ચીન સાથે વાતચીત માટે તૈયાર નથી અમેરિકા, બિઝનેસ કરારને લઇને ટ્રમ્પે આપ્યું મોટું નિવેદન
ચીન-અમેરિકાના બિઝનેસ કરાર પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ-ટ્રમ્પ (Donald Trump) ફરીથી વાતચેત માટે તૈયાર નથી. ચીન સાથે બિઝનેસ કરારને લઇને ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયા એક પત્રકાર પરિષદ દરમિયાન આપી હતી.
વોશિંગટન: ચીન-અમેરિકાના બિઝનેસ કરાર પર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ-ટ્રમ્પ (Donald Trump) ફરીથી વાતચેત માટે તૈયાર નથી. ચીન સાથે બિઝનેસ કરારને લઇને ટ્રમ્પે પોતાની પ્રતિક્રિયા એક પત્રકાર પરિષદ દરમિયાન આપી હતી. હોંગકોંગના સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના એક રિપોર્ટ અનુસાર ટ્રમ્પને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે જો ચીન બિઝનેસ વેપાર પર ફરીથી વાતચીત કરવા માંગશે? શું તમે તેમાં રસ ધરાવો છો?
વ્હાઇટ હાઉસન રોજ ગાર્ડનમાં પત્રકારો સાથે વાતચીતમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે 'નહી'. બિલકુલ નહી. થોડી પણ નહી. હું કોઇ રસ ધરાવતો નથી. એવું મે પણ સાંભળ્યું છે કે તે બિઝનેસ કરાર પર ફરીથી વાતચીત કરવા માંગે છે.
ચીનને લઇને ટ્રમ્પે કહ્યું કે તે ગત દાયકાથી અમેરિકાનો ફાયદો ઉઠાવતું આવ્યું છે કારણ કે પૂર્વમાં તેને કરવાની તક મળી. ટ્રમ્પે આગળ કહ્યું 'ના મને કોઇ રસ નથી. ચાલો જોઇએ શું તે કરાર પર ટકી રહે છેમ જેના પર તેણે હસ્તાક્ષર કર્યા હતા?
અમેરિકી ટ્રેજરી સચિવ સ્ટીવન મેનુચિને 4 મેના રોજ ચેતાવણી હતી કે જો ચીન બિઝનેસ કરારનું સન્માન કરતું નથી. તો વૈશ્વિક અર્થવ્યવસ્થામાં તેના મહત્વપૂર્ણ પરિણામ હશે કે લોકો તેની સાથે કેવી રીતે વેપાર કરશે? ટ્રમ્પે પહેલાં પણ કહ્યું હતું કે તે ચીનની સાથે બિઝનેસ કરારને સમાપ્ત કરી દેશે, જો તે દેશમાં ફેલાયેલા કોરોના વાયરસ મહામારીના ધ્યાનમાં રાખતા તેના નિયમોનું સન્માન કરતા નથી તો.
જાન્યુઆરીમાં થયેલા યૂએસ-ચીનના બિઝનેસ કરાર હેઠળ બીજિંગ 2020-21માં ઓછામાં ઓછા 200 બિલિયન અમેરિકન ડોલરથી વધુ અમેરિકી ઉત્પાદનો અને સેવાઓને ખરીદવા માટે સહમત થયું હતું. તેમાં અમેરિકા સાથે ચીન માટે 76.7 બિલિયન ડોલરની નિર્યાત આ વર્ષે અને 123.3 ડોલરની નિર્યાત 2021માં થવાનું સામેલ હતું.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube