Reliance Foundation Scholarship 2023 Application Link Open: જો અભ્યાસ માટે પૈસાની અછત છે, તો તમે આ શિષ્યવૃત્તિ માટે અરજી કરી શકો છો. રિલાયન્સ ફાઉન્ડેશન દર વર્ષે વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ આપે છે. આ અંતર્ગત ઘણા બાળકોને આર્થિક મદદ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અને ક્યાં અરજી કરવી, યોગ્યતા શું છે, કઈ તારીખ પહેલાં ફોર્મ ભરવાનું છે, આવા મહત્વના પ્રશ્નોના જવાબો જાણો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાજપના આ દિગ્ગજ નેતા જાહેર કાર્યક્રમમાં ક્યારેય હાર પહેરતા નથી, સામે આવ્યું સિક્રેટ


કોણ અરજી કરી શકે
રિલાયન્સ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ ભારતના બાળકો માટે છે અને દેશના દરેક રાજ્યના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. આ શિષ્યવૃત્તિ અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમોના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે છે. કોઈપણ પ્રવાહ, કોઈપણ અભ્યાસક્રમના બાળકો અરજી કરી શકે છે. બસ તેઓ UG પ્રથમ વર્ષમાં હોવા જોઈએ.


જન્માષ્ટમીના દિવસે સોનાના ભાવમાં મોટો ઘટાડો, ચાંદી પણ ગગડી, જાણો લેટેસ્ટ રેટ


કેવી રીતે અરજી કરવી
આ શિષ્યવૃત્તિ માટેની અરજીઓ માત્ર ઓનલાઈન કરવાની રહેશે. આ માટે તમારે રિલાયન્સ ફાઉન્ડેશનની અધિકૃત વેબસાઇટ પર જવું પડશે, જેનું સરનામું છે - Scholarships.reliancefoundation.org. આ સિવાય અન્ય કોઈપણ માધ્યમથી અરજીઓ સ્વીકારવામાં આવશે નહીં.


Ravi Pushya Yog: 10 તારીખે રવિ પુષ્ય યોગ, રાતોરાત વધશે 3 રાશિના લોકોનું બેંક બેલેન્સ


છેલ્લી તારીખ શું છે
આ શિષ્યવૃત્તિ માટેની અરજી લિંક ખોલવામાં આવી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2023 છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં એટલે કે 2022માં ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિ પર નીતા અંબાણીએ આ શિષ્યવૃત્તિની જાહેરાત કરી હતી અને આગામી દસ વર્ષ સુધી તેના સંચાલનની વાત કરી હતી.


Aditya L1 એ લીધી જબરદસ્ત સેલ્ફી, પછી પાડ્યો પૃથ્વી અને ચંદ્રમાનો સુંદર Photo


કેટલા વિદ્યાર્થીઓને ફાયદો થશે, કેવી રીતે સિલેક્શન થશે
આ સ્કોલરશીપ કુલ 5000 વિદ્યાર્થીઓને આપવામાં આવશે. વિદ્યાર્થી નિયમિત અભ્યાસક્રમ કરતો હોવો જોઈએ, તે પણ જરૂરી છે. પસંદગી ઘણા પરિબળો પર આધાર રાખે છે જેમ કે ધોરણ 12માં ગુણ, એટિટયૂડ ટેસ્ટમાં પરફોમન્સ, ઘરની આવક અને અન્ય પાત્રતા માપદંડ. જો પસંદ થાય તો ઉમેદવારને સમગ્ર અભ્યાસ માટે રૂ. 2 લાખ સુધીની સહાય મળી શકે છે.


ખેડૂતોની મહત્વની યોજનામા ગુજરાત સરકારે કર્યા મોટા ફેરફાર, હવે નહિ થાય ખેતરોને નુકસાન