બેંગુલુરૂઃ એમેઝોન (Amazon)એ કર્ણાટકની રાજધાની બેંગલુરૂથી ઓનલાઇન ફાર્મસી કારોબારની શરૂઆત કરી દીધી છે. એમેઝોનના આ કારોબારનો વિરોધ થઈ રહ્યો છે. છુટક દવા વેપારીઓના સંગઠને તેની વિરુદ્ધ પ્રધાનમંત્રી કાર્યાલય (PMO)ને લેટર લખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કંપનીએ પાછલા સપ્તાહથી બેંગલુરૂમાં ઓવર-ધ-કાઉન્ટર અને પ્રિસ્ક્રિપ્શન આધારિત દવાઓ માટે ઓર્ડર લેવાનું શરૂ કરી દીધું છે. એમેઝોન ફાર્મસી સિવાય પરંપરાગત હર્બલ દવાઓ અને કેટલાક સ્વાસ્થ્ય ઉપકરણ જેવા કે ગ્લૂકોઝ મીટર, નેબુલાઇઝર અને હેન્ડહેલ્ડ મસાજર્સ પણ વેચી રહી છે. હકીકતમાં કોરોના સંકટ બાદ લોકો બહાર નિકળવાની જગ્યાએ ઘરે બેસી ઓનલાઇન ઓર્ડરથી દરેક સામાન મગાવવાને પ્રાથમિકતા આપી રહ્યાં છે. 


શું કહ્યું એમેઝોને 
Amazonના પ્રવક્તાએ આ સેવા વિશે જણાવ્યું, 'ગ્રાહકોની જરૂરીયાતોને પૂરી કરવા માટે અમે બેંગલુરૂમાં એમેઝોન ફાર્મસી લોન્ચ કરી રહ્યાં છીએ જેથી તે પ્રિસ્ક્રિપ્શન આધારિત અને ઓવર-ધ-કાઉન્ટર દવાઓ લઈ શકે. ગ્રાહકોને બેસિક હેલ્થ ડિવાઇસ અને આયુર્વેદની દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.'


'બોયકોટ ચાઈના' અભિયાન વચ્ચે ચીનની સરકારી બેન્કે ખરીદી ICICI બેન્કમાં ભાગીદારી


20 ટકાની છૂટ
કંપનીએ હાલના વર્ષોમાં ઘણા સ્વાસ્થ્ય નિષ્ણાંતોને કામ પર રાખ્યા છે. તેણે વર્ષ 2018મા લગભગ 1 અબજ ડોલરમાં ઓનલાઇન ફાર્મસી સ્ટાર્ટઅપ પિલપેકને હસ્તગત કરી હતી. એમેઝોનનું કહેવું છે કે આ બધા ઓર્ડર પર 20 ટકા સુધીની છૂટ પણ આપવામાં આવી રહી છે. 


કેમ થઈ રહ્યો છે વિરોધ
મેડિકલ સ્ટોર્સના સંગઠને એમેઝોનના આ પગલાને ગેરકાયદેસર જણાવતા તેના વિરુદ્ધ પીએમઓને પત્ર લખ્યો છે. ઇકોનોમિક ટાઇમ્સ અનુસાર ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઇઝેશન ઓફ કેમિસ્ટ્સ એન્ડ ડ્રગિસ્ટ્સ (AIOCD)એ આ વિશે પ્રધાનમંત્રી કાર્યાલય અને સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયને પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે. 


સંગઠનનું કહેવું છે કે એમેઝોનનું ફાર્મસી કારોબારમાં ઉતરવુ ગેરકાયદેસર છે અને તેણે કાયદાકીય પરિણામ ભોગવવું પડે છે. સંગઠનનો દાવો છે કે ઓનલાઇન દવા વેચવી 'કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ' છે.


સંગઠને કહ્યું, 'ઈ-કોમર્સ ગેરકાયદેસર છે અને તેને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટમાં માન્યતા આપવામાં આવી નથી. નિયમ પ્રમાણે ઘણી દવા એવી હોય છે જેને વિના પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચી શકાય. સરકારે કોરોના સંકટને કારણે માત્ર આસપાસની દવા દુકાનોને હોમ ડિલિવરીની મંજૂરી આપી છે.'


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube