાનો નિર્ણય લીધો છે અને 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે. આ સાથે બાંગ્લાદેશમાં 50,000 ટન ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપવામાં આવી છે.

રવિ પાકમાં 30 ટકાનો ઘટાડો થવાની સંભાવના છે
પૂણે, મહારાષ્ટ્રના ડુંગળી ઉદ્યોગના નેતાઓએ કહ્યું છે કે આગામી ખરીફ પાકની લણણી સુધી ભારતમાં ડુંગળીના પુરવઠામાં મોટી અછતનો સામનો કરવો પડી શકે છે. વર્તમાન હવામાન પરિસ્થિતિઓમાં ફેરફારને કારણે આ રચના થઈ રહી છે. આ ઉપરાંત આગામી માર્ચમાં નિકાસ પરનો પ્રતિબંધ હટાવવા અને ડુંગળીના વપરાશમાં વધારાને પણ કારણ જણાવવામાં આવી રહ્યું છે. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, વેપારીઓએ રવિ પાકમાં 30 ટકા ઘટાડો થવાની ચેતવણી આપી છે.

વેપારીઓએ ભાવમાં વધારો થવાની સંભાવના અંગે ચિંતા વ્યક્ત કરી 
કેન્દ્ર સરકારને લખેલા પત્રમાં, ડુંગળીના મોટા નિકાસકારોના એક જૂથે સરકારને નિકાસના જથ્થાને નિયંત્રિત કરવા માટે યોગ્ય પ્રણાલીને અનુસર્યા વિના ડુંગળીની નિકાસને મંજૂરી આપવાના પરિણામો વિશે ચેતવણી આપી છે. સોમવારે સરકારી અધિકારીઓને મળતા નિકાસકારોએ દાવો કર્યો હતો કે 300,000 ટન ડુંગળીની કથિત નિકાસથી નાશિક જિલ્લાના બજારોમાં પ્રતિ કિલો 35-40 રૂપિયા અને અન્ય છૂટક બજારોમાં 50-60 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ વધારો થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news