2,000 નોટ બદલવા બેન્ક જવું નથી? Amazon વાળા ઘરે આવીને લઈ જશે નોટ, બસ કરવું પડશે આ કામ
એમેઝોન પે કેશ લોડ સુવિધા સાથે, તમે તમારા ઘરની આરામથી તમારી રૂ. 2,000 ની નોટ બદલી શકો છો. તમને બદલામાં બીજી નોટ નહીં મળે, તેના બદલે તે પૈસા તમારા એમેઝોન પે બેલેન્સમાં ટ્રાન્સફર કરવામાં આવશે, તમે તે બેલેન્સ તમારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી શકો છો.
નવી દિલ્હીઃ ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ 2000 રૂપિયાની નોટ ચલણમાંથી પરત ખેંચી લીધી છે. 30 સપ્ટેમ્બર સુધી લોકો આ નોટ બેન્કમાં જમા કરાવી શકે છે. જો તમે બેન્કમાં નોટ જમા નહીં કરાવો અથવા એક્સચેન્જ નહીં કરાવો તો તમને નુકસાન જવાનું છે. બેન્ક ન જવું પડે, આ ચક્કરમાં શરૂઆતમાં લોકો નોટોને લોકલ દુકાનો અને પેટ્રોલ પંપ પર વટાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કેટલીક જગ્યાએ આ નોટ લેવાની ના પાડી દેવામાં આવી હતી. હવે તમે ઘરે બેઠા 2000 રૂપિયાની નોટ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી શકો છો અને એમેઝોનવાળા ઘરે આવીને નોટ લઈ જશે.
હકીકતમાં ઈ-કોમર્સ કંપની એમેઝોને એમેઝોન પે કેશ લોડ સુવિધા શરૂ કરી છે. આ હેઠલ એમેઝોન યૂઝર્સને સુવિધા આપે છે કે તે પોતાના એમેઝોન પે બેલેન્સમાં મહિનાના 50 હજાર રૂપિયા સુધી ડિપોઝિટ કરી શકે છે. જો તમે કેશ ડિપોઝિટનો વિકલ્પ પસંદ કરો છો તો એમેઝોન કર્મચારી ઘરે આવીને કેશ લઈ જશે અને તે પૈસા તમારા એમેઝોન પે બેલેન્સમાં ક્રેડિટ કરી દેશે. આ સુવિધા હેઠળ એમેઝોન 2 હજાર રૂપિયાની નોટ પણ સ્વીકારી રહ્યું છે.
આ પણ વાંચોઃ Rs 2000 Note: લોકોને ખબર પણ નહીં હોય, 2000ની નોટ પાછી ખેંચવાના છે અનેક ફાયદા
એમેઝોન પે બેલેન્સનો ઉપયોગ એમેઝોન એપ પર શોપિંગ કરવા માટે, દુકાનોમાં સ્કેન કરી પે કરવા માટે કરી શકો છો. આ સિવાય તમે બેલેન્સને તમે ટ્રાન્સફર કરી શકો છો અને આ અમાઉન્ટને તમે તમારા બેન્ક એકાઉન્ટમાં પણ ટ્રાન્સફર કરી શકો છો.
એમેઝોનમાં 2000ની નોટ કઈ રીતે જમા કરો?
- આ માટે તમારે એમેઝોન પર કેશ ઓન ડિલિવરીનો ઓપ્શન સિલેક્ટ કર્યા બાદ ઓર્ડર કરવો પડશે. તે જોઈ લો કે તે ઓર્ડર કેશ લોડ માટે એલિજેબલ છે કે નહીં. આ ફીચર એમેઝોન પે બેલેન્સમાં કેશ ડિપોઝિટ કરવાની સુવિધા આપે છે.
- જ્યારે સામાન આવે તો ડિલીવરી પર્સનને કહો કે તમારે તમારા એમેઝોન પે બેલેન્સમાં કેશ ડિપોઝિટ કરવાની છે. તેને કેશ આપી દો. 2000 ની નોટ કે અન્ય નોટ. તે અમાઉન્ટને વેરિફાઈ કરશે અને ડિપોઝિટ પ્રોસેસ કરી દેશે.
આ પણ વાંચોઃ ₹6.65 થી ઓલટાઈમ હાઈ ₹423.90 પર પહોંચી ગયો આ શેર, 1 લાખના ત્રણ વર્ષમાં બની ગયા 66 લાખ
- તમે જે કેશ ડિલિવરી પર્સનને આપી દીધા હતા, તેમાંથી સામાનની કિંમત બાદ કરીને પૈસા તમારા એમેઝોન પે બેલેન્સમાં આવી જશે. તમે એમેઝોન એપ પર જઈને તમારૂ એમેઝોન પે બેલેન્સ ચેક કરી શકો છો.
અહીં તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે કે એમેઝોન ઘણા સ્થળોએ કેશ ઓન ડિલિવરી સુવિધા પ્રદાન કરતું નથી. તેથી જો તમારું સ્થાન કેશ ઓન ડિલિવરી અને કેશ લોડ સુવિધાઓ ધરાવતા પિન કોડ્સમાં આવે છે, તો જ તમે આ સુવિધાનો લાભ લઈ શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube