રિયલ્ટી કંપનીના શેર પર લાગ્યો તેજીનો પંખો : સ્ટોક 52 સપ્તાહની ટોચે, 6 મહિનામાં 36% વળતર
Ajmera Realty share price: રિયલ એસ્ટેટ કંપનીએ બીજા ક્વાર્ટરમાં વેચાણ બુકિંગમાં 52% વૃદ્ધિ નોંધાવી છે. આ સમાચારે શેરે તેજીની ઉડાન ભરી અને ટ્રેડિંગ દરમિયાન શેર 12% વધીને રૂ. 417.50 પર બંધ થયો છે. 6 મહિનામાં સ્ટોક 35 ટકાથી વધુ વધ્યો છે.
Ajmera Realty share price: રિયલ એસ્ટેટ કંપની અજમેરા રિયલ્ટી અને ઈન્ફ્રા ઈન્ડિયા લિમિટેડના (Ajmera Realty and Infra India) શેર મંગળવારે (10 ઑક્ટોબર 2023)ના ટ્રેડિંગ દરમિયાન 52-સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. રિયલ એસ્ટેટ કંપનીએ બીજા ક્વાર્ટરમાં વેચાણ બુકિંગમાં 52%ની વૃદ્ધિ નોંધાવી છે. આ સમાચારે શેરને તેજી આપી હતી અને ટ્રેડિંગ દરમિયાન શેર 12% વધીને રૂ. 417.50 પર બંધ થયો. 6 મહિનામાં સ્ટોક 35 ટકાથી વધુ વધ્યો છે.
જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સારો બિઝનેસ
મજબૂત હાઉસિંગ ડિમાન્ડને કારણે અજમેરા રિયલ્ટીનું (Ajmera Realty) વેચાણ બુકિંગ રૂ. 252 કરોડે પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 166 કરોડ હતું. તેનું વેચાણ બુકિંગ વાર્ષિક ધોરણે 51% ચોરસ ફૂટના ધોરણે વધીને 1,20,787 ચોરસ ફૂટ થયું છે જે એક વર્ષ અગાઉના સમયગાળામાં 79,976 ચોરસ ફૂટ હતું.
કંપનીના ડિરેક્ટર ધવલ અજમેરાએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2023-24ના બીજા ત્રિમાસિક ગાળામાં ઊંચા વેચાણ બુકિંગ અને વ્યવસાયિક પ્રવૃત્તિઓને કારણે, અમે વર્તમાન નાણાકીય વર્ષમાં રૂ. 1,000 કરોડના વેચાણ લક્ષ્યની નજીક પહોંચી ગયા છીએ.
1 વર્ષમાં 60% સુધીનું વળતર
અજમેરા રિયલ્ટી (Ajmera Realty)સ્ટોકનું પ્રદર્શન સારું રહ્યું છે. રોકાણકારોને એક વર્ષમાં 60 ટકા સુધીનું વળતર આપ્યું છે. શેર (Ajmera Realty Share Price) 6 મહિનામાં 36 ટકા વધ્યો છે. 5 દિવસમાં 12 ટકા અને 1 મહિનામાં 8 ટકાનો વધારો થયો છે. 10 ઓક્ટોબર, 2023ના રોજ, શેર 12 ટકા વધીને રૂ. 417.50 પર બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન તે રૂ. 440ની નવી 52 સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube