Multibagger Stock Piccadily Agro: શેર બજારમાં મંદી હોય કે તેજી, પરંતુ હરિયાણાની દારૂ કંપની પિકૈડિલી એગ્રો લિમિટેડનો સ્ટોક રોકાણકારોને માલામાલ કરી રહ્યો છે. સોમવારે બજારમાં ઘટાડો થયો છતાં અપર સર્કિટ લાગી હતી અને પણ બજારની તેજીમાં અપર સર્કિટ લાગી છે. આજે તે 312.40 રૂપિયાના ઓલ ટાઈમ હાઈ પર ખુલ્યો. આ શેર 29 સપ્ટેમ્બરથી સતત અપર સર્કિટ મારી રહ્યો છે. એક મહિનામાં તેમાં 200 ટકા જેટલી તેજી આવી છે. જ્યારે શરૂઆતથી તેમાં 1 લાખ લગાવનારા ઈન્વેસ્ટરોના પૈસા હવે વધીને 12.49 કરોડ રૂપિયા થઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં તાજેતરમાં પિકૈડિલી એગ્રોને દુનિયાની સૌથી સારી સિંગલ માલ્ટ વ્હિસ્કી બનાવનારી કંપનીનો એવોર્ડ મળ્યો હતો. ત્યારથી તેનો નશો શેર બજારના ઈન્વેસ્ટરો પર ચઢી ગયો છે. તેને ઇંદ્રી દિવાળી 2023 એડિશનનો સર્વશ્રેષ્ઠ વ્હિસ્કી એવોર્ડ મળ્યો છે. આ મળતા કંપનીનો શેર રોકેટ બની ગયો છે. 


આ રીતે 1 લાખના બન્યા 12.49 કરોડ
ધૈર્ય રાખનાર ઈન્વેસ્ટરોને આ સ્ટોકે કરોડપતિ બનાવી દીધા છે. વર્ષ 1997માં 1 લાખ લગાવનાર ઈન્વેસ્ટરોએ જો આજ દિન સુધી ઈન્વેસ્ટમેન્ટ જાળવી રાખ્યું હોત તો આજે તેના એક લાખ 124,860.00 ટકા ઉછળી 12.49 કરોડ રૂપિયા થઈ ગયા હોત. પહેલા એક શેરનો ભાવ માત્ર 25 પૈસા હતો. 


આ પણ વાંચોઃ લોંગ ટર્મ માટે આ 5 ક્વોલિટી શેર ખરીદો, મળી શકે છે 24% જેટલું દમદાર રિટર્ન


છેલ્લા છ મહિનામાં પિકૈડિલી એગ્રો લમિટેડના સ્ટોકે પોતાના ઈન્વેસ્ટરોને 554 ટકાનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. એટલે કે છ મહિના પહેલા જેણે આ સ્ટોકમાં એક લાખ લગાવ્યા હોત તો આજે તેની વેલ્યૂ 6.55 લાખ થઈ ગઈ હોત. આ સ્ટોકે આ વર્ષે અત્યાર સુધી 609 ટકાનું રિટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષમાં તેમાં 693 ટકા અને પાંચ વર્ષમાં 2295 ટકાથી વધુ રિટર્ન આપી મલ્ટીબેગર સ્ટોક બની ગયો છે. 


(ડિસ્ક્લેમરઃ અહીં માત્ર શેરના પરફોર્મંસની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. રોકાણ કરતા પહેલા તમારા એડવાઇઝ સાથે ચર્ચા કરો)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube