Khrisha Shah Networth: એક સમયે પોતાના દેવું ઉતારવા માટે પત્ની ટીના અંબાણીના દાગીના વેચનાર અનિલ અંબાણી (Anil Ambani) અને તેમના પરિવારના ખરાબ દિવસો હવે પુરા થઇ ગયા છે. તેમના પુત્રોએ બિઝનેસમાં આવેલા ખરાબ સમયને પસાર કરી દીધો છે. મોટા પુત્ર જય અનમોલ અંબાણીની મહેનતના દમ પર તેમના બિઝનેસની નેટવર્થ 2000 કરોડ રૂપિયાને પાર કરી ગઇ છે. અનમોલની પત્ની ક્રિશા શાહ પણ તેમનો દરેક પગલે સાથ આપે છે અને પરિવારનો પુરો સપોર્ટ કરે છે. તેમણે પોતાના દમ પર કરોડોનો બિઝનેસ ઉભો કર્યો છે. લગ્ન પહેલાં જ તે પોતાનો બિઝનેસ કરતી હતી. અનમોલ અંબાણી સાથે લગ્નના બંધનમાં બંધાયા બાદ તેમણે તેને આગળ વધાર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

500 વર્ષ બાદ ગ્રહણ પર સર્જાશે દુર્લભ ચર્તુર્ગ્રહી યોગ, આ લોકોના શરૂ થશે 'અચ્છે દિન'
Astro Tips: પાણીમાં આ ખાસ વસ્તુ મિક્સ કરીને સ્નાન કરશો તો કુબેર દેવ ધનથી ભરી દેશે તિજોરી


અનમોલ અંબાણી સાથે ક્યારે થયા લગ્ન? 
અનમોલ અંબાણી (Anmol Ambani) અને ક્રિશા શાહ (Khrisha Shah) ના લગ્ન 20 ફેબ્રુઆરી 2022 ના રોજ થયા હતા. ક્રિશા સોશિયલ વર્કર અને આંતરપ્રિન્યોર છે. મુંબઇમાં ઉછરેલી ક્રિશા નીલ અને નિકુંજ શાહની સૌથી નાની પુત્રી છે. ક્રિશાએ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી સોશિયલ પોલિસી એન્ડ ડેવલોપમેન્ટનો અભ્યાસ કર્યો છે. યૂનિવર્સિટી ઓફ કેલિફોર્નિયાથી પોલિટિકલ ઇકોનોમિક્સમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેમણે પોતાની પ્રોફેશનલ લાઇફને બ્રિટનમાં એક્સેંચર તરીકે શરૂ કરી હતી. ત્યારબાદ તે આંતરપ્રિન્યોરના રૂપમાં કામ કરવા માટે ભારત આવી ગઇ. 


Ambani Family: અંબાણી પરિવારનો નથી આ સભ્ય, તો પણ છે ખાસ, બધાની આંખો તારો છે હેપ્પી


કેવી રીતે બિઝનેસની કરી શરૂઆત
ભારતમાં આવ્યા બાદ ક્રિશાએ ક્રિએટિવ કોલેબ્રેશન, આંતરરાષ્ટ્રીય નેટવર્કિંગ અને કોમ્યુનિટી બિલ્ડીંગ માટે સોશિયલ નેટવર્કિંગ ફર્મ Dysco શરૂ કરી. તેણે COVID-19 રોગચાળા દરમિયાન માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિશે જાગૃતિ લાવવા માટે તેમણે મેંટલ હેલ્થ કેમ્પેન (mental health campaign) #Lovenotfea અભિયાન પણ શરૂ કર્યું. ઈકોનોમિક ટાઈમ્સમાં છપાયેલા અહેવાલ મુજબ વર્ષ 2022માં ક્રિશાનું બિઝનેસ સામ્રાજ્ય લગભગ 4 કરોડ રૂપિયાનું હતું. ત્યારબાદ તેની કંપનીનો ગ્રોથ થયો છે પરંતુ આ અંગેની માહિતી Dyscoની વેબસાઇટ પર શેર કરવામાં આવી નથી. બિઝનેસ ગ્રોથ અંગે કોઈ રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો નથી.


નીતા અંબાણીએ અનંતની પ્રી વેડિંગમાં પહેર્યો કિંમતી હાર, એટલામાં ખરીદી શકાય 5000 CARS
Photos: નીતા અંબાણી કાળી બનારસી સાડી છે એકદમ ખાસ, સોનાની જરીથી કરી તૈયાર


લગ્ન પહેલાં પિતાનું મોત
ક્રિશાના પિતા નિકુંજ શાહનું નિધન વર્ષ 2021 માં થયું હતું. તે નિકુંજ એન્ટરપ્રાઇજીસના ચેરમેન અને એમડી હતા. તેમણે એસવીએસ એક્વા ટેક્નોલોજીના ડાયરેક્ટરના રૂપમાં પણ કામ કર્યું. તેમના મોત બાદ ક્રિશાના ભાઇ મિશાલે ફેમિલી બિઝનેસને સંભાળ્યો. ક્રિશાની માતા નીલમ શાહ ફેશન ડિઝાઇનર છે. મીડિયા રિપોર્ટ અનુસાર 25 વર્ષ સુધી ઇંડસ્ટ્રીથી દૂર રહ્યા બાદ તેમણે 2010 માં પોતાની મોટી પુત્રી નૃતિ સાથે કામ શરૂ કર્યું. ક્રિશા અને અનમોલના 20 ફેબ્રુઆરી 2022 ના રોજ મુંબઇમાં ભવ્ય લગ્ન થયા હતા. લગ્ન પહેલાં બંનેની ડિસેમ્બર 2021 માં સગાઇ થઇ હતી. લગ્નમાં ફિલ્મ ઇંડસ્ટ્રી અને બિઝનેસ જગતની હસ્તીએ ભાગ લીધો હતો. 


નીતાભાભીથી લઇને રાધિકાભાભી પાસે કઇ છે ડિગ્રી?અંબાણી પરિવારની મહિલાઓ કેટલી એજ્યુકેટેડ
કોણ છે ઈશા અંબાણીના 'બિઝનેસ ગુરુ' : દરેક પગલે કરે છે મદદ , 4.89 કરોડ છે એમનો પગાર


કેવી રીતે આગળ વધ્યા અનમોલ અંબાણી? 
અનિલ અંબાણીના પુત્ર અનમોલ અંબાણીએ 18 વર્ષની ભણવાની ઉંમરમાં રિલાયન્સ મ્યૂચ્યુઅલ ફંડથી કેરિયરની શરૂઆત ઇન્ટર્ન તરીકે કરી હતી. 2014 માં કંપની સાથે જોડાયા બાદ તેમનું કામ આગળ વધવા લાગ્યું. ત્યારબાદ તે રિલાયન્સ નિપોન એસેટ મેનેજમેન્ટ અને રિલાયન્સ હોમ ફાઇનાન્સમાં બોર્ડ મેમ્બર બની ગયા. અનમોલે ગ્રુપની કમાન સંભાળી અને જાપાની કંપની નિપોન રિલાયન્સમાં ભાગીદારી આગળ વધારવા માટે રાજી કરી લીધા. અનમોલના આ નિર્ણયથી તેમના બિઝનેસની નેટવર્થ વધીને 2000 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. 


નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, એક સમયે મુઘલો શાન હતી આ વિંટી
Video: અંબાણીએ MS Dhoniને શિખવાડ્યા ડાંડિયા, જુઓ બ્રાવો-સાક્ષી સાથે ડાંડિયા ડાન્સ


બીજી તરફ અનિલ પણ લોનને ઓછી કરવા માટે સતત કામ કરી રહ્યા છે. ગત થોડા દિવસોથી રિલાયન્સ પાવરને 10123 કરોડ રૂપિયાનું દેવું ચૂકવ્યું છે. ત્યારબાદ એ પણ સમાચાર આવ્યા હતા કે રિલાયન્સ ઇંફ્રાસ્ટ્રક્ચર, જેસી ફ્લાવર્સ એસેટ રીકંસ્ટ્રક્શન કંપનીની 2100 કરોડ રૂપિયાની લોન ચૂકવવાની તૈયારી કરી લીધી. આ બંને સમાચાર બાદ રિલાયન્સના શેરોમાં તેજી જોવા મળી છે. ગુરૂવારે બિઝનેસ સત્રમાં રિલાયન્સ પવરના શેર 5 ટકાની તેજી સાથે 33.43 રૂપિયા પર પહોંચી ગયા છે. 


શું છે CVIGIL App, કેમ ધ્રૂજે છે ઉમેદવારો? ચૂંટણી પંચે વોટર્સના હાથમાં આપ્યું હથિયાર
લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર, 7 તબક્કામાં યોજાશે મતદાન, 4 જૂને જાહેર થશે પરિણામ