નવી દિલ્હી: ઉદ્યોગપતિ આનંદ મહિંદ્વા (Anand Mahindra) એ તે યુવાને પોતાના ત્યાં કેરિયર બનાવવાની તક આપવાની જાહેરાત કરી છે જે સેનામાં ત્રણ વર્ષની ટૂર ઓફ ડ્યૂટી (Tour of Duty) કાર્યક્રમ હેઠળ નોકરી કર્યા બાદ નિવૃત થશે. ટૂર ઓફ ડ્યૂટી સેનાનો એક નવો પ્રસ્તાવ છે જેના હેઠળ યુવાનોને ફક્ત ત્રણ વર્ષ માટે સેનામાં કામ કરવું પડશે ત્યારબાદ તે પરત ફરીને કોઇ બીજા કેરિયરને અપનાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આનંદ મહિંદ્વાએ એક મેલ દ્વારા સેના મુખ્યાલયને પોતાનો પ્રસ્તાવ મોકલ્યો છે. પોતાના મેલમાં તેમણે કહ્યું કે યુવા અને ફિજિકલી ફિટ ભારતીય નાગરિકોને સેનામાં ત્રણ વર્ષ માટે ઓપરેશન અનુભવ આપવો ખૂબ સારો નિર્ણય હશે. મને વિશ્વાસ છે કે સેનાની ટ્રેનિંગથી તેમના કામ કરવાની રીતમાં ફાયદો મળશે. તેમની પસંદગી અને ટ્રેનિંગની આકરી પ્રક્રિયાને ધ્યાનમાં રાખતાં મહિંદ્વા ગ્રુપે તેમને પોતાના ત્યાં કામ કરવાની તક આપવામાં પ્રસન્ના અનુભવશે. 


સેના હાલ પ્રસ્તાવ પર કામ કરી રહી છે જેના હેઠળ પુરૂષ અને મહિલાઓ યુવાઓને ત્રણ વર્ષ માટે સેનામાં કામ કરવાની તક મળશે. તેને ટૂર ઓફ ડ્યૂટીનું નામ આપવામાં આવ્યું છે. ત્રણ વર્ષ પુરા કર્યા બાદ તેમને ફરીથી પોતાના મનપસંદ કેરિયરમાં જવા દેવામાં આવશે. અત્યારે સેનામાં ઓફિસર બન્યા બાદ ઓછામાં ઓછા 10 વર્ષ સુધી કામ કરવું પડે છે. 


ટૂર ઓફ ડ્યૂટી દ્વારા ઇચ્છુક યુવાનોને સેનાના રોમાંચનો અનુભવ કરવાની તક મળશે અને વાપસીમાં બીજા કેરિયરોમાં સારી તક પણ. આ પ્રકારે ભરતીથી સેનાના ઉપર પેન્શન અને પગારનો બોજો પણ ઓછો થશે, બીજી તરફ યુવા સૈન્યકર્મીઓની ખોટ પણ નહી પડે. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube