ગૌતમ અદાણીની વધુ એક કંપનીનો આવશે IPO, કમાણી કરવા પૈસા રાખજો તૈયાર
આ વર્ષે ફેબ્રુઆરીમાં અદાણી સમૂહની કંપની અદાણી વિલ્મરનો આઈપીઓ લોન્ચ થયો હતો. આ આઈપીઓ રોકાણકારોને માલામાલ કરી ચુક્યો છે. આ અદાણી સમૂહની સાતમી કંપની છે જે શેર બજારમાં લિસ્ટેડ થઈ છે.
નવી દિલ્હીઃ પ્રારંભીક લોક પ્રસ્તાવ (IPO) પર દાવ લગાવી કમાણી કરનાર રોકાણકારો માટે સારા સમાચાર છે. હકીકતમાં એશિયાના સૌથી ધનીક વ્યક્તિ ગૌતમ અદાણીની વધુ એક કંપનીનો આઈપીઓ લોન્ચ થવાનો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં અદાણી સમૂહની કંપની અડાણી વિલ્મરનો આઈપીઓ લોન્ચ થયો હતો. આ આઈપીઓવાળા રોકાણકારોને માલામાલ કરી ચુક્યો છે.
રિપોર્ટ પ્રમાણે અદાણી સમૂહની કંપની અદાણી કેપિટલનો આઈપીઓ લોન્ચ થશે. અદાણી કેપિટલના મેનેજિંગ ડાયરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી ગૌરવ ગુપ્તાએ જણાવ્યું કે આઈપીઓ દ્વારા ઓછામાં ઓછા 1500 કરોડ રૂપિયા (188 મિલિયન ડોલર) ભેગા કરવાની યોજના છે. તેમણે જણાવ્યું કે વર્ષ 2024ની શરૂઆતમાં આઈપીઓ આવી શકે છે.
આ પણ વાંચોઃ Gold Rate Today: મોંઘુ થઈ ગયું સોનું, જાણો કેટલો છે 10 ગ્રામ સોનાનો ભાવ
2 બિલિયન ડોલરનું મૂલ્યાંકન
ગૌરવ ગુપ્તા પ્રમાણે અદાણી કેપિટલની લગભગ 10 ટકા ભાગીદારી વેચવાની રજૂઆત કરશે અને લગભગ 2 બિલિયન ડોલરના મૂલ્યાંકનનું લક્ષ્ય રાખવામાં આવશે. ગુપ્તાએ કહ્યુ- અમે એક ફિનટેક કંપની નથી, પરંતુ એક ક્રેડિટ કંપની છે જે ગ્રાહકોને વધુ સારી રીતે જોડવા માટે ટેક્નોલોજીનો લાભ ઉઠાવી રહ્યાં છે.
તમને જણાવી દઈએ કે અદાણી કેપિટલની શરૂઆત 2017માં થઈ હતી અને કંપનીએ 31 માર્ચ 2021ના સમાપ્ત વર્ષમાં લગભગ 16.3 કરોડ રૂપિયાની શુદ્ધ આવક મેળવી હતી. ફર્મની આઠ રાજ્યોમાં 154 શાખાઓ છે અને આશરે 60,000 લોનધારક છે. ગૌરવ ગુપ્તા પ્રમાણે તે વર્તમાનમાં લગભગ 3000 કરોડ રૂપિયાની લોનનું વિતરણ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube