લોંગ ટર્મ માટે આ 5 ક્વોલિટી શેર ખરીદો, મળી શકે છે 24% જેટલું દમદાર રિટર્ન
Top 5 Stocks to buy: અમે અહીં બ્રોકરેજ હાઉસની પસંદના 5 શેર લીધા છે, જેમાં લાંબા ગાળાની દ્રષ્ટિએ રોકાણની સલાહ આપવામાં આવી છે. તેમાં HDFC Life, Sunteck Realty, Angel One, Federal Bank, HDFC Bank સામેલ છે. આ શેર 24 ટકા સુધી રિટર્ન અપાવી શકે છે.
Trending Photos
Top 5 Stocks to buy: ગ્લોબલ માર્કેટથી મજબૂત સંકેત મળ્યા છે. તેની અસર ઘરેલૂ બજાર પર જોવા મળશે. આજે એટલે કે 17 ઓક્ટોબરે સેન્સેક્સ અને નિફ્ટી વધારા સાથે ખુલ્યા છે. દરમિયાન, પરિણામોની સિઝનમાં કંપનીઓના મજબૂત પરિણામોના આધારે, ઘણા શેર રોકાણના દૃષ્ટિકોણથી આકર્ષક દેખાઈ રહ્યા છે. અહીં અમે બ્રોકરેજ હાઉસની પસંદગીના 5 શેરો પસંદ કર્યા છે, જેમાં અમે લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યમાં ખરીદી કરવાની સલાહ આપી છે. તેમાં HDFC Life, Sunteck Realty, Angel One, Federal Bank, HDFC Bank સામેલ છે. આ શેર આગળ 24 ટકા સુધીનું જોરદાર રિટર્ન આપી શકે છે.
HDFC Life
HDFC Life ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Motilal Oswal એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 700 રૂપિયાનો છે. આજે શેરનો ભાવ 637 રૂપિયા છે. આ રીતે રોકાણકારોને પ્રતિ શેર 24 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.
Sunteck Realty
Sunteck Realty ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Nuvama એ ખરીદીની સલાહ આપી છે. ટાર્ગેટ 578 રૂપિયા છે. આજે આ શેરનો ભાવ 476 રૂપિયા છે. એટલે કે આગળ ઈન્વેસ્ટરોને 21 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.
Angel One
Angel One ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Motilal Oswal એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 2550 રૂપિયાનો છે. 17 ઓક્ટોબરે શેર 2096 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. તેવામાં આગળ 24 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.
Federal Bank
Federal Bank ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Nuvama એ ખરીદીની સલાહ આપી છે. આ માટે 180 રૂપિયાનો ટાર્ગેટ છે. 17 ઓક્ટોબરે ફેડરેલ બેન્કનો શેર 148.60 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. આ રીતે ઈન્વેસ્ટરોને આવનારા સમયમાં 22 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.
HDFC Bank
HDFC Bank ના સ્ટોક પર બ્રોકરેજ ફર્મ Nuvama એ ખરીદીની સલાહ આપી છે. પ્રતિ શેર ટાર્ગેટ 1770 રૂપિયા છે. 17 ઓક્ટોબરે HDFC Bank નો શેર 1538.60 રૂપિયા પર કારોબાર કરી રહ્યો છે. રોકાણકારોને આ રીતે આગળ 15 ટકા જેટલું રિટર્ન મળી શકે છે.
(ડિસ્ક્લેમરઃ આ શેરમાં રોકાણની સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ ઝી 24 કલાકના વિચાર નથી. શેરબજારમાં રોકાણ જોખમો અધીન હોય છે. એટલે તમારા એડવાઇઝર સાથે ચર્ચા કરો)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે