નવી દિલ્હીઃ 18 જુલાઈથી દેશમાં ખાવા-પીવાની ઘણી વસ્તુ પર વસ્તુ તથા સેવા કર (GST)  લાગૂ થઈ ગયો છે. તેવામાં તમારે ખાવા-પીવાના બ્રાન્ડેડ અને પેક સામાન જેમ કે દાળ, લોટ, ચોખા, દહીં, લસ્સી જેવી જરૂરી સામાનોના ભાવ પર જીએસટી લાગશે. આ વચ્ચે મંગળવારે મહત્વની જાણકારી આપતા નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 14 આઇટ્મ પર ટેક્સ લાગશે નહીં, પરંતુ તમે તેને ખુલ્લામાં ખરીદો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંગળવારે એક ટ્વીટમાં જાણકારી આપતા નાણામંત્રીએ આ 14 સામાનોની યાદી જાહેર કરતા સ્પષ્ટ કર્યું કે જો આ યાદીમાં સામેલ સામાનોને ખુલ્લામાં, પેકિંગ વગર કે કોઈ લેબલ વગર ખરીદવામાં આવે છે તો આ સામાનો પર જીએસટીથી છૂટ મળશે. 


સસ્તું થયું સોનું, ચાંદીના ભાવ પણ ગગડ્યા, જાણો લેટેસ્ટ રેટ  


નોંધનીય છે કે આ પહેલા 18 જુલાઈએ નાણામંત્રાલયે કહ્યું હતું કે જો આ વસ્તીને પેકિંગ 25 કિલોગ્રામ કે 25 લીટરથી વધુની બેગ કે પેકમાં હોય છે તો તેના પર જીએસટી લગાવવામાં આવશે નહીં. પાંચ ટકા જીએસટી પહેલાથી પેક થયેલી માત્ર તે પ્રોડક્ટ્સ પર લાગશે જેનું વજન 25 કિલોગ્રામ સુધી છે. જો રિટેલ વેપારી વિતરક પાસે 25 કિલોગ્રામ પેકમાં સામાન લઈને તેને છૂટક વેચે છે તો તેના પર જીએસટી લાગશે નહીં. 


નાણામંત્રીએ સવાલ-જવાબના અંદાજમાં ટ્વીટ કર્યું છે- શું આ પ્રથમવાર છે જ્યારે આ પ્રકારના ખાદ્ય પ્રદાર્થ પર ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે? નહીં, રાજ્ય જીએસટી પૂર્વ વ્યવસ્થામાં ખાદ્ય પદાર્થથી આવક મેળવી રહ્યાં હતા. માત્ર પંજાબે ખરીદી કરના રૂપમાં ખાદ્યાન્ન પર 2000 કરોડ રૂપિયાથી વધુની વસૂલી કરી. યૂપીએ 700 કરોડ રૂપિયા. 


નાણામંત્રી આગળ કહે છે કે જ્યારે જીએસટી લાગૂ કરવામાં આવ્યું હતું તો બ્રાન્ડેડ અનાજ, દાળ, લોટ પર 5 ટકા જીએસટી દર લાગૂ કરવામાં આવ્યો હતો. બાદમાં માત્ર તે વસ્તુઓ પર ટેક્સ લગાવવા માટે સંશોધિત કરવામાં આવ્યું હતું જે રજિસ્ટર્ડ બ્રાન્ડ કે બ્રાન્ડ હેઠળ વેચવામાં આવી હતી. 


નિર્મલા સીતારમણ આગળ કહે છે કે પ્રતિષ્ઠિત નિર્માતાઓ અને બ્રાન્ડ માલિકો દ્વારા જલદી આ જોગવાઈનો મોટા પાયા પર દુરૂપયોગ જોવામાં આવ્યો અને ધીમે-ધીમે આ વસ્તુઓથી જીએસટી કરમાં ઘટાડો જોવા મળ્યો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube